For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો ન્યૂયોર્ક સિટી જાવ તો આટલું જોવાનું ના ચૂકતા

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે અમેરિકાનું ન્યૂયોર્ક સિટી આખી દુનિયામાં સૌથી જાણીતું અને લોકોને તુરંત આકર્ષિત કરે તેવું શહેર છે. અને એમાં પણ હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક સિટીની મુલાકાત લેવા જઇ રહ્યા છે ત્યારે આખી દુનિયાની નજર ન્યૂયોર્ક સિટી પર ટકેલી છે.

આવો આપણે પણ ન્યૂયોર્ક સિટીના પ્રવાસે જઇએ અને જોઇએ કે અહીં ફરવા લાયક કયા કયા સ્થળો છે. આમતો ન્યૂયોર્ક સિટીમાં અઢળક ફરવાલાયક સ્થળો છે, પરંતુ અહીં અમે આપના માટે ન્યૂયોર્ક સિટીના ટોપ 10 પ્રવાસન સ્થળો લઇને આવ્યા છીએ. જો આપ હાલમાં ન્યૂયોર્ક સિટીમાં હોવ તો આ સ્થળોની મુલાકાત ચોક્કસ લો. અને જો તમે ભવિષ્યમાં ક્યારેક અહીં જવાનું વિચારી રહ્યા હોવ તો આ સૂચિ ચોક્કસ લખી રાખજો, પ્રવાસ દરમિયાન આપને ખૂબ જ કામ લાગશે.

ન્યૂયોર્ક સિટીનો પ્રવાસ કરીએ તસવીરોમાં...

અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હીસ્ટરી

અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હીસ્ટરી

ન્યૂયોર્ક સિટીનું સૌથી પહેલું આકર્ષણ છે અમેરિકન મ્યુઝિયમ, જેનું નિર્માણ 1869માં કરવામાં આવ્યું હતું. ત્યારથી લઇને અત્યાર સુધી આ મ્યુઝિયમ સૌને ઇતિહાસથી અવિરત માહિતગાર કરતું આવ્યું છે. અહીં ડાયનાસોરના અવશેષો પણ છે. આ મ્યુઝિયમની ખાસ વાત એ છે કે અહીં હંમેશા કંઇકને કંઇક નવું ચોક્કસ જોવા મળે છે.

સેંટ્રલ પાર્ક

સેંટ્રલ પાર્ક

ત્યારબાદના ક્રમે આવે છે ન્યૂયોર્કનું સેંટ્રલ પાર્ક. આ પાર્ક નહીં પરંતુ સિટીમાં આવેલું મોટું જંગલ જ છે. અહીં આપ જંગલ જેવો આનંદ માણી શકો છો. બોટિંગ કરી શકો છો. 150 વર્ષ જૂના આ પાર્કમાં આવીને તમે જ નક્કી કરો કે આ કેમ આટલું મહત્વ છે.

એલિસ આઇસલેંડ ઇમિગ્રેશન મ્યુઝિયમ

એલિસ આઇસલેંડ ઇમિગ્રેશન મ્યુઝિયમ

આ મ્યુઝિયમ અહીં આવનાર મુલાકાતીઓને ઇમિગ્રેશન દરમિયાન કેવી મુશ્કેલીઓ પડે છે તેનાથી રૂબરૂ કરાવે છે. અહીં તેમને એલિસ આઇસલેંડથી પસાર થઇને જનારા દેશાગમનીઓને કેવી તકલીફ પડી હતી તેની પરની ફિલ્મ બતાવી, વોકીંગ ટૂર કરાવી મુલાકાતીઓને તેનો અનુભવ કરાવવામાં આવે છે. લોકો અહીં ઇતિહાસથી કંઇક શીખીને જાય છે.

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ

જો આપ ન્યૂયોર્ક સિટીને સૌથી ટોચ પરથી જોવાની ઇચ્છા ધરાવતા હોવ તો આપ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર જરૂર જાવ. અહીંથી આપ આખા ન્યૂયોર્કને મન ભરીને જોઇ શકશો. એડવાંસ ટિકિટ બુક કરાવીને ટાઇમ વેસ્ટ કરવાથી બચજો.

ગ્રાંડ સેંટ્રલ ટર્મીનલ

ગ્રાંડ સેંટ્રલ ટર્મીનલ

ગ્રાંડ સેંટ્રલ 1913થી ઓપન છે. અહીં આપને ટ્રાંપોર્ટેશન હબ, દુકાનો અને ખાણીપીણી માટે રેસ્ટોરંટ મળી જશે. પરંતુ ખાસ વાત એ છે કે અહીં આપને આર્ટ આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ મળી જશે.

મેટ્રોપોલીટન મ્યુઝિયમ ઓફ આર્ટ

મેટ્રોપોલીટન મ્યુઝિયમ ઓફ આર્ટ

આખી દુનિયામાંથી ઐતિહાસિક 20 લાખથી પણ વધારે આર્ટના નમૂના આપને અહી આ મ્યુઝિયમમાં જોવા મળી જશે. એકથી ચડીયાતા એક આર્ટના નમૂના જોઇને આપ દંગ જ રહી જશો.

મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ

મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ

મોર્ડન આર્ટના સંગ્રહ અને પ્રદર્શન માટે 1929માં આ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. આ પહેલું મ્યુઝિયમ છે જે કંટેંપરરી આર્ટને સમર્પિત કરવામાં આવ્યું છે. અહીં આપને મોર્ડન આર્ટ, પેઇટિંગ, શિલ્પકળા, આર્કિટેક્ચર વગેરે ભરપૂર માત્રામાં જોવા મળી જશે.

રોકેફેલર સેંટર

રોકેફેલર સેંટર

રોકેફેલર સેંટર પ્રવાસીઓ માટે વર્ષના કોઇપણ દિવસે આવવા માટે બેસ્ટ છે.
જે મીડટાઉન મેનહેટન, રોક સેંટરમાં આવેલું છે, જે પોતાના ક્રિસમસ ટ્રી અને આઇસ સ્કેટિંગ રીંક માટે જાણીતું છે. પરંતુ આપ અહીં ટોપ પરથી સુંદર નજારો જોઇ શકો છો. આ ઉપરાંત અહીં શોપિંગ પણ કરી શકો છો.

સ્ટેટન આઇસલેંડ ફેરી

સ્ટેટન આઇસલેંડ ફેરી

સ્ટેટન આઇસલેંડ ફેરી એ લોઅર મનહાટનથી સ્ટેટન આઇસલેન્ડ સુધી ફ્રીમાં લઇ જાય છે, જ્યા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મજા માણી શકે.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી

ફ્રેંચ ક્રાંતિ દરમિયાન મિત્રતા તરીકે અમેરિકાને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ભેટમાં મળેલું હતું. ત્યાર બાદ આ સ્ટેચ્યુને અમેરિકાના આઝાદીના પ્રતીક સમાન ગણાવવામાં આવ્યું અને દરેશ ઇમિગ્રંટ્સને દેશમાં આવવા દેવાની છૂટ આપવામાં આવી.

English summary
Must see, 10 most popular New York City's tourist attractions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X