World Cup Final : શુભમન ગિલ ફાઈનલ રમશે કે કેમ? ઈજાને લઈને મોટા સમાચાર સામે આવ્યા

ભારતીય ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં ઓપનર શુભમન ગિલે મોટો ફાળો આવ્યો છે. સેમિફાઈનલમાં થયેલી ઈજાને લઈને ફેન્સ ચિંતામાં છે.

ફેન્સની ચિંતા વચ્ચે શુભમન ગિલની ફિટનેસને લઈને ચર્ચા થઈ રહી છે. ફેન્સ જાણવા માંગે છે કે શુભમન ગિલ ફાઈનલમાં ઉતરશે કે કેમ?

World Cup Final

ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં બેટિંગ દરમિયાન શુભમન ગિલ મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. બેટિંગ કરતી વખતે ગિલને ક્રેંમ્પનો સામનો કરવો પડ્યો. આ પછી તે મેદાન છોડીને પેલેવિયન પરત ફર્યો હતો.

જો કે છેલ્લી ઓવરમાં શુભમન ગિલ ફરી એકવાર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. પરંતુ આ સમય દરમિયાન પણ તે સંપૂર્ણ રીતે ફિટ નહોતો. આ સ્થિતિમાં ફેન્સને ગિલની ફિટનેસની ચિંતા થઈ રહી છે.

ફાઈનલ પહેલા શુભમન ગિલની ઈજાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ફિટનેસ અંગે શુભમન ગિલે કહ્યું કે, તેની શરૂઆત ખેંચાણથી થઈ હતી અને મારા હેમસ્ટ્રિંગમાં તણાવ હતો. મને લાગે છે કે હવે હું ફિટ છું અને ફાઈનલ માટે સંપૂર્ણપણે ઉપલબ્ધ હોઈશ.

જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ગિલ ફાઈનલ મેચમાં ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ગિલે IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા આ મેદાન પર મોટા સ્કોર બનાવ્યા છે. શુભમન ગિલ ન્યુઝીલેન્ડ સામે પણ આક્રમક શોટ ફટકારતો જોવા મળ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X