World Cup 2023 : આ ખેલાડીઓના બેટ પર પર રહેશે દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર, ગમે ત્યારે બાજી પલ્ટી શકે છે
ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે અને ક્રિકેટ ફેન્સ પર ક્રિકેટ ફિવર છવાઈ રહ્યો છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં કેટલાક ખેલાડીઓના બેટ પર દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર છે.

વિરાટ કોહલી
ક્રિકેટની દુુનિયાના બીજા સચીન તેંડુલકર વિરાટ કોહલીએ એશિયા કપમાં પોતાના ફોર્મથી રનનો વરસાદ કર્યો છે. આ જ કારણ છે કે પાકિસ્તાનને ફાઈનલ પહેલા જ ઘર ભેવા થવાનો વારો આવ્યો હતો. હવે આ કોહલી આ વર્લ્ડકપમાં વન ડે ક્રિકેટમાં સચિનની સૌથી વધુ સદીનો રેકોર્ડ પણ તોડી શકે છે. વિરાટ વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય છે. કોહલીએ 2011માં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
બાબર આઝમ
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વર્લ્ડકપની શરૂઆત પહેલા પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પોતાના ફોર્મનો પુરાવો આપી દીધો છે. બાબર જે ફોર્મમાં છે તેને જોઈને બધા કહી રહ્યા છે કે તે વર્લ્ડ કપમાં સરળતાથી ત્રણથી ચાર સદી ફટકારી શકે છે.
રોહિત શર્મા
આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા પર તમામ ક્રિકેટ ફેન્સની નજર ટકેલી છે. ઈંગ્લેન્ડમાં રમાયેલા 2019 વર્લ્ડ કપમાં રોહિતે પાંચ સદી ફટકારીને આખી દુનિયાને ચોંકાવનારો રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં રનનો વરસાદ કરી શકે છે. રોહિત શર્માનું ફોર્મ વિરોધી માટે તોફાન સમાન છે.
સ્ટીવ સ્મિથ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને સિનિયર બેટ્સમેન સ્ટીવ સ્મિથ માટે આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. તે આ વર્લ્ડ કપમાં ત્રીજા નંબરે બેટિંગ કરશે. છેલ્લા બે વર્લ્ડ કપમાં સ્મિથ ટીમની બેટિંગમાં મહત્વની કડી સાબિત થયો છે. આ વખતે ભારતમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે તેથી ટીમને સ્મિથની વધુ જરૂર છે. સ્મિથ ભારતીય પીચો પર સરળતાથી રન બનાવવામાં પણ માહિર છે. તે ઝડપી બોલરોની સાથે સ્પિનરોને પણ આસાનીથી રમે છે.
બેન સ્ટોક્સ
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વર્લ્ડ કપ માટે નિવૃત્તિ છોડીને મેદાનમાં ઉતર્યો છે. સ્ટોક્સ આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ માટે ચોથા નંબર પર પણ બેટિંગ કરી શકે છે. તે ભારતીય પિચોને નજીકથી જાણે છે અને તે ઘણો અનુભવી છે. એવું કહેવું ખોટું નહીં હોય કે દરેકની નજર આ વર્લ્ડ કપમાં બેન સ્ટોક્સના પ્રદર્શન પર ટકેલી છે.












Click it and Unblock the Notifications
