વર્લ્ડકપમાં રમી શકે છે યુવરાજ, જાણો કેવી રીતે...
નવી દિલ્હી, 5 જાન્યુઆરી: યુવરાજ સિંહને વર્લ્ડકપ ટીમમાં નહીં સમાવવાના કારણે લાખો ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઇ છે. ઘણા લોકોએ કહી દીધું કે યુવી હવે બેકાર થઇ ગયા છે, જ્યારે ઘણાએ તો એમ કહ્યું કે યુવી પર હજી આશા અમર છે.
રણજીમાં તાબડતોબ બેટિંગ કરનાર યુવરાજ સિંહને વિશ્વકપ 2015માં રમવાની તક મળી શકે છે. સમાચાર આવી રહ્યા છે કે ટીમ ઇન્ડિયાના ચાર ખેલાડી રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમાર ફિટનેસની સમસ્યાથી પીડાઇ રહ્યા છે, એવામાં ઇજાગ્રસ્ત ખેલાડીઓનો સીધો ફાયદો યુવરાજને મળી શકે છે.

રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમાર
આપને જણાવી દઇએ કે રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમારનું ફિટનેસ શંકાસ્પદ છે. તેમને 7 ફેબ્રુઆરીના રોજ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે. હાલમાં યુવરાજ સિંહે જણાવ્યું હતું કે તેમને આશા હતી કે તેમને વર્લ્ડકપ માટે ટીમમાં ચોક્કસ સ્થાન મળશે. જોકે એવું થયું નહીં એટલા માટે તેઓ નિરાશ છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે આમા યુવરાજનું નસીબ જોર કરે છે કે નહીં.












Click it and Unblock the Notifications
