For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવરાજે 'રેપ પીડિતા'ને સમર્પિત કર્યો મેન ઑફ ધ મેચ એવોર્ડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 21 ડિસેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમના મધ્યક્રમી બેસ્ટમેન યુવરાજ સિંહે પોતાનો મેચ ઑફ ધ મેચ દિલ્હીમાં થયેલા ગેંગરેપની પિડીતા છોકરીને આપી દિધો છે અને સાથે તે ઝડપી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના કરી હતી. ગઇકાલે પુણેમાં ભારત અને ઇગ્લેંડ વચ્ચે રમાયેલ પ્રથમ ટી20 મેચમાં ભારતે જીત મેળવી હતી. આ મેચમાં યુવરાજ સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી અને તેમજ 21 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 38 રન બનાવ્યા હતા. જેના માટે યુવરાજ સિંહને મેન ઑફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

yuvraj-singh

યુવરાજ સિંહે આ એવોર્ડને દિલ્હી ગેંગ રેપનો શિકાર બનેલી છોકરીને સમર્પિત કર્યો છે. આ ઉપરાંત યુવરાજ સિંહ અને ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓએ આ ઘટના પ્રત્યે ટ્વિટર પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ ઘટનાએ આખા દેશને આઘાત પહોંચાડ્યો છે. જેથી માતા-પિતાઓ પોતાની પુત્રી માટે ચિંતા અનુભવી રહ્યાં છે. આ ઘટનાના પગલે સામાન્ય પ્રજાએ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન યોજ્યાં અને ગુનેગારોને કડક સજા આપવાની માંગણી કરી છે.

આ રેપકેસના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક વ્યક્તિએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. દેશભરમાં આ ઘટનાથી એટલો આક્રોશ થયો છે કે જેના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે. જેમાં આવા કેસોનું જલદી નિવારણ કરી શકાય અને આરોપીઓને કડક સજા ફટકારી શકાય.

English summary
Indian cricketer Yuvraj Singh dedicated his man of the match award to 'Delhi gang rape victim'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X