For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝહીર માટે ખુલ્યા ટેસ્ટના દ્વારઃ ટીમ ઇન્ડિયામાં પુનરાગમન

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 25 નવેમ્બરઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત આજે ભારતીય ક્રિકેટ બોર્ડની પંસદગી સમિતિ દ્વારા કરવામાં આવી છે. જેમાં ભારતીય ટીમના અનુભવી બોલર ઝહીર ખાનને સ્થાન આપવામાં આવ્યું છે. સોમવારે જાહેર કરવામાં આવેલી 17 સભ્યોની ટીમમાં એકમત્ર નવા ચહેરા તરીકે અંબાતી રાયડૂનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દિલ્હી માટે હરિયાણા વિરુદ્ધ શાનદાર સદી લગાવી હોવા છતાં પણ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને ટીમમાં સ્થાન મળ્યું નથી. ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પાંચ ડિસેમ્બરથી શરૂ થવાનો છે. બન્ને ટીમો આ દિવસે જ્હોનિસબર્ગમાં પહેલી વનડે મેચ રમશે. બીજી મેચ આઠ ડિસેમ્બરે અને ત્રીજી મેટ 11 ડિસેમ્બરે રમાશે.

zaheer-khan
બે મેચોની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી જ્હોનિસબર્ગમાં રમાશે જ્યારે બીજી મેચ ડરબનમાં 26થી 30 ડિસેમ્બર વચ્ચે રમાશે.

પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી ટેસ્ટ ટીમ આ પ્રકારે છે.

ટેસ્ટ ટીમઃ મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, મહેન્દ્ર સિંહ ધોની(સુકાની), રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મોહમ્મદ સમી, ઝહીર ખાન, અંબાતી રાયડૂ, વૃદ્ધિમાન સાહા(વિકેટ કીપર), ઇશાંત શર્મા, પ્રજ્ઞાન ઓઝા અને રવિન્દ્ર જાડેજા.

વનડે ટીમ આ પ્રકારે છે.

વનડે ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની(સુકાની), શિખર ધવન, સુરેશ રૈના, વિરાટ કોહલી, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, યુવરાજ સિંહ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સમી, અંબાતી રાયડૂ, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, મોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અમિત મિશ્રા.

English summary
Left arm paceman Zaheer Khan was on Monday recalled to the Indian Test team for next month's South Africa tour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X