વર્લ્ડ કપનું નબળુ પ્રદર્શન સુર્યકુમાર યાદવનું કરિયર બરબાદ કરશે? T-20નું પ્રદર્શન નક્કી કરશે ભવિષ્ય
વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની હાર બાદ ઘણા સવાલો પેદા થઈ રહ્યા છે. ભારતીય ટીમના ફાઈનલમાં ફ્લોપ શો બાદ સુર્યકુમાર યાદવને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે.
ભારતીય ટીમની ફાઈનલમાં હાર માટે ઘણી બાબતોને જવાબદાર ગણવામાં આવી રહી છે. કેટલાક અનુભવી કેપ્ટન રોહિત શર્માના બેજવાબદાર શોટને હારનું કારણ જણાવી રહ્યા છે તો કેટલાક લોકો કેએલ રાહુલની ધીમી ઈનિંગને નિશાન બનાવી રહ્યા છે.

ઘણા સૂર્યકુમાર યાદવને પણ નિશાન બનાવી રહી છે. સુર્યકુમારને ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે રમવાની તક આપવામાં આવી પરંતુ સૂર્યકુમાર યાદવ કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી.
T-20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન વર્લ્ડ કપમાં નિરાશાજનક રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં જ્યારે ટીમને રનની જરૂર હતી ત્યારે સૂર્યકુમાર યાદવે ખૂબ જ ધીમી અને નબળી બેટિંગ કરી.
હવે સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્ણયથી કેટલાક ક્રિકેટ ફેન્સ નિરાશ પણ છે.
સૂર્યકુમાર યાદવે તેની છેલ્લી 8 વન ડે ઇનિંગ્સમાં 8, 2, 49, 12, 22, 2*, 1, 18 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવના પ્રદર્શનને જોતા તેને વન ડેમાં તક મળે તેવી આશા ઓછી છે.
સૂર્યકુમાર યાદવે પોતે જ પોતાના પગ પર કુહાડી મારી છે. ODI વર્લ્ડ કપમાં તેની પાસે ODI પ્લેયર તરીકે પોતાને સાબિત કરવાની શાનદાર તક હતી પરંતુ સૂર્યકુમાર યાદવ તેમ કરવામાં નિષ્ફળ રહ્યો છે.












Click it and Unblock the Notifications
