For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવીનું ધમાકેદાર કમબેકઃ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય ટીમમાં સ્થાન મેળવવાના પ્રયાસોમાં લાગેલા યુવરાજ સિંહે ઇન્ડિયા ‘એ' તરફથી ધમાકેદાર બેટિંગ કરતા 89 બોલમાં જ 123 રન બનાવી દીધા હતા. આ મેચમાં યુવરાજ સિંહે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો. ઇન્ડિયા ‘એ'એ પહેલી અનધિકૃત વનડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ‘એ¹ને 77 રનથી પરાજય આપ્યો છે.

યુવરાજ સિંહ અને યૂસુફ પઠાણના ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી ભારત એને મેચમાં સરળતાંથી વિજય મળ્યો. યુવરાજે 89 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 123 રનની તોફાની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયા સામેની આગામી મહીને થનારી 7 વનડે મેચોની શ્રેણી માટે પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે.

yuvraj-singh
યૂસુફ પઠાણે પોતાનો ઓલરાઉન્ડર દેખાવ કરતા 32 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 70 રન બનાવ્યા ઉપરાંત 47 રન આપીને 2 વિકેટ લીધી. સુકાની યુવરાજની સદી તથા પઠાણ અને મનદીપ સિંહ(67)ની અડધી સદીની મદદથી ‘ભારત એ'એ આઉટફીલ્ડ ભીની હોવાના કારણે મોડી શરૂ થયેલી મેચમાં પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળતા નિર્ધારિત 42 ઓવરમાં 4 વિકેટ પર 312 રન બનાવ્યા હતા.

કેરેબિયન ટીમ જરા પણ એ લક્ષ્ય સુધી પહોંચી શકે તેવી સ્થિતિમાં નહોતી જણાતી, અને આખરે 39.1 ઓવરમાં 235 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ. વેસ્ટ ઇન્ડિઝ તરફથી નરસિંહ દેવનારાયણ (57) અને એશલે નર્સ(57) જ ભારતના ઝડપી અને સ્પિન મિશ્રિત આક્રમણનો સામનો કરવામાં સફળ રહ્યાં.

ભારત તરફથી ઝડપી બોલર સુમિત નારવાલ અને આર વિનય કુમાર તથા સ્પિનર પઠાણ અને રાહુલ શર્મએ 2-1 વિકેટ લીધી. જયદેવ ઉનડકટને એક વિકેટ મળી. ભારતે આ સાથે જ ત્રણ મેચોની શ્રેીમાં 1-0થી બઢત હાંસલ કરી લીધી છે. આગામી મેચ 17 સપ્ટેમ્બરે બેંગ્લોર ખાતે રમાશે.

English summary
Yuvraj Singh sent a strong message to the national selectors with a brutal 89-ball 123 to set up a 77-run win for India A against West Indies A in the first of the three-match unofficial ODI series at the M. Chinnaswamy Stadium here Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X