For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગપુર ટેસ્ટ માટે ટીમ જાહેર, રવિન્દ્ર જાડેજાનો સમાવેશ

|
Google Oneindia Gujarati News

ravindra jadeja
મુંબઇ, 9 ડિસેમ્બરઃ મુંબઇ અને કોલકતા ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીની ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડ સામે મળેલા કારમા પરાજય બાદ લાગે છે કે બીસીસીઆઇએ આકરું વલણ અપનાવ્યું છે, જેને કારણે સતત બન્ને ટેસ્ટમાં નિષ્ફળ નિવડેલા ઝહીર ખાન, યુવરાજ સિંહ અને હરભજન સિંહને નાગપુર ખાતેની ટેસ્ટ માટે પડતા મુકવામાં આવ્યા છે. તેમના સ્થાને ગુજરાતના રવિન્દ્ર જાડેજા સહિત ત્રણ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રવિવારે મળેલી બીસીસીઆઇ પસદંગી સમિતિની બેઠકમા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાગપુર ખાતે આગામી 13 ડિસેમ્બરે શ્રેણીની ચોથી ટેસ્ટ રમાવાની છે. જેમાં રવિન્દ્ર જાડેજા ઉપરાંત રવિન્દર અવાના અને પિયુષ ચાવલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, સચિન અને ધોની પ્રત્યે જે કુણુ વલણ બીસીસીઆઇ દ્વારા રાખવામાં આવ્યું છે તે શંકા ઉપજાવે તેવું છે.

ટીમમાં બે ગુજરાતીઓ

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાનો નાગપુર ટેસ્ટમાં સમાવેશ કરતાની સાથે જ ટીમમા બે સૌરાષ્ટ્રવાસી થઇ ગયા છે. આ પહેલા દ્રવિડનું સ્થાન લેવા માટે યોગ્ય ગણાતા ચેતેશ્વર પૂજારાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે અમદાવાદ અને મુંબઇ ખાતેની ટેસ્ટ મેચમાં પોતાની જાતને પૂરવાર કરવામાં સફળ રહ્યો હતો પરંતુ કોલકતામાં તેના બેટમાંથી રનનો વરસાદ થયો ન હતો. જ્યારે તાજેતરમાં પ્રથમકક્ષાના ક્રિકેટમાં રેકોર્ડ પ્રસ્થાપિત કરનાર જામનગરમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશા છેકે તે પણ પૂજારાની માફક પોતાને મળેલી તકનો લાભ ઉઠાવી પોતાની જાતને પૂરવાર કરશે.

નાગપુર ખાતેની ટેસ્ટ માટેની ટીમઃ ધોની, ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, ચેતેશ્વર પૂજારા, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, આર અશ્વિન, પિયુષ ચાવલા, પરવિન્દર અવાના, અશોક ડિંડા, અજિંક્યા રહાણે, મુરલી વિજય.

English summary
The selectors on Sunday have chosen uncapped Ravindra Jadeja and Parvinder Awana while Piyush Chawla makes a comeback. The fourth Test starts from December 13.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X