For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કપિલ શર્માની ખાસ એક્ટ સાથે યુવી કરશે સચિનની ટી-શર્ટની હરાજી

|
Google Oneindia Gujarati News

ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહ 14 જુલાઇના રોજ લંડન ખાતે એક ચેરેટી ઑક્શન યોજવાનો છે, આ હરાજીમાંથી જે રકમ મળશે તેનો ઉપયોગ કેન્સર પીડીત દર્દીઓની સારવાર માટે ખર્ચ કરવામાં આવશે. નોંધનીય છેકે, યુવરાજ સિંહ કેન્સર જેવી ગંભીર બિમારીને માત આપીને વિશ્વભરના કેન્સર પીડીતોને એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ હરાજી લંડનના હિલ્ટન, પાર્ક લેન ખાતે યોજાશે. જેમાં વિરાટ કોહલી, સચિન તેંડુલકર, કેવિન પીટરસન, રાહુલ દ્વવિડ અને સૌરવ ગાંગુલી હાજરી આપવાના છે. આ હરાજી દરમિયાન ભારતીય કોમેડિયન કપિલ શર્મા પોતાની ખાસ એક્ટ રજૂ કરવાનો છે.

yuvraj-singh-cancer
આ હરાજીમાં જે વસ્તુઓની હરાજી થશે, તેમાં સચિનની 200મી ટેસ્ટ મેચની ટી-શર્ટ, 2011ના વિશ્વકપ દરમિયાન જીતેલું મેડલ, તેમજ આ સાથે જ યુવરાજ સિંહ સાથે ડીનર કરવાની અને પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાની તક પણ મળશે. આ હરાજીમાંથી જે રકમ મળશે તેનો ઉપયોગ યુવરાજના કેન્સર ચેરિટી ‘YOUWECAN'માં જશે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરના કેન્સર પીડીતો પાછળ ખર્ચ કરવામાં આવશે.

પોતાની આ યોજના અંગે વાત કરતા યુવરાજે કહ્યું કે, હું હંમેશા એ માનું છું કે લડાઇ ગમે તેટલી પડકારજનક હોય પરંતુ તે ત્યાં સુધી મહત્વ નથી ધરાવતી જ્યા સુધી તમે એ પડકાર સામે લડી શકશો અને જીતી શકશો એ વાતની મનમાં ગાંઠ ન બાંધી લો. આ ત્યારે શક્ય બન્યુ જ્યારે હું કેન્સર સામે લડી રહ્યો હતો, ત્યારે મારા પરિવાર, ચાહકો અને મારા મિત્રો દ્વારા મને પ્રેમ અને સમર્થન મળ્યું. ‘YOUWECAN' થકી હું એ તમામ લોકો સુધી પહોંચવા માગુ છું જે લોકો કેન્સરથી પીડાઇ છે અને જેમને તેની સામે લડવા માટે પુરતો સપોર્ટ મળતો નથી. મને આશા છેકે આ હરાજી થકી અમે કેન્સરને નાબૂદ કરવામાં તેના પ્રત્યે જાગૃતિ લાવવામાં અને તેને ઝડપથી પકડવામાં સફળ થઇશું.

English summary
India batsman Yuvraj Singh will hold a charity auction in London on July 14 to raise money for cancer patients.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X