• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આવો જોઇએ ભારતભરમાં આવેલી પ્રખ્યાત આલીશાન મસ્જિદો..

|

સામાન્ય રીતે પ્રવાસીઓ માટે ભારતમાં કોઇપણ પ્રકારની કોઇ કમી નથી, પછી ભલેને લે હિલ સ્ટેશન હોય કે ઐતિહાસિક ઇમારતો. સદીઓ જૂની આ ઐતિહાસિક ઇમારતોનું સુંદર નક્કાશીકામ ભારતના ઐતિહાસિક ભૂતકાળની એક સોનેરી તસવીર દર્શાવે છે.

એવામાં અમે અમારા આ લેખમાં આજે લઇને આવ્યા છીએ દેશભરમાં આવેલી વિખ્યાત, ઐતિહાસિક અને આલીશાન મસ્જિદો જેની પાછળ છૂપાયેલી છે રસપ્રદ વાર્તા. ભારત એક એવો દેશ છે જ્યાં દરેક ધર્મોના લોકો સ્વતંત્રતા પૂર્વક પોતાના ધર્મનું પાલન કરે છે. એટલા માટે ભારતને વિવિધતાથી ભરેલ દેશ પણ કહેવામાં આવે છે, અત્રે ઘણા પ્રકારની બોલીઓ બોલાય છે, સાથે જ દરેક ધર્મનું સન્માન પણ કરવામાં આવે છે. આવું લગભગ જ બીજા કોઇ દેશમાં બનતું હશે.

તો પછી આ વેકેશેનમાં ચાલો કરીએ આ આલીશાન મસ્જિદોની યાત્રા...

ચેરમન જુમા મસ્જિદ, કોડુન્ગલ્લુર

ચેરમન જુમા મસ્જિદ, કોડુન્ગલ્લુર

ચેરમન જુમા મસ્જિદ કોડુન્ગલ્લુરના સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંથી એક છે. આ મસ્જિદનું નિર્માણ માલિક બિન દીનારે ઇ.સ 629માં કરાવ્યું હતું અને તેને ભારતની પ્રાચીન મસ્જીદોમાંની એક માનવામાં આવે છે. આ વિશ્વની બીજી સૌથી મોટી મસ્જીદ છે. આ મસ્જિદ પૂરના કારણે તબાહ થઇ ગઇ હતી, હાલમાં તસવીરમાં જે મસ્જિદ દેખાઇ રહી છે, તેને ફરીથી બનાવવામાં આવી છે.

ચેરમન જુમા મસ્જિદ કેવી રીતે જશો

ચેરમન જુમા મસ્જિદ કેવી રીતે જશો

હવાઇ માર્ગ- કોડુન્ગલ્લુરથી નજીકનું હવાઇમથક કોચ્ચિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.

રેલવે માર્ગ- નજીકનું રેલવે સ્ટેશન ઇરિગાલાકુદા છે, જે અહીથી 16 કિમી દૂર છે.

સડક માર્ગ- કોડુન્ગલ્લુર માર્ગ કેરલ રાજ્ય સડક પરિવહનની નિયમિત બસો અને ખાનગી વાહન ઉપલબ્ધ છે.

દરગાહ શરીફ, અજમેર

દરગાહ શરીફ, અજમેર

એક એવું પાક શફ્ફાક નામ છે જેને સાંભળતા જ રુહાનીને શાંતિ મળે છે. અજમેર શરીફમાં હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી રહમતુલ્લા અલૈહની મજારની જિયારત કરી દરૂર-ઓ-ફાતેહા વાંચવાની ચાહત દરેક ખ્વાજાના ચાહનારની હોય છે. આ દરગાહની ખાસ વાત એ છે કે અહીં કોઇપણ ધર્મના લોકો આવે છે અને શ્રદ્ધાથી મન્નત માગે છે.

હાજી અલીની દરગાહ, મુંબઇ

હાજી અલીની દરગાહ, મુંબઇ

પિયા હાજી અલી... આ એ કવ્વાલી છે જે હાજી અલી દરગાહને ખૂબ જ સુંદરતાથી રજૂ કરે છે. મુંબઇના વર્લી સી ફેસમાં સ્થિત હાજી અલી મસ્જિદ સમુદ્રની વચ્ચે એક ટાપુ પર સ્થિત છે. અને આ મસ્જિદ લાંબા કૃતિમ પૂલથી કિનારા સાથે જોડાયેલ છે. આ દરગાહની ખાસ વાત એ છે કે અહીં કોઇપણ ધર્મના લોકો આવે છે અને શ્રદ્ધાથી મન્નત માગે છે. દૂરથી જોતા એવું લાગે છે કે આ મસ્જિદ પાણીમાં તરી રહી હોય.

હાજી અલીની દરગાહ, મુંબઇ

હાજી અલીની દરગાહ, મુંબઇ

હાજી અલીની દરગાહ અંદરથી કંઇક આવી દેખાય છે.

જામા મસ્જિદ, દિલ્હી

જામા મસ્જિદ, દિલ્હી

વાસ્તુકલાને પ્રેમ કરનારા મુગલ બાદશાહ દ્વારા બનાવવામાં આવેલી તમામ મસ્જિદોમાં સૌથી મોટી અને સુંદર મસ્જિદ છે. જામા મસ્જિદ દેશની સૌથી જૂની મસ્જિદ છે.

જામા મસ્જિદની રસપ્રદ વાર્તા

જામા મસ્જિદની રસપ્રદ વાર્તા

આ મસ્જિદ લાલ રંગના એક ચબુતરા પર બનેલી છે. જે જમીનથી લગભગ જે જમીનથી લગભગ 30 ફૂટ ઊંચું છે. જ્યારે મસ્જિદ બનીને તૈયાર થઇ જ્યારે ઇદ-ઉલ-ફિતર નજીક હતું. બાદશાહ મીરે નક્કી કર્યું કે તેઓ ઇદની નમાઝ જામા મસ્ઝિદમાં વાંચશે. પરંતુ મસ્જિદની સાફ-સફાઇ હજી બાકી હતી અને હજારો ટન કચરો તેમાં પડ્યો હતો. પછી શું બાદશાહે એવી જાહેરાત કરી દીધી કે મસ્જિદમાં જેને જે મળે તે લઇ જાય. લોકો તૂટી પડ્યા અને મસ્જિદ સાફ થઇ ગઇ. અને તેની સાજ-સજ્જા કરવામાં આવી અને તેઓ મસ્જિદના પૂર્વ દરજાથી નમાજ પઢવા આવ્યા.

શેખ સલીમ ચિશ્તીની દરગાહ, અજમેર

શેખ સલીમ ચિશ્તીની દરગાહ, અજમેર

મહાન સૂફી સંત હજરત સલીમ ચિશ્તી રહમતુલ્લાહ અલૈહની સમાધિ આગરા શહેરથી 35 કિમી દૂર ફતેહપુર સીકરીમાં સ્થિત છે. અત્રે નિ:સંતાન મહિલાઓ દુઆ માંગવા આવે છે. મન્નત માંગનારા લોકો અહીં દોરો બંધાવવા આવે છે અને મન્નત પૂરી થતા દોરો છોડાવવા પણ આવે છે. અકબરને પુત્રસુખ મળશે તેવી ભવિષ્યવાણી કરનાર સંત સલીમ ચીશ્તીને શ્રદ્ધાંજલિરૂપે અકબરે આ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.

મોતી મસ્જિદ, ભોપાલ

મોતી મસ્જિદ, ભોપાલ

મોતી મસ્જિદને કદસિયા બેગમની બેટી સિકંદર જહાં બેગમે 1860માં બનાવડાવી હતી. તેમનું ઘરેલું નામ મોતી બીબી હતું, તેમના નામ પર આ મસ્જિદનું નામ રાખવામાં આવ્યું. આ મસ્જિદ સુંદર છે અને તેને સંપુર્ણ આરસપહાણના પત્થરથી બનાવવામાં આવી છે.

અઢાઇ દિનકા ઝોંપડા, અજમેર

અઢાઇ દિનકા ઝોંપડા, અજમેર

આ એક મસ્જિદ છે, જેની પાછળ એક રસપ્રદ કથા છે. એવું માનવામાં આવે છે કે આ મસ્જિદનું નિર્માણ અઢી દિવસમાં કરવામાં આવ્યું હતું. આ ભવન મૂળ રીતે એક સંસ્કૃત વિદ્યાલય હતું. જેને મોહમ્મદ ગોરીએ 1198માં મસ્જિદમાં ફેરવી દીધું. મસ્જિદ એક દિવારથી ઘેરાયલે છે જેમાં સાત મેહરાબ છે અને તેની પર કુરાન લખેલું છે. આ મસ્જિદ ભારત-મુસ્લિમ વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે.

જમાલી કમાલી મસ્જિદ, દિલ્હી

જમાલી કમાલી મસ્જિદ, દિલ્હી

આ મસ્જિદ સુંદર પણ છે અને ઐતિહાસિક પણ છે. આ મસ્જિદ અને મકબરો સિકંદર લોધીની હકૂમત દરમિયાન સૂફી સંત અને જમાલી અને તેમના સાથી કમાલીને સમર્પિત છે. આ સુંદર મસ્જિદ આરસપહાણના પત્થરોથી બનાવવામાં આવી છે.

તાજ-ઉલ-મસ્જિદ, ભોપાલ

તાજ-ઉલ-મસ્જિદ, ભોપાલ

ભારતની સૌથી ઊંચી મસ્જિદોમાં તાજ-ઉલ-મસ્જિદનું નામ આવે છે. તેને મસ્જિદોની મસ્જિદ કહેવામાં આવે છે. તેનો મુખ્યભાગ ગુલાબી રંગનો છે અને તેની પર બે સફેદ ગુંબદ બનેલ છે. આ ગુંબદ ઉપરની બાજુ છે. તેનો મુખ્ય ભાગ ગુલાબી રંગનો છે, અને તેની ઉપર બે સફેદ ગુંબદ બનેલા છે. જેને માનવામાં આવે છે કે તે ખુદા તરફ લઇ જાય છે.

કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ, દિલ્હી

કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ, દિલ્હી

આ મસ્જિદના નિર્માણનું કાર્ય 1192માં કુતુબદ્દીન એબક દ્વારા કરાવવામાં આવ્યું હતું. બાદમાં તેને ઇલ્તુતમિશે 1230 અને 1315માં અલાઉદ્દીન ખિલજીએ પૂર્ણ કરાવ્યું હતું. આ મસ્જિદને ઇસ્લામિક કલાનું બેજોડ નમૂનો કહેવામાં આવે છે. તેના સ્તંભ ઘણા મંદિરોમાંથી લાવવામાં આવ્યા હતા જેથી તેમાં હિન્દુ સંસ્કૃતિની ઝલક પણ મળે છે.

English summary
Explore the most famous mosques in India and be amazed by their grandeur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more