World Cup Semifinal : નોક આઉટમાં સંપુર્ણ રીતે નિષ્ફળ છે વિરાટ કોહલી, જાણો શું કહે છે આંકડા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023 ની પહેલી સેમિફાઈનલ રમાવા જઈ રહી છે. આ મેચ મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
અહીં મેચમાં વિરાટ કોહલી પર તમામની નજર રહેશે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે નોક આઉટ મુકાબલામાં વિરાટ કોહલીએ હંમેશા ફેન્સને નિરાશ કર્યા છે અને તેનો રેકોર્ડ આ વાતની ગવાહી આપે છે.

વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 6 નોકઆઉટ મેચો રમી છે અને તે 4 વખત ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી. કોહલીનો 6 ઇનિંગ્સમાં હાઇ સ્કોર 35 રન છે, જે તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે 2011 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં બનાવ્યો હતો.
બે નોકઆઉટમાં કોહલી 1-1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. આ સ્થિતિમાં 2023માં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી વર્લ્ડ કપ સેમિફાઇનલમાં વિરાટ કોહલીનું પ્રદર્શન કેવું રહેશે તે મેચની સ્થિતી નક્કી કરશે.
વન ડે વર્લ્ડ કપના નોકઆઉટ મેચમાં કોહલીનું પ્રદર્શન
24 રન - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, ક્વાર્ટર ફાઈનલ, 2011
09 રન- પાકિસ્તાન વિરુદ્ધ, સેમિફાઇનલ, 2011
35 રન- શ્રીલંકા વિરુદ્ધ, ફાઇનલ, 2011
03 રન- વિ. બાંગ્લાદેશ, ક્વાર્ટર ફાઈનલ, 2015
01 રન- વિ ઓસ્ટ્રેલિયા, સેમિફાઇનલ, 2015
01 રન- વિ. ન્યુઝીલેન્ડ, સેમિફાઇનલ, 2019
વર્લ્ડ કપ 2023ની લીગ મેચોમાં કોહલી સૌથી વધુ સ્કોરર રહ્યો છે. તેણે 9 મેચની 9 ઇનિંગ્સમાં 99ની શાનદાર એવરેજથી 594 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 5 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન કોહલીએ 55 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા છે.
ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકા સામે 591 રન સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો યુવા રચિન રવિન્દ્ર 565 રન સાથે ત્રીજા સ્થાને છે અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા 503 રન સાથે ચોથા સ્થાને છે. પાંચમું સ્થાન ડેવિડ વોર્નરનું છે, જેણે 499 રન બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
