મહારાષ્ટ્રનું એક નાનું અમથું હિલ સ્ટેશન અંબોલી
અંબોલી, મહારાષ્ટ્ર રાજ્યમાં લગભગ 700 કિ.મીની ઉંચાઇ પર બનેલુ એક સુંદર અને નાનુ હિલ સ્ટેશન છે. આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સહ્યાદ્રી પર્વતમાળામાં બનેલું છે જે સિંધુદુર્ગ જિલ્લામાં છે.
બ્રિટિશ શાસન દરમિયાન અંબોલી શહેરનો ઉપયોગ એક ઉંચી પોસ્ટના રૂપમાં કરવામાં આવતો હતો, જ્યાંથી મધ્ય અને દક્ષિણ ભારતમાં સૈનિકો માટે ચોકીઓ બનાવવામાં આવી હતી. 1880માં અંબોલીને એક હિલ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું. સાવંતવાડીના સ્થાનિક લોકોએ અંગ્રેજો કરતા પહેલા આ સુંદર સ્થળને શોધી કાઢ્યું હતુ. ચોમાસામાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદવાળુ સ્થળ હોવાના કારણે અંગ્રેજોએ મેથરનને ગરમીઓમાં પોતાનું મનપસંદ સ્થળ બનાવી લીધું. પરિણામસ્વરૂપ એક લાંબા સમય સુધી મહારાષ્ટ્રના નક્શા પર અંબોલી એક મહત્વપૂર્ણ સ્થળ બની રહ્યું.
વીક એન્ડ વિતાવવા માટે અંબોલી એક સુંદર સ્થળ છે, સાથે જ રોમેન્ટિક સ્થળ પણ છે. ભાગ દોડ ભર્યા જીવનની ઝડપને થોડીક ઓછી કરવા માટે પ્રવાસી આ સ્થળે આવે છે. અંબોલી, ઝરણાઓનું સ્વર્ગ છે. અહીં મળી આવતા અનેક ઝરણાઓમાં કેટલાક ઝરણા છે, શ્રીગાંવકર ઝરણુ, મહાદેવ ઝરણુ તથા નંગર્તા ઝરણુ. નંગર્તા ઝરણુ પિકનિક અને આરામ માટે શાનદાર સ્થળ છે. હિરણ્યકેશી ઝરણાની ગુફાઓના મુખની પાસે એક નાનુ પુરાતન શિવ મંદિર છે. એવુ માનવામાં આવે છે કે, આ મંદિર સ્વંય શિવજીએ બનાવ્યું હતું. હિરણ્યકેશી મંદિરને આ નામ પાર્વતી દ્વારા આપવામાં આવ્યું છે, જે તેમનું જ એક નામ છે.
એક હિલ સ્ટેશન હોવાના કારણે, અંબોલીમાં અનેક જોવાલાયક સ્થળો છે. જેમકે, વ્યૂ પોઇન્ટ, કાવેલસદ પોઇન્ટ, પરીક્ષિત પોઇન્ટ અને મહાદેવ પોઇન્ટ. આ તમામ સ્થળેથી અરબ સાગર અને કોંકણ તટના સંગમનું મનોરમ દ્રશ્ય જોઇ શકાય છે.

અંબોલી હિલ સ્ટેશન
મહારાષ્ટ્રના અંબોલી હિલ સ્ટેશનનો સોહામણો નજારો

હિલ સ્ટેશનની રળિયામણી ટેકરીઓ
મહારાષ્ટ્રના અંબોલી હિલ સ્ટેશનની રળિયામણી ટેકરીઓ

અંબોલી તળાવ
મહારાષ્ટ્રના અંબોલી હિલ સ્ટેશન પર આવેલું અંબોલી તળાવ

હિરણ્યકેશી મંદિર
અંબોલીમાં આવેલું હિરણ્યકેશી મંદિર

અંબોલી ધોધ
અંબોલી હિલ સ્ટેશન પર આવેલો અંબોલી ધોધ












Click it and Unblock the Notifications
