World Cup 2023 : વર્લ્ડ કપ 2023 માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોના નામે? ટોપ 5માં કેટલા ભારતીય?
વર્લ્ડ કપ હવે તેના અંતિમ પડાવમાં છે અને સેમિફાઈનલ અને ફાઈનલ જ બાકી છે. અત્યારસુધીમાં ઘણા બેટ્સમેનોએ તેના બેટથી રનનો વરસાદ કર્યો છે. ભારતીય ખેલાડીઓ પણ તેમા અવ્વલ રહ્યા છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ રન
લીગ રાઉન્ડ પછી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં પ્રથમ નામ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું છે. કોહલીએ અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

બેંગલુરુમાં નેધરલેન્ડ સામેની 51 રનની ઈનિંગ બાદ કોહલીએ 9 મેચમાં 594 રન બનાવ્યા છે. કોહલીએ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં બે સદી ફટકારી છે.
ક્વિન્ટન ડી કોકનું શાનદાર પ્રદર્શન
સૌથી વધુ રન બનાવનારની યાદીમાં બીજું નામ દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકનું છે. ક્વિન્ટન ડી કોકે વર્લ્ડ કપ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
ક્વિન્ટન ડી કોક 591 રન સાથે ટુર્નામેન્ટના બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ક્વિન્ટન ડી કોકે અત્યાર સુધી વર્લ્ડ કપમાં ચાર સદી ફટકારી છે.
રચિન રવિન્દ્રએ બધાનું ધ્યાન ખેંચ્યુ
આ યાદીમાં ન્યુઝીલેન્ડના યંગ બેટ્સમેન રચિન રવિન્દ્રનું નામ ત્રીજા નંબરે છે. રવિન્દ્રએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ત્રણ સદી ફટકારી છે. રચિન રવિન્દ્રના નામે લીગ તબક્કાની મેચોમાં કુલ 565 રન છે.
રોહિત શર્માએ બીજી વખત 500 રનનો આંકડો પાર કર્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક સદી સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે અને તેણે સતત બીજી વખત વર્લ્ડ કપમાં 500 રનનો આંકડો પાર કર્યો છે. તે 2019 વર્લ્ડ કપમાં 648 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ સિઝનમાં રોહિત શર્માએ લીગ તબક્કામાં અત્યાર સુધીમાં 503 રન બનાવ્યા છે.
પાંચમા નંબરે ડેવિડ વોર્નર
ટોપ-5 ખેલાડીઓની યાદીમાં ઓસ્ટ્રેલિયાની ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરનું નામ છેલ્લા અને પાંચમા સ્થાને છે. જેણે અત્યાર સુધી 9 મેચમાં 499 રન બનાવ્યા છે. વોર્નરે વર્લ્ડ કપમાં અત્યાર સુધી ચાર સદી ફટકારી છે.












Click it and Unblock the Notifications
