વોર્મઅપ મેચમાં યુવીની અડધી સદી

જેમ્સ એંડરસનની બોલમાં સ્લિપમાં કેચ આઉટ થતાં રહી ગયેલા યુવરાજ સિંહે પોતાનું ફોર્મ જાળવી રાખતા 59 બોલનો સામનો કરીને 80 રન ફટકાર્યા હતા. તે ગ્રેમ સ્વાનની બોલિંગમાં મેટ પ્રિઓરના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો. તેણે સાત ચોગ્ગા અને ચા છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા.
આ સાથે ઇન્ડિયા-A એ છ વિકેટ ગુમાવીને 224 રન બનાવી લીધા હતા. આ ઉપરાંત ઇન્ડિયા-A તરફથી અભિનવ મુકુંદે 73 રન ફટકાર્યા હતા. બીજી તરફ સુરેશ રૈના માત્ર 20 રન પર આઉટ થયો હતો. યુવરાજ સિંહ ચોથા અને સુરેશ રૈના પાંચમા ક્રમે બેટિંગ કરવા માટે આવ્યા હતા.












Click it and Unblock the Notifications
