World Cup 2023 : મળો ભારતના ત્રણ નોક આઉટ મેચના હિરોને, જેને એકલા દમ પર બાજી પલટી
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા એક પણ મેચ હાર્યા વગર સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે સેમિફાઈનલના નોકઆઉટ મુકાબલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઈ રહેલા મુકાબલા માટે ટીમ ઈન્ડિયા હાલ શાનદાર ફોર્મમાં છે. આ પહેલા ભારતીય ટીમ ઘણી વખત સેમીફાઈનલ રમી ચુકી છે પરંતુ ત્રણ વખત ફાઈનલમાં પહોંચી છે.

ભારતની ટીમ બે વખત ચેમ્પિયન બની અને તેમાં કેટલાક ખેલાડીઓએ સેમીફાઈનલમાં જીત મેળવીને ટીમને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ વખતે પણ ભારતને નોક આઉટના હીરોની જરૂર પડશે. આજે આપણે ભારતના ત્રણ નોક આઉટ હીરોની વાત કરવાના છીએ.
મોહિન્દર અમરનાથ - વર્લ્ડ કપ 1983
1983માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઈનલ મેચ રમાઈ અને ભારતીય ટીમે સેમિફાઈનલ અને ફાઈનલ જીતીને પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યો. આ સેમિફાઈનલમાં મોહિન્દર અમરનાથ હીરો બન્યા. તે ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યા.
આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ પહેલા રમતા 213 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જવાબમાં રમતા ભારતે 4 વિકેટે 217 રન બનાવીને મેચ જીતી લીધી હતી. અમરનાથે 2 વિકેટ લીધા બાદ બેટિંગમાં 46 રનની ઇનિંગ રમી.
સૌરવ ગાંગુલી - વર્લ્ડ કપ 2003
2003માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઈનલ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સેમિફાઈનલમાં ભારત તરફથી સૌરવ ગાંગુલીએ અણનમ સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 4 વિકેટે 270 રન બનાવ્યા હતા.
ગાંગુલીએ અણનમ 111 રન બનાવ્યા હતા. જવાબમાં કેન્યા 179 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ભારતે 91 રને મેચ જીતી લીધી. આ મેચમાં સૌરવ ગાંગુલી મેન ઓફ ધ મેચ બન્યો.
સચિન તેંડુલકર - વર્લ્ડ કપ 2011
2011માં ટીમ ઈન્ડિયાનો મુકાબલો સેમીફાઈનલમાં પાકિસ્તાન સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 29 વિકેટે હરાવ્યું. સચિન તેંડુલકરને તેની 85 રનની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 9 વિકેટે 260 રન બનાવ્યા હતા.
જવાબમાં પાકિસ્તાની ટીમ 231 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ જ વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 57 રન બનાવ્યા બાદ 2 વિકેટ લઈને ટીમને સેમીફાઈનલમાં પહોંચાડી હતી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
