Year Ender 2024 : આ વર્ષે ભારતીય ક્રિકેટને 5 નવા સિતારા મળ્યા, ઈન્ટરનેશનલ ડેબ્યુ કરીને છવાયા
Year Ender 2024 : વિતી રહેલુ 2024 નું વર્ષ ક્રિકેટની દુનિયા માટે ચર્ચિત વર્ષ રહ્યું છે. આ વર્ષે ભારતીય ક્રિકેટમાં ઘણી ચર્ચિત ઘટનાઓ બની.
આ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર રીતે વર્લ્ડ કપ જીતીને ધમાલ મચાવી તો બીજી તરફ ઘણા ઉભરતા ક્રિકેટરોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી.

આ વર્ષે ભારતીય ટીમને ઘણા સ્ટાર ક્રિકેટરો મળ્યા. આ લિસ્ટમાં સરફરાઝ ખાનની લઈને રિયાન પગાર જેવા નામ સામેલ છે. આ ખેલાડીઓએ પ્રદર્શનથી ક્રિકેટની દુનિયામાં ડંકો વગાડ્યો.
સરફરાઝ ખાન
સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કર્યું. તેણે રાજકોટમાં પદાર્પણ કર્યું અને આવતાની સાથે જ શાનદાર બેટિંગ કરી અને ફિફ્ટી ફટકારી. તેણે ભારત માટે 6 ટેસ્ટ રમી છે.
ધ્રુવ જુરેલ
ધ્રુવ જુરેલને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ કેપ મળી. ધ્રુવ જુરેલે રાજકોટમાં ડેબ્યૂ કર્યું હતું અને 46 રનની ઇનિંગ રમી. આ પછી તેણે ટી-20માં પણ ભારત માટે ડેબ્યૂ કર્યું.
રિયાન પરાગ
રિયાન પરાગે ભારત માટે સફેદ બોલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. તેણે શ્રીલંકા સામે ડેબ્યુ કર્યું અને T20 ક્રિકેટમાં તેનું ડેબ્યુ ઝિમ્બાબ્વે સામે થયુ. તેણે પોતાની બોલિંગથી ક્રિકેટ ફેન્સને પ્રભાવિત કર્યા.
મયંક યાદવ
મયંક યાદવે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટી20 સિરીઝથી ડેબ્યૂ કર્યું અને તેની ગતિથી બેટ્સમેનોને પરેશાન કરવામાં કોઈ કસર ન છોડી. તેના નામે 3 T20 મેચમાં કુલ 4 વિકેટ છે.
હર્ષિત રાણા
હર્ષિત રાણાએ ઓસ્ટ્રેલિયા ટૂર પર ડેબ્યૂ કર્યું. અત્યાર સુધીમાં તે ટેસ્ટ ક્રિકેટમાં બે મેચ રમી ચૂક્યો છે અને 4 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. હર્ષિત રાણાએ પ્રથમ વિદેશ પ્રવાસ બાદ પણ શાનદાર બોલિંગ કરી.












Click it and Unblock the Notifications
