વર્લ્ડ ટી20: સદી ફટકારનારો એકમાત્ર ભારતીય સુરેશ રૈના

ગઇ કાલે શ્રીલંકા સામે ભારતીય ક્રિકેટ ટીમે પોતાની ટી20 વાર્મ અપ મેચ રમી. જેમાં ભારતનો પાંચ રનથી શ્રીલંકા સામે પરાજય થયો. જેને લઇને ભારતના ટી20 વિશ્વકપ અભિયાનમાં પ્રદર્શનને લઇને અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. જો કે બીજી તરફ યુવરાજ સિંહ(33) અને સુરેશ રૈનાએ 41 રનની ઇનિંગ રમી પોતાના ફોર્મનો પરચો આપ્યો છે. જો કે આજે અહીં વાત વાર્મ અપ મેચ અંગે નહીં પરંતુ ટી20 વિશ્વકપમાં સદી ફટકારનારા ખેલાડીઓ અંગે કરવામાં આવી રહી છે.

ટી20 વિશ્વકપમાં સદી ફટકારનારા ખેલાડીઓ અંગે વાત કરવામાં આવે તો ભારતીય ટીમમાંથી માત્ર એક ખેલાડી એવો છે જેણે સદી ફટકારી છે અને એ ખેલાડી છે, સુરેશ રૈના. જી હાં, એ સુરેશ રૈના કે જે સતત પોતાના નબળા પ્રદર્શનના કારણે ટીકાઓનો ભોગ બની રહ્યો છે. પોતાની પ્રતિભા કરતા ઉતરતુ પ્રદર્શન કરવા બદલ તેણે વનડે અને ટેસ્ટ ટીમમાંથી પોતાનું સ્થાન ગુમાવી દીધું છે. ત્યારે 21 માર્ચથી પાકિસ્તાન સામે શરૂ થઇ રહેલા ભારતના અભિયાનમાં આ ખેલાડીના પ્રદર્શન પર પણ વિશેષ નજર રહેશે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ટી20 વિશ્વકપમાં કયા કયા ખેલાડીએ સદી ફટકારી છે.

ક્રિસ ગેલ

ક્રિસ ગેલ

ક્રિસ ગેલે સાઉથ આફ્રિકા સામે 2007માં રમાયેલા વિશ્વકપમાં જ્હોનિસબર્ગમાં 117 રનની ઇનિંગ રમી હતી.

સુરેશ રૈના

સુરેશ રૈના

સુરેશ રૈનાએ 2010માં રમાયેલા વિશ્વકપમાં સાઉથ આફ્રિકા સામે 101 રનની ઇનિંગ રમી હતી.

મહિલા જયવર્દને

મહિલા જયવર્દને

મહિલા જયવર્દનેએ 2010માં ઝિમ્બાવ્વે સામે 100 રનની ઇનિંગ રમી હતી.

બ્રેન્ડન મેક્કુલમ

બ્રેન્ડન મેક્કુલમ

મેક્કુલમે 2012માં બાંગ્લાદેશ સામે 123 રનની ઇનિંગ રમી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X