રિંકુ સિંહને બીજો ધોની કેમ કહેવામાં આવી રહ્યો છે? જાણો શું કહે છે આંકડા?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝમાં રિંકુ સિંહ ફરી એક વખત ફિનિસરની ભુમિકામાં સામે આવ્યો છે. તેની બેટિંગને કારણે તેની સરખામણી એમએસ ધોની સાથે કરાઈ રહી છે.
ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 સીરીઝની બીજી મેચમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. બીજી મેચ જીતીને ભારતે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

ટીમ ઈન્ડિયાની આ જીતમાં ફરી એકવાર રિંકુ સિંહ ચમક્યો. તેણે સંકેત આપ્યા છે કે તે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની જગ્યાએ ફિનિશર તરીકે આવવા માટે તૈયાર છે.
રિંકુ સિંહની સરખામણી મહેન્દ્ર સિંહ ધોની સાથે થવાના કેટલાક કારણો છે. રિંકુ સિંહના T20 ક્રિકેટ ક્રિકેટ કરિયરના આંકડા આ વાતની ગવાહી આપે છે. રિંકુ સિંહનું અત્યાર સુધીનું ટી20 કરિયર શાનદાર રહ્યું છે.
રિંકુ સિંહે ભારત માટે અત્યાર સુધી 7 ઈન્ટરનેશનલ T20 મેચની 4 ઈનિંગમાં 128 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેની એવરેજ 128ની છે.
રિંકુ સિંહે તેની કારકિર્દીની 4 ઇનિંગ્સમાં 216.95ના અત્યંત વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે. આ ઉપરાંત તે ત્રણ વખત નોટઆઉટ રહ્યો છે.
એમએસ ધોનીના T20 ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો ધોનીએ તેની 98 મેચોની 85 ઇનિંગ્સમાં 37.6ની એવરેજ અને 126.13ની સ્ટ્રાઇક રેટથી 1617 રન બનાવ્યા છે.
જો કે રિંકુ સિંહનું કરિયર હજુ ઘણુ નાનું છે પરંતુ તેની સ્ફોટક સ્ટાઈલને જોઈને તમે કહી શકો છો કે જો રિંકુ સિંહને તકો મળતી રહેશે તો એક દિવસ તે ચોક્કસ આ જગ્યાએ પર પહોંચી જશે.












Click it and Unblock the Notifications
