For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાયમ માટે મંગળમાં વસી જશે 44 ભારતીય

|
Google Oneindia Gujarati News

લંડન, 9 મેઃ મંગળ ગ્રહની આ યાત્રાને તમે રોચક પણ કહી શકો છો અને અત્યાર સુધીની સૌથી જોખમવાળી પણ. કારણ કે, એક તરફ જ્યાં આ યાત્રા પૃથ્વીવાસીઓને પહેલીવાર મંગળ ગ્રહની ધરતી પર પહોંચવાની તક આપશે, તો બીજી તરફ ત્યાં પહોંચનારા ફરીથી પૃથ્વી પર પરત નહીં ફરી શકે, પરંતુ ત્યાં જ રહી જશે.

mars-planet
જીહાં, નેધરલેન્ડ્સના એક નોન પ્રોફિટ સંગઠન ‘માર્સ વન'એ 2024માં મંગળ ગ્રહની વન વે યાત્રાની યોજના બનાવી છે, આ યોજના માટે 705 ઉમેદવારોમાં 44 ભારતીયોની પસંદગી કરી છે. જેમાં 17 મહિલાઓ પણ સામેલ છે. અંતરિક્ષ યાત્રા માટે પંસદગી પામેલા ઉમેદવારોએ હવે માર્સ વનની એક પસંદગી સમિતિ સમક્ષ ઇન્ટરવ્યૂ આપવું પડશે. સંગઠનની યોજના 2024થી મંગળ ગ્રહ પર એક વસ્તી વસાવવાની છે.

માર્સ વનના મુખ્ય ચિકિત્સાધિકારી નોબર્ટ ક્રાફ્ટે એક નિવેદન જારી કરીને કહ્યું છેકે, ઉમેદવારોની પસંદગીનો બીજો તબક્કો શરૂ કરવા માટે અમે ઘણા જ ઉત્સાહિત છીએ. આ તબક્કામાં અમે આ સાહસિક યાત્રા માટે તૈયાર થયેલા ઉમેદવારોને સારી રીતે સમજાવવાનો પ્રયાસ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે, ઉમેદવારોએ પોતાના જ્ઞાન, બુદ્ધિમતા, અનુકુલન ક્ષમતા અને વ્યક્તિત્વનું પરીક્ષણ આપવું પડશે.

માર્સની યોજના 2024માં મંગળ ગ્રહ પર ચાર ઉપનિવેશ ઉતારવાની છે. મંગળ પર વસનારી આ વસ્તી માટે વિશ્વભરમાંથી બે લાખ લોકોએ આવેદન આપ્યું હતું. માર્સ વનના ચરણ માટે વિશ્વભરમાંથી 418 પુરુષો અને 287 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં 313 વ્યક્તિ અમેરિકાથી, 187 યુરોપ, 136 એશિયા, 41 આફ્રિકાથી અને 28 ઓસીનિયાથી છે.

English summary
Forty-four Indians, including 17 women, are among 705 aspirants shortlisted for an ambitious private mission to send four people on a planned one-way trip to Mars in 2024 to colonise the red planet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X