ભારત વિ. પાકિસ્તાનઃ રહેશે કાયમ કે તૂટશે આ સિલસિલો!
આજે ટી20 વિશ્વકપ 2014ના અભિયાનની શરૂઆત ભારત કરી રહ્યું છે. ભારતની પહેલી મેચ પોતાની કટ્ટર વિરોધી ટીમ પાકિસ્તાન સામે રમાવાની છે. જે પ્રકારનું ફોર્મ ભારતનું છે અને પાકિસ્તાને જે પ્રકારની મહેનત કરી છે તેને જોતા તો એવું લાગી રહ્યું છે કે, પાકિસ્તાન આજની મેચમાં ભારતને કપરી સ્પર્ધા આપશે. તો બીજી તરફ ઇંગ્લેન્ડ સામેની મેચમાં વિજયી મેળવીને ભારતીય ટીમ પોતાની લઇમાં પરત ફરી રહી હોવાનું પણ જોવા મળે છે. તેમ છતાં ભારતની સૌથી મોટી નબળાઇ તેની બોલિંગ લાઇન છે, જે પાકિસ્તાન માટે મજબૂત પાસો છે.
બેટિંગની વાત કરવામાં આવે તો ભારતમાં યુવરાજ સિંહ પરત ફરવાથી મધ્યમ ક્રમ થોડોક મજબૂત બન્યો છે, તેમ છતાં ઓપનિંગ જોડી, સુરેશ રૈનાનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય બની રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાન પાસે મોહમ્મદ હાફીઝ, કામરાન અકમલ અને શાહિદ આફ્રિદી જેવા ખેલાડીઓ પણ છે, જે ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. તેમ છતાં પણ જો વિશ્વકપના ઇતિહાસ પર નજર ફેરવવામાં આવે તો 1992થી લઇને 2011 સુધીના વનડે વિશ્વકપમાં અને 2007થી 2012 સુધી રમાયેલા ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન ક્યારેય પણ ભારત સામે વિજયી થયું નથી. ત્યારે આજની મેચ એ બાબતે પણ રસપ્રદ રહેશે કે ભારત પોતાનો જીતનો સિલસિલો કાયમ રાખશે કે પછી પાકિસ્તાન પોતાની હારની પંરપરાને તોડી શકશે. તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાનનું પ્રદર્શન.

1992
4 માર્ચ-સિડની-ભારત 216/6 (49)- પાકિસ્તાન 173/10 (48.1)-ભારત(વિજયી)-સચિન તેંડુલકર

1996
9 માર્ચ-બેંગ્લોર-ભારત 287/8 (50)-પાકિસ્તાન 248/9 (49)- ભારત(વિજયી)-નવજોત સિંહ સિદ્ધુ

1999
8 જૂન-માન્ચેસ્ટર-ભારત 227/6 (50)- પાકિસ્તાન 180 (45.3)-ભારત(વિજયી)-વેંકટેશ પ્રસાદ

2003
1 માર્ચ-સેન્ચુરિયન-પાકિસ્તાન 273/7 (50)-ભારત 276/4 (45.4)- ભારત(વિજયી)-સચિન તેંડુલકર

2011
30 માર્ચ-મોહાલી-ભારત 260/9 (50)- પાકિસ્તાન 231 (49.5)-ભારત(વિજયી)-સચિન તેંડુલકર

2007
14 સપ્ટેમ્બર-ડર્બન- ભારત 141/9 (20)- પાકિસ્તાન 141/7 (20)-ભારત(વિજયી)--મોહમ્મદ આસિફ
ફાઇનલ મેચ
24 સપ્ટેમ્બર-જ્હોનિસબર્ગ- ભારત 157/5 (20)- પાકિસ્તાન 152 (19.5)-ભારત(વિજયી)-ઇરફાન પઠાણ

2012
30 સપ્ટેમ્બર-કોલંબો- પાકિસ્તાન 128 (19.4)- ભારત 129/2 (17)-ભારત(વિજયી)-વિરાટ કોહલી












Click it and Unblock the Notifications
