For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર અને પશ્ચિમના બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન

By Super
|
Google Oneindia Gujarati News

ભારત એ શબ્દ છે જેની કલ્પના માત્રથી જ વ્યક્તિ તેની નૈસર્ગિક સુંદરતામાં ખોવાઇ જાય છે. જેવા તમે આ શબ્દ અંગે વિચારશો કે તુરત તમારી આખો સમક્ષ અનેક દૃશ્ય અને સંસ્કૃતિ તમારી સામે આવી જશે. ભારત અને વિવિધતા અને વિચિત્રતાઓનો દેશ છે. કદાચ ભારત તેથી જ વિવિધતાઓથી ભરેલો દેશ કહેવામાં આવે છે, કારણ કે અહી જેવી કળા, સંસ્કૃતિ અને ભોજન તમને અન્ય કોઇ દેશમાં મળવા અત્યંત મુશ્કેલ છે.

આગરા અને મધ્ય પ્રદેશની અલગ અલગ હેરિટેજ સાઇટ હોય કે પછી ગોવા, આંદમાન અને લક્ષ્યદીપના શાંત બીચ, અંજતા ઇલોરાની ગુફઓ અથવા તો દહેરાદૂન અને લેહના પર્વતો ભારતમાં એવું ઘણું બધુ છે, જે તમને દિવાના કરી મુકે છે. ભારતમાં જ્યાં એક તરફ કાશ્મીરની ઠંડી છે તો બીજી તરફ ચેરાપુંજીમાં થતો સર્વાધિક વરસાદ છે.

અહી તમને થારના પણ દર્શન થશે, જી હાં, એ થાર જેનો સમાવેશ વિશ્વના સૌથી સુખા ક્ષેત્રોમાં થાય છે. આ ઉપરાંત ભારતમાં લગભગ અડધાથી વધુ ભાગમાં સુંદર બીચો અને શાંત નીલા સમુદ્રની ધારાઓ છે. જો તમે ભારતના ઉત્તરીય ભાગ પર નજર ફેરવો તો તમને જોવા મળશે કે ભારતનો આ ભાગ સફેદ સંગેમરરના બરફથી ઢંકાયેલા પર્વતોથી ઘેરાયેલો છે.

ભારતાં, કાશ્મીરથી લઇને કન્યાકુમારી અને રાજસ્થાનથી લઇને આસામ અને અરૂણાચલ પ્રદેશની યાત્રા પર તમને એવું ઘણું બધું મળશે જેને તમે ક્યારેય ભૂલાવી શકો નહીં. તો ચાલો તસવીરો થકી નિહાળીએ સુંદર ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગને.

અંજતાની ગુફાઓ

અંજતાની ગુફાઓ

અજંતાની ગુફાઓ, મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં સ્થિત છે. અંજતા અને ઇરોલાની ગુફાઓમાં વધારે અંતર નથી, બન્ને જ ગુફાઓ મહત્વપૂર્ણ ઐતિહાસિક કેન્દ્ર છે. અંજતાની ગુફાઓ લગભગ 200 વર્ષ ઇસ પૂર્વની છે. આ ગુફાઓમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના ચિત્ર, મૂર્તિ અને અન્ય કલાકૃતિ લાગેલી છે. અંજતાની ગુફાઓને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળનો દરરજો આપવામાં આવ્યો છે.

આગરા

આગરા

દેશના પાટનગર દિલ્હીથી 200 કિ.મીના અંતરે ઉત્તર પ્રદેશનુ શહેર આગરા તાજ મહેલ માટે જાણીતું છે. અહી તાજ મહેલ ઉપરાંત આગરાનો કિલ્લો અને ફતેહપુર સિકરી પણ યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યા છે. આગરાનો ઇતિહાસ 11મી સદીને મળતો આવે છે.

ભીમબેટકા

ભીમબેટકા

મહાભારતનું એક પૌરાણિક ચરિત્ર ભીમના નામ પર આધારિત ભીમબેટકા ભારતની પ્રાચીન ગુફાઓમાનુ એક છે. આ યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. ભીમબેટકા ગુફાઓ અને ચટ્ટાણોથી બનેલા આશ્રય સ્થળ મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં સ્થિત છે. તે ચારેકોર વિંધ્ય પર્વત શ્રેણીથી ઘેરાયેલું છે.

કૉર્બેટ નેશનલ પાર્ક

કૉર્બેટ નેશનલ પાર્ક

કૉર્બેટ નેશનલ પાર્ક વન્ય જીવ પ્રેમીઓ માટે એક સ્વર્ગ છે, જે પ્રકૃતિની શાંત ગોદમાં આરામ કરવા માગે છે. પહેલા આ પાર્ક રામગંગા રાષ્ટ્રીય ઉદ્યાનના નામથી જાણીતું હતું, પરંતુ વર્ષ 1957માં તેનું નામ કૉર્બેટ નેશનલ પાર્ક રાખવામાં આવ્યું.

દેહરાદૂન

દેહરાદૂન

દૂન વેલીના રૂપમાં જાણીતુ, દેહરાદૂન, ઉત્તરાખંડ રાજ્યની રાજધાની છે. ગંતવ્ય સમુદ્ર સ્તરથી 2100 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે અને શિવાલિક પર્વતમાળાની તળેટીમાં સ્થિત છે. દેહરાદૂનના પૂર્વમાં ગંગા નદી વહે છે, જ્યારે યમુના નદી પશ્ચિમમાં વહે છે.

એલિફેંટા

એલિફેંટા

પ્રસિદ્ધ એલિફેંટા ગુફાઓ, હવે યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવી છે. આ ગુફાઓ એલિફેંટા મહાદ્વીપમાં સ્થિત છે. કહેવામાં આવે છે કે, આ સ્થળનું નામકરણ પોર્ટુગિઝો કર્યું હતું. આમ કરવા પાછળનુ કારણ એ જણાવવામાં આવે છે કે, પોર્ટુગિઝ પહેલીવાર જ્યારે અહી આવ્યા હતા ત્યારે તેમણે અહી હાથીની એક ભીમકાય મૂર્તિ મળી હતી. આ દ્વીપ, ફ્રંટ ખાડીમાં મુંબઇ શહેરના તટ પર સ્થિત છે.

ઇલોરા

ઇલોરા

મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાથી 30 કિ.મી દૂર એક પુરાતાત્વિક સ્થળ છે, જેને ઇલોરાની ગુફાઓ કહેવામાં આવે છે. આ વિશ્વ વિરાસત સ્થળમાં સૂચીબદ્ધ છે. માનવામાં આવે છે કે, આ ગુફાઓ રાશત્રાકુટા રાજવંશમાં બનાવવામાં આવી હતી. આ ગુફાઓમાં 3 ભાગ છે, જેમાં 34 ગુફાઓ બનેલી છે. ત્રણેય ભાગ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ માટે છે.

ફતેહપુર સિકરી

ફતેહપુર સિકરી

1571 અને 1583 વચ્ચે મોગલ સમ્રાટ અકબર દ્વારા 16મી સદી દરમિયાન નિર્મિત યુનેસ્કોનું વિશ્વ વિરાસત સ્થળ, ઉત્તર પ્રદેશમા આગરા પાસે આવેલુ ફતેહપુર સિકરી મોગલ સંસ્કૃતિનું પ્રતિક છે.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ગીરનાર જંગલ નજીક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન આરક્ષિત વન છે અને એશિયન સિંહોનું એકમાત્ર ઘર છે. આ સ્થળ એશિયાના સૌથી મહત્વપૂર્ણ આરક્ષિત વનોમાનું એક છે.

હરિદ્વાર

હરિદ્વાર

હરિદ્વારનો શાબ્દિક અર્થ છે, ભગવાન સુધી પહોંચવાનો માર્ગ. ઉત્તરાખંડ રાજ્યના પર્વતો વચ્ચે સ્થિત, આ એક પ્રમુખ તીર્થ સ્તળ છે. આ પવિત્ર શહેર ભારતના સાત પવિત્ર શહેરો અર્થાત સપ્તપૂરીમાનું એક છે.

જયપુર

જયપુર

જયપુર, ભારતના પૌરાણિક શહેરોમાનું એક છે, જેને પિંક સિટીના નામથી ઓળખવામાં આવે છે. રાજસ્થાન રાજ્યની રાજધાની કહેવાતું જયપુર શહેર એક અર્ધ રેગિસ્તાન ક્ષેત્રમાં સ્થિત છે.

ખજુરાહો

ખજુરાહો

ખજુરાહો, મધ્ય પ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રમાં સ્થિત એક સુરમ્ય સ્થળ છે, જે વિંધ્ય પર્વત શ્રેણીની પૃષ્ઠભૂમિમાં સ્થિત છે. ખજુરાહોનું નામ વિશ્વના નકશા પર વિશ્વ ધરહોરના રૂપમાં છે, અહીના પ્રસિદ્ધ ખજુરાહો મંદિર જ આ ગામની શાન છે.

લેહ

લેહ

લેહ શહેર ઇંડ્સ નદીના કિનારે કરાકોરમ અને હિમાલયની શ્રેણીઓ વચ્ચે છે. આ સ્થળની પ્રાકૃતિક સુંદરતા દેશભરના પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષિત કરે છે.

મુંબઇ

મુંબઇ

મુંબઇ સપનાઓનું શહેર છે, જે પોતાના ફેશન, આકર્ષક જીવનશૈલી, બૉલીવુડ અને અમુક પ્રસિદ્ધ સિને કલાકારોના ઘર માટે જાણીતું છે. આ ઉપરાંત મુંબઇમાં જોવાલાયક અન્ય ઘણું બધું છે.

માઉન્ટેન રેલવે, હિમાચલ

માઉન્ટેન રેલવે, હિમાચલ

જો તમે હિમાચલમાં છો તો અહીની ટૉય ટ્રેનોની યાત્રા કરવાનું ના ભૂલો. હિમાચલમાં આ ટૉય ટ્રેનને અંદાજે 100 વર્ષની આસપાસ સમય થઇ ગયો છે અને તમે તેમા બેસીને હિમાચલના સુંદર નજારાઓને નીહાળી શકો છો.

મનાલી

મનાલી

મનાલી, હિમાચલ પ્રદેશ રાજ્યમાં સમુદ્ર સ્તરથી 1950 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ સ્થળ પ્રવાસીઓની પહેલી પસંદ છે અને એવુ હિલ સ્ટેશન છે જ્યાં પ્રવાસી સૌથી વધું આવે છે.

નંદા દેવી અને વેલી ઓફ ફ્લાવર

નંદા દેવી અને વેલી ઓફ ફ્લાવર

નંદા દેવી રાષ્ટ્રીય પાર્ક એક લોકપ્રીય પ્રવાસન સ્થળ છે, જે જોશીમઠથી લગભગ 24 કિ.મીના અંતરે સ્થિત છે. નંદા દેવી પર્વત દેશની બીજી સૌથી ઉંચી પર્વત શ્રેણી છે. અહી જાઓ તો તમે વેલી ઓફ ફ્લાવરની યાત્રા અવશ્ય કરો.

પૂણે

પૂણે

જો તમે ભારતની સંસ્કૃતિ પરંપરા, પૌદ્યોગિકી, ઇતિહાસને એકસાથે જોવા માગો છો તો પૂણે આવો. મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી મોટુ શહેર પૂણે દરેક સુવિધાઓથી ભરેલું છે. આ શહેરને સદાચારનું શહેર પણ કહેવામાં આવે છે.

કચ્છનું રણ

કચ્છનું રણ

ગુજરાતના કચ્છ જિલ્લાના થાર મરુસ્થળમાં સ્થિત કચ્છનું દીર્ઘ રણ એક મોસમી દલદલ છે. આ વિશ્વનું સૌથી મોટ લવણીય મરુસ્થળ છે. આ રણ 7505 વર્ગ કિ.મી ક્ષેત્રમાં ફેલાયેલું છે અને આ કચ્છના નાના રણ કરતા થોડું મોટું છે.

સાઁચી સ્તૂપ

સાઁચી સ્તૂપ

સાઁચી સ્તૂપ એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે, જે ભોપાલ શહેરથી લગભગ 46 કિ.મી દૂર મધ્ય પ્રદેશના સાઁચી ગામમાં સ્થિત છે. અહી ત્રણ સ્તૂપ છે અને તે દેશના સર્વાધિત સંરક્ષિત સ્તૂપોમાના એક છે.

વારાણસી

વારાણસી

વારાણસીને બનારસ અને કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શહેર, વિશ્વનું સૌથી પ્રાચીન અને નિરંતર આગળ વધતું શહેર છે. આ શહેરને ભગવાન શિવની નગરી પણ કહેવામાં આવે છે.

English summary
We brings you the best tourist places in Northern and Western India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X