World Cup 2023 : પાકિસ્તાન સામે વોર્નર-માર્શની ધમાલ, 31 વર્ષ જૂનો રેકોર્ડ તુટ્યો
ભારતમાં રમાઈ રહેલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં એક પછી એક મોટા રેકોર્ડ બની રહ્યા છે. ભારતીય ટીમે અત્યાર સુધી સતત ચાર મેચ જીતી છે તો ઓસ્ટ્રેલિયાને 3 મેચ બાદ માત્ર એક જ જીત મેળવી છે. ન્યુઝીલેન્ડ 4 જીત સાથે ટોપ પર છે.
અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડ જ એવી ટીમો છે જે હારી નથી. આ સિવાય અન્ય તમામ ટીમો ટૂર્નામેન્ટમાં હારી છે. ભારત સામે પાકિસ્તાનની કારમી હાર બાદ તેને ઓસ્ટ્રેલિયાના તોફાનનો સામનો કરવો પડ્યો છે.

આજે ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ પાકિસ્તાનના બોલરોને ચારે બાજુથી ફટકાર્યા છે. ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની જોડીએ પાકિસ્તાન સામે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે.
ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે પ્રથમ વિકેટ માટે 259 રન બનાવ્યા. અગાઉ વર્ષ 1992માં વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા અને ડેસમન્ડ હેન્સે 175 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
આ પહેલા રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડીએ અફઘાનિસ્તાન સામે 152 રન જોડ્યા હતા. માર્શ અને વોર્નરે પાકિસ્તાન સામે 259 રન બનાવીને તે રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ODI ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીની વાત કરીએ તો માર્શ અને વોર્નરની જોડી આ મામલે પાછળ રહી છે. 2017માં પાકિસ્તાન સામે ડેવિડ વોર્નરે ટ્રેવિસ હેડ સાથે 284 રનની ભાગીદારી કરી હતી. બીજા નંબરે પણ આ જ જોડી છે. બન્નેએ 2022માં 269ની ઓપનિંગ ભાગીદારી હતી.
વર્લ્ડ કપમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને માર્લોન સેમ્યુઅલ્સના નામે છે. 2015માં આ જોડીએ ઝિમ્બાબ્વે સામે 372 રન જોડ્યા હતા. બીજા સ્થાને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડની જોડી છે. બંનેએ 1999ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 318 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
