World Cup 2023 : પાકિસ્તાન માટે ફાઈનલમાં પહોંચવાના કેટલા ચાન્સ? જાણો શું કહે છે આંકડા?
વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે આગળ કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. અફઘાનિસ્તાન સામે હાર બાદ હવે પાકિસ્તાનની મુશ્કેલી વધી રહી છે.
પાકિસ્તાની ટીમ માટે સેમીફાઈનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. જો કે પાકિસ્તાનની ટીમ માટે હજુ પણ સંભાવના છે. આના માટે તેને શાનદાર પ્રદર્શન કરવુ પડશે.

પાકિસ્તાની ટીમને સેમીફાઈનલમાં પહોંચવા અન્ય ટીમોના પ્રદર્શન પર આધાર રાખવો પડશે. આવી સ્થિતિમાં મુશ્કેલી પડશે તે નિશ્ચિત છે. બીજી તરફ પાકિસ્તાને તેની તમામ મેચોમાં પોતાનું શાનદાર જાળવી રાખવું પડશે.
આંકડા પર નજર કરીએ તો, ભારત અને ન્યુઝીલેન્ડ ટેબલમાં ટોપ પર છે. દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ પાંચમા સ્થાને છે. પાકિસ્તાને આ સ્થિતીમાં ફાઈનલ માટે તમામ મેચ જીતવી પડશે. આ સિવાય અન્ય ટીમોનું પ્રદર્શન પણ અસર કરશે.
જો પાકિસ્તાનની ટીમ બાકીની તમામ 4 મેચ જીતે તો તેને કુલ 12 પોઈન્ટ મળશે. આ સ્થિતિમાં તે ટોપ ચારમાં સ્થાન મેળવી શકે છે. આ ચાર મેચ આસાન નથી. પાકિસ્તાનની ટીમ આગામી મેચોમાં ચેન્નાઈમાં દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. આ સિવાય બાંગ્લાદેશ સામેની મેચ કોલકાતામાં રમાવાની છે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં મેચ છે. કિવી ટીમ હાલમાં જોરદાર ફોર્મમાં છે ત્યારે આ મેચ આસાન નહીં રહે. પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે કોલકાતામાં રમવાની છે. ઇંગ્લિશ ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. અહીં પાકિસ્તાનની ટીમ પોતાની તાકાત બતાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને પહેલા ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ઓસ્ટ્રેલિયન ટીમે પણ બેંગલુરુમાં પાકિસ્તાની ટીમને હરાવી. અફઘાનિસ્તાને પણ ચેન્નાઈમાં પાકિસ્તાનને શરમજનક હાર આપી મોટો ઉલટફેર સર્જ્યો.












Click it and Unblock the Notifications
