પહેલા ડ્રેસિંગ રૂમમાં બોલાવ્યો અને પછી બે તમાચા ચોડી દીધા યુસુફ પઠાણે...
વડોદરા, 24 ડિસેમ્બર: દિવસોથી બહાર ભારતીય ટીમમાંથી ઘણા પટકાયેલા યુસુફ પઠાણ એક વાર ફરીથી વિવાદોમાં ફંસતા દેખાઇ રહ્યા છે. યુસુફ પઠાણે રણજી મેચ દરમિયાન દર્શક દીર્ઘામાં બેસેલા એક યુવાનની અભદ્ર ટિપ્પણીના કારણે પોતાનો પિત્તો ગુમાવ્યો અને તેને તમાચા ચોડી દીધા.
રણજી સીરિઝમાં જમ્મુ-કાશ્મીર અને વડોદરાની વચ્ચે મેચ ચાલી રહી હતી અને મેચમાં વડોદરાના ઘણા ખેલાડીઓ પર ઓડિયન્સમાં બેસેલ એક યુવાન ઘણા સમયથી ખેલાડીઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરી રહ્યો હતો. ઘણા સમય સુધી તેને સાંભળ્યા બાદ યુસુફ પઠાણે પોતાનો પિત્તો ગુમાવ્યો અને દર્શકને તમાચો જીંકી દીધો.

વડોદરા ક્રિકેટ એસોસિએશનની સેક્રેટરી સ્નેહલ પારિખે જણાવ્યું કે મેચ દરમિયાન એક દર્શક અંબાતી રાયડુ સહિત ઘણા ખેલાડીઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરી રહ્યો હતો, દર્શકના આ વ્યવહારને યુસુફ પઠાણ બિલકૂલ પણ સાખી લેવાના મૂડમાં ન્હોતા. આ ઘટનાની જાણકારી બીસીસીઆઇને આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
