ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માંગે છે ઝહીર ખાન

આઇપીએલની વેબસાઇટે ઝહીર ખાનના હવાલેથી કહ્યું છે કે આઇપીએલ બાદ પોતાની ફિટનેસ અને ફોર્મ પર ગંભીરતાથી કામ કરતાં ભારતીય ટીમમાં બીજીવાર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. હાલમાં આ જ મારા દિમાગમાં છે. હું મજબૂત ફિટ અને બધા વિભાગોમાં યોગ્ય બનવા માટે આઇપીએલ પછીના સમયનો ઉપયોગ કરવા માંગું છું.
આઇપીએલ-6માં પોતાની બીજી મેચ રમતાં ઝહીર ખાને કાલે ચેન્નઇ સુપરકિંગ્સ વિરૂદ્ધ બે ઓવરમાં ચાર વિકેટ ઝડપી પાડી આરસીબી પ્લે ઓફમાં જગ્યા બનાવવાની આશા જીવંત રાખી છે. ઝહીર ખાને કહ્યું હતું કે હું મેદાન પર પુનરાગમન કરવા માટે ઉત્સુક છું પરંતુ હું જ્યારે પણ ઇજાગ્રસ્ત થયો છું ત્યારે પુનરાગમન માટે ઉતાવળ કરી નથી. આ વખતે પણ હું કેટલીક મેચો પહેલાં રમી શકતો હતો પરંતુ હંમેશા ઉતાવળમાં પુનરાગમન કરવા છતાં એક મેચમાં મોડું રમવું સારું. ટ્રેનર, ફિજિયો અને મારા વચ્ચે આ ધારણા હતી.












Click it and Unblock the Notifications
