WPL 2023 : અહીં રમાશે વુમન્સ પ્રિમિયર લિગ, આ ટીમો વચ્ચે રમાશે પહેલો મુકાબલો
WPL 2023 4 માર્ચથી 26 માર્ચ સુધી યોજાશે. આ દરમિયાન મુંબઈના બે મેદાન પર વુમન પ્રિમિયલ લિગનું આયોજન કરાશે. તમામ મુકાબલા બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
આઈપીએલની સફળતા બાદ હવે ભારતમાં વુમન્સ ક્રિકેટને પ્રોત્સાહન આપવા WPL 2023 યોજાવા જઈ રહી છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી ત્યારે હવે WPL 2023 ના પુરા ટાઈમ ટેબલની જાહેરાત કરવામાં આવી છે. હાલ મહિલા પ્રિમિયર લિગ માટે તૈયારી ચાલી રહી છે અને નિલામી પુરી થઈ ગઈ છે.

WPL 2023 4 માર્ચથી 26 માર્ચ સુધી યોજાશે. આ દરમિયાન મુંબઈના બે મેદાન પર વુમન પ્રિમિયલ લિગનું આયોજન કરાશે. તમામ મુકાબલા બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. આ માટે તમામ મેચનું શેડ્યુલ જારી કરાયુ છે.
વુમન્સ પ્રિમિયર લિગનો પહેલો મુકાબલો મુંબઈના મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. વુમન્સ પ્રિમિયર લિગની ફાઈનલ મેચ ફાઈનલ મેચ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ફાઈનલ સહિત કુલ 22 મેચ રમાશે. એલિમિનેટર મેચના આધારે ફાઈનલ ટીમો નક્કી કરાશે.
આ સિવાય 5 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ડબલ હેડરમાં પ્રથમ મેચ રમાશે. આ પછી યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. બંને મેચ અનુક્રમે બ્રેબોર્ન અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે અને બીજી મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
કુલ 22 મેચોમાંથી 11-11 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. લીગ તબક્કાની અંતિમ મેચ યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 21 માર્ચે રમાશે. આ પછી એલિમિનેટર અને ફાઇનલ મેચ રમાશે. ફાઈનલ મેચ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
WPL ની નિલામીમાં ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના સૌથી વધુ કિંમતે વેચાઈ છે. સ્મૃતિને આરસીબીએ 3.40 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ સિવાય ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઈએ 1 કરોડ 80 લાખમાં ખરીદીને કેપ્ટન બનાવી છે.












Click it and Unblock the Notifications
