For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્ડરસને હદ પાર કરી હતીઃ કેપ્ટન કૂલ ધોની

|
Google Oneindia Gujarati News

લંડન, 17 જુલાઇઃ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડ ટીમના બોલર જેમ્સ એન્ડરસન વચ્ચે થયેલા ઝઘડાનો વિવાદ વકરી રહ્યો છે. હવે ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની તરફથી ઇંગ્લેન્ડના ઝડપી બોલરની ટીકા કરવામાં આવી છે, ધોનીએ કહ્યું છેકે, પહેલી ટેસ્ટ દરમિયાન હદ પાર કરવામાં આવી હતી.

એન્ડરસ પર આરોપ છેકે તેણે નોટિંગહામ ટેસ્ટ મેચની બીજા દિવસે લંચ સમયે પેવેલિયનની અંદર ડ્રેસિંગ રૂમમા જતી વખતે જાડેજાને ગાળો ભાંડી હતી અને તેને ધક્કો માર્યો હતો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ આજથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ ધોનીએ કહ્યું કે, આવું (જાડેજાને અપશબ્દો કહેવા અને ધક્કો મારવો)અમે નથી કહ્યું. આ સત્યનો સ્વીકાર કરો.

આ પણ વાંચોઃ-
જાડેજા-એન્ડરસન વિવાદઃ ચેપલે આઇસીસીને મુર્ખ ગણાવ્યું
આ પણ વાંચોઃ- ચેપલને દ્રવિડનો જવાબઃ કોહલીનો સમય આવશે, ધોની યોગ્ય વ્યક્તિ
આ પણ વાંચોઃ- ભારત સામે સ્પિન બોલિંગઃ કેર્રિગનને લઇને પૂર્વ ઇંગ્લિશ સુકાની ચિંતિત

તેમણે કહ્યું કે, જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સમાં તમે મને આકરા પ્રશ્નો કરી શકો છો, તેનો જવાબ આપવો કે નહીં તે મારો અધિકાર છે, પરંતુ હું તમને સ્પર્શી શકતો નથી અથવા તો તમે મને સ્પર્શી શકતા નથી. તમે કોઇપણ રીતે તમારી વાત રજૂ કરી શકો છો પરંતુ કેટલીક બાબતોનું પાલન કરવું જરૂરી છે અને તેનું પાલન કરવામાં આવવું જોઇએ.

ધોનીએ કહ્યું કે, આપણે ખેલ ભાવના અને તેની સાથે જોડાયેલી બાબતો અંગે વાતો કરીએ છીએ, તથા દિશાનિર્દેશ પણ છે, જેનું પાલન કરવું જરૂરી હોય છે. અમારી ટીમમાં પણ કેટલાક ખેલાડીઓ પહેલા સીમા રેખાનું ઉલ્લંઘન કરતા હતા. તમે આક્રમક હોઇ શકો છો, તમે બોલાચાલી કરી શકો છો, પરંતુ કેટલાક દિશા નિર્દેશન નક્કી કરવામાં આવ્યા છે અને તેનું પાલન કરવું જોઇએ.

આ ઘટના ઘણી ગંભીર

આ ઘટના ઘણી ગંભીર

એન્ડરસન પર લેવલ ત્રણના આરોપ લાગ્યા છે અને જો આઇસીસી ન્યાયિક સમિતિને તે દોષી જણાશે તો તે બાકી રહેલી ચાર મેચમાંથી ઓછામાં ઓછી બે ટેસ્ટ મેચ નહીં રમી શકે. આઇસીસીએ હજુ સુનાવણીની તારીખ નક્કી કરી નથી, અને પહેલી બે ટેસ્ટ વચ્ચેનો સમય ઓછો હોવાના કારણે એન્ડરસન લોર્ડ્સ ખાતેની મેચમાં રમશે, તે નક્કી છે. ધક્કો મારવાના કારણે આ ઘટના ઘણી ગંભીર છે તે અંગે ધોનીએ કહ્યું કે, નશ્ચિત રીતે અમે એવું માનીએ છીએ.

ધોનીના મતે જાડેજા દોષી જાહેર નહીં થાય

ધોનીના મતે જાડેજા દોષી જાહેર નહીં થાય

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, આ ઘટના માટે જાડેજાને પણ દોષી જાહેર કરવામાં આવવો જોઇએ, ત્યારે ધોનીએ કહ્યું કે હું એવું નથી માનતો. જાડેજાએ એક બાબત સારી કરી કે તેણે પોતાના તરફથી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. આ ઘણુ વધી શકત પરંતુ મને લાગે છેકે તે ઘણી સારી રીતે આ બાબતને નિપટ્યો. આપણે તેનાથી શીખ લેવી જોઇએ અને આગળ વધવું જોઇએ. આખરે આપણે રમી રહ્યાં છીએ અને અનેક લોકો આપણને જુએ છે અને આપણા ઉપર ઘણી જવાબદારી હોય છે.

એન્ડરસનને નથી બનાવ્યો નિશાન

એન્ડરસનને નથી બનાવ્યો નિશાન

ભારતીય સુકાનીએ એ વાતનું ખંડન કર્યું છેકે એન્ડરસનને વિશેષ રીતે નિશાન બનાવવામાં આવ્યો નથી. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ(ઇસીબી) પોતાના ખેલાડીઓને સમર્થન કરી રહ્યાં છે અને લાગી રહ્યું છેકે બાકીની ટેસ્ટ મેચો અને વનડે શ્રેણીમાં બન્ને ટીમો વચ્ચેના સંબંધોમાં ખટાશ જોવા મળશે, પરંતુ ધોનીએ કહ્યું કે, તે આ બાબતને લઇને વધું ચિંતિત નથી. નિશ્ચિત રીતે હું એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશ કે બાકીની શ્રેણી સાચી ભાવના સાથે રમવામાં આવે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે સંપૂર્ણ પણે વિનર્મ બની જાઓ. અમે ઇચ્છીએ છીએ કે ખેલાડી આક્રમક રહે, કેટલીક બાબતો કહે, પરંતુ મહત્વપૂર્ણ એ છેકે, તે સીમાઓનુ ઉંલ્લંઘન ના કરે.

લોર્ડ્સમાં ટીમની પસંદગી અંગે ધોની મૌન

લોર્ડ્સમાં ટીમની પસંદગી અંગે ધોની મૌન

આજે લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ રમાનારી છે, આ અંગે ધોનીએ કહ્યું કે, અમે લોર્ડ્સમાં રમી રહ્યાં છીએ અને આપણે બધા આ મેદાનનું મહત્વ જાણીએ છીએ. ધોનીએ હંમેશાની જેમ આ વખતે પણ ટીમ સમન્વય અંગે જણાવવાનો ઇન્કાર કરી દીધો છે.

English summary
The raging controversy over James Anderson's alleged altercation with Ravindra Jadeja has gained momentum with India captain Mahendra Singh Dhoni hitting out at the English fast bowler, stating that he was the one who crossed the line during the first Test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X