યુવરાજ દુલીપ ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી

યુવરાજ સિંહ ફૂલ ફોર્મમાં જોવા મળતો હતો પ્રથમ દિવસની રમત પૂરી થઇ ત્યાં સુધી તે નોટઆઉટ રહ્યો હતો. આ ઇનિંગ દ્રારા યુવરાજે સાબિત કરી દિધું કે તે ટેસ્ટ સિરિઝ માટે તૈયાર છે.
યુવરાજ સિંહે કેન્સરની સારવાર કરાવ્યા બાદ ટી20 વર્લ્ડકપ 2012 માટે પુનરાગમન કર્યું હતુ અને બોલીંગમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ બેટીંગમાં ખાસ પ્રદર્શન જોવા મળ્યું ન હતું. દુલીપ ટ્રોફીમાં ભાગ લેતાં પહેલાં યુવરાજે કહ્યું હતું કે ટેસ્ટ મેચ તેમને થકવી દેશે પરંતુ પોતાના કેરિયર આગળ ધપાવવા માટે તેમને આ આકરો નિર્ણય લેવો પડશે. યુવરાજે ઉત્તર ઝોનના કેપ્ટન શિખર ધવન સાથે મળીને 160 રનની ભાગીદારી કરી હતી અને પોતાની ટીમને પ્રથમ દિવસની રમતમાં 346 રનનો મજબૂત સ્કોર કર્યો હતો.












Click it and Unblock the Notifications
