World Cup 2023 : વર્લ્ડ કપની સૌથી મોંઘી ટિકિટ અધધ આટલા રૂપિયામાં વેચાઈ રહી છે
ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ક્રિકેટ ફિવર છવાઈ રહ્યો છે. હવે હાલત એ છે કે ગ્રાઉન્ડમાં મેચ જોવા ઈચ્છતા ક્રિકેટ ફેન્સને ટિકિટ નથી મળી રહી. આ જ કારણ છે કે લોકો ટિકિટ માટે લાખો ખર્ચી રહ્યા છે.
આ વખતે ભારત ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું યજમાન છે અને ભારતના ઘણા શહેરોમાં યોજાવાની છે. ભારતમાં યોજાનાર વર્લ્ડ કપને કારણે ભારતીય મેચોની ટિકિટની માંગ વધારે છે.

આ મેચોમાં પણ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની માંગ ઘણી વધારે છે. અન્ય દેશોમાં મેચો માટે ટિકિટના દર ઓછા છે અને કોઈપણ મુશ્કેલી વિના ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
ટિકિટના ભાવની વાત કરીએ તો 499 રૂપિયાથી 40 હજાર રૂપિયા સુધીમાં ટિકિટ વેચાઈ રહી છે. અન્ય દેશોની મેચોમાં ટિકિટની સૌથી વધુ કિંમત લગભગ 29 હજાર રૂપિયા છે. આ આંકડા સત્તાવાર ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ પર અપાયેલા છે.
ભારત-પાકિસ્તાન અને ફાઈનલ મેચની ટિકિટો વેચાઈ ગઈ છે અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદવી મુશ્કેલ છે. આ સ્થિતિમાં બ્લેક માર્કેટમાં ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે અને આ ભાવ સત્તાવાર ભાવ કરતા અનેક ગણા છે.
ઘણા લોકો અન્ય પ્લેટફોર્મ પર ટિકિટ વેચી રહ્યા છે અને આ ટિકિટના ભાવ 50 લાખ રૂપિયાથી વધુ છે. એક અહેવાલ અનુસાર, કેટલીક જગ્યાઓ પર 50 લાખ રૂપિયાથી વધુના ભાવે ટિકિટ વેચાઈ રહી છે. આમાં કેટલીક ટિકિટ 10 લાખ રૂપિયામાં તો કેટલીક 19 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે.
જો તમે પણ વર્લ્ડ કપની કોઈપણ મેચની ટિકિટ ખરીદવા માંગો છો તો તમે બુક માય શો દ્વારા ટિકિટ ખરીદી શકો છો. આ ઉપરાંત જો તમે સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરો છો તો પણ બુકિંગ માટે આ લિંક જ ઓપન થશે.












Click it and Unblock the Notifications
