જીવનમાં એકવાર જોવા જેવા પૃથ્વીની ગોદમાં છૂપાયેલા આ સ્થળો

Posted By: Super
Subscribe to Oneindia News

વિશ્વ સુંદર છે. વિશ્વ અનેક શાનદાર અને શ્રેષ્ઠ સ્થળોથી ભરેલુ છે જેના અંગે કદાચ તમે નહીં જાણતા હોવ. ભારત હોય કે પછી વિશ્વના અન્ય દેશો ક્યાંક તેમની સંસ્કૃતિની ઝલક હોય છે, તો ક્યાંક શહેર સાથે જોડાયેલી પૌરાણિક કથાઓના કારણે એ દેશના શહેરો વિશ્વ ફલક પર જાણીતા બન્યા હોય છે. વિશ્વમાં કેટલાક સ્થળો તેની કુદરતી સોંદર્યતાના કારણે, સૂર્યની સોનેરી કિરણ અને સમુદ્રની લહેરોથી ઓપી ઉઠતા બીચ, આવુ ઘણું બધુ વિશ્વના પ્રવાસન ક્ષેત્રમાં છૂપાયેલું છે.

વોટર ફોલ્સ, સદીઓ પહેલા ખોવાઇ ગયેલા શહેર, રહસ્યમય સ્થળો અને કુદરતી આશ્ચર્યોનો ભંડાર વિશ્વની ગોદમાં સમાયેલો છે અને જો તમે વિવિધતા જોવા માટે ટેવાયેલા એક પ્રવાસી હોવ તો આ સ્થળોની મુલાકાત જીવનમાં એકવાર લેવી જોઇએ. ચાલો તસવીરો થકી જાણીએ આ સ્થળો અંગે.

ધ ગાર્ડન, મર્કુએસ્સસ, ફ્રાન્સ

ધ ગાર્ડન, મર્કુએસ્સસ, ફ્રાન્સ

જો તમે ફ્રાન્સના પ્રવાસે હોવ તો વેઝાકમાં આવેલા ધ ગાર્ડન્સ ઓફ મર્કુએસ્સસની મુલાકાત અવશ્ય લેજો. આ ગાર્ડનને 17મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ ગાર્ડનને બનાવવા માટે જે ધ્યાન રાખવામાં આવ્યું છે, જે પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે તે 300 વર્ષમાં પહેલીવાર બનાવવામાં આવી છે.

કેપિલાનો સસ્પેન્શન બ્રિજ, કેનેડા

કેપિલાનો સસ્પેન્શન બ્રિજ, કેનેડા

આ બ્રિજને કાપિલાનો નદી પર બાંધવામાં આવ્યો છે. જે કેનેડાના બ્રિટિશ કોલમ્બિયાના વન્કોવર સ્થિત છે. આ બ્રિજ પ્રવાસીઓમાં ઘણો જ ફેમસ છે. જેની લંબાઇ 140 મીટર અને ઉંચાઇ 70 મીટર છે અને આ બ્રિજની મુલાકાતે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

ચિતોડગઢ, ભારત

ચિતોડગઢ, ભારત

ભારતના રાજસ્થાનમાં આવેલું આ શહેર પોતાની ઐતિહાસિક રચના અને ઇતિહાસના કારણ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં ભારતનું સૌથી મોટું ફોર્ટ આવેલું છે, સુંદર ટાવર, ઐતિહાસિક મંદિરો, સી ગ્રાન્ડ પ્લેસીસ આવેલા છે.

ક્રિસ્ટલાઇન ટર્કવાઇઝ લેક, ચીન

ક્રિસ્ટલાઇન ટર્કવાઇઝ લેક, ચીન

ચીનના જિઉઝાઇગોઉ નેશનલ પાર્ક ખાતે આવેલું ક્રિસ્ટલાઇન ટર્કવાઇઝ લેક પોતાના મલ્ટી લેવલ વોટરફોલ, કલરફુલ લેક્સના કારણે વિશ્વ ભરના પ્રવાસી આ સ્થળની મુલાકાત લે છે.

પ્લટ્વીક લેક્સ નેશનલ પાર્ક, ક્રોટિઆ

પ્લટ્વીક લેક્સ નેશનલ પાર્ક, ક્રોટિઆ

જો તમે એક એવી વ્યક્તિ છો કે જે પૃથ્વી પર આવેલા અમેઝિંગ સ્થળોની યાદી તૈયાર કરી રહ્યા છો અને તેની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યાં છો તો તમારે તમારા જીવનમાં એકવાર તો આ સ્થળની મુલાકાત લેવી જ જોઇએ. આ પાર્ક સાઉથેસ્ટ યુરોપનો સૌથી ઓલ્ડેસ્ટ નેશનલ પાર્ક અને ક્રાઓટિઆનો સૌથી મોટો નેશનલ પાર્ક છે.

પુલપિટ રોક, પ્રેઇકેસ્ટોલન, નોર્વે

પુલપિટ રોક, પ્રેઇકેસ્ટોલન, નોર્વે

પુલપિટ રોક એ નોર્વેમાં આવેલુ સૌથી આકર્ષક નેચરલ પ્રવાસન કેન્દ્ર છે અને દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં પ્રવાસી આવે છે.

બ્લુ કેવ્સ, ગ્રીસ

બ્લુ કેવ્સ, ગ્રીસ

આ સ્થળ ગ્રીસના ઝાકિન્ટોઝ આઇલેન્ડ ખાતે આવેલું છે. આ આઇલેન્ડ લોનિઅન સમુદ્ર પર આવેલો સૌથી મોટો આઇલેન્ડ છે. અહીંને જો નજારો છે, તે જીવનમાં એકવાર ખરેખર નિહાળવો જોઇએ. આ સ્થળ પ્રવાસીઓમાં ઘણું જાણીતું છે.

તિઆન તાન બુદ્ધ, હોંગકોંગ

તિઆન તાન બુદ્ધ, હોંગકોંગ

તિઆન તાન બુદ્ધ એ હોંગકોંગનું સૌથી વધુ જોવાલાયક પ્રવાસન સ્થળ છે. જે બિગ બુદ્ધના નામથી પણ જાણીતું છે. તે 34 મીટર ઉંચી અને 250 ટોન્સ વજન ધરાવે છે, જે ડિસેમ્બર 1993માં પૂર્ણ થઇ હતી.

પેટર્સવોલ્ડ્સ મીર લેક, નેધરલેન્ડ

પેટર્સવોલ્ડ્સ મીર લેક, નેધરલેન્ડ

નેધરલેન્ડકમાં આવેલું પેટર્સવોલ્ડ્સ મીર લેક આઇસ સ્કેટિંગ માટે વિશ્વભરમાં જાણીતુ છે. અહીંનુ વાતાવરણ તમને પોતાના બનાવી લે તેવું છે. જેના કારણે આ પ્રવાસીઓમાં ઘણું જ લોકપ્રીય બન્યુ છે.

ફોર સિઝન રિસોર્ટ બોરા બોરા

ફોર સિઝન રિસોર્ટ બોરા બોરા

આ એક વૈભવી રિસોર્ટ છે, જે બોરા બોરાના આઇલેન્ડ પર મોતુ તેહાતુ ખાતે આવેલું છે.

English summary
here is the list of some amazinge places on earth who must see once in life.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.