For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેસી સ્થળ, વિદેશી મહેમાનઃ પંખીના કલરવથી ખીલી ઉઠે છે આસમાન

|
Google Oneindia Gujarati News

ડભોઇ તાલુકાના વઢવાણા ગામે 100 વર્ષ પહેલા ગાયકવાડી શાસનમાં એક વિશાળ સરોવર બનાવવામાં આવ્યું હતુ. વરસાદી પાણી ઉપરાંત અન્ય કેનાલોમાંથી પાણી મેળવીને તેનો ઉપયોગ પશુ-પક્ષીઓ અને તાલુકાના આજુબાજુના 22 જેટલા ગામોના ખેડૂતોને ખેતીકામમાં પાણીનો ઉપયોગ થાય તે હેતુસર વઢવાણા સિંચાઇ તળાવ બનાવવામાં આવ્યું છે. જેનો વહિવટ હાલ વડોદરા જિલ્લા સિંચાઇ વિભાગ અને વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ સ્થળનો એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય અને દૂર-દૂરથી પ્રવાસીઓ અહીં આવીને આ અજોડ પ્રવાસન સ્થળની યાદો પોતાની સાથે સમેટીને જાય તેવા પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. શિયાળુ ઋતુનો પ્રારંભ થતાં જ આ વિશાળ સરોવર સિંચાઇ તળાવમાં હજારો કિમી દૂરથી પક્ષીના ઝૂંડ ઉતરી પડતા હોય છે. આ તળાવની આસપાસ સંખ્યાબંધ વૃક્ષો તેમજ પક્ષીઓને અનરૂપ આબોહવા તથા પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતા પક્ષીઓને વિહરવા માટે આ સ્થળ એક દમ યોગ્ય સાબિત થઇ રહ્યું છે. જેના કારણે અહીં આવતા પ્રવાસી પક્ષીઓના આનંદ કિલ્લોલની મજા મણવામાં સફળ નીવડે છે.

આ તળાવે ચીન, મલેસિયા, જાપાન, દુબઇ, રશિયા, આફ્રિકા, આયર્લેન્ડ સહિતના વિવિધ દેશોના જાત જાતના અને ભાત ભાતના પક્ષીઓ જોવા મળે છે. જેમાં સુરખાબ, ગાજ હંસ, રાજ હંસ, ગ્યાનો, પીયાસન, ગડવાણ અને હાબરી કારસીય મુખ્ય છે. આ ભાત-ભાતના પક્ષીઓને જોવા માટે વઢવાણા તળાવ ખાતે મોટી સંખ્યામાં રવિવારે પ્રવાસીઓનો જમાવડો જોવા મળે છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ આ સોહામણા સ્થળ અને તેના વિદેસી મહેમાનોને.

દર વર્ષે વિદેશી પક્ષીઓનો જમાવડો

દર વર્ષે વિદેશી પક્ષીઓનો જમાવડો

ડભોઇના વઢવાણા તળાવે દર વર્ષે જોવા મળે છે વિદેશી પક્ષીઓનો જમાવડો

સોહામણુ દ્રશ્ય

સોહામણુ દ્રશ્ય

વિદેશી પક્ષીઓના આગમનથી આ પ્રવાસન સ્થળ વધુ સોહામણુ બની ગયુ

જુગલ જોડી

જુગલ જોડી

વઢવાણા તળાવ ખાતે પાણીમાં જુગલ જોડી બનીને વિહરતા પક્ષીઓએ જમાવ્યું છે આકર્ષણ

સુંદર પક્ષીઓએ વધારી સુંદરતા

સુંદર પક્ષીઓએ વધારી સુંદરતા

વઢવાણા તળાવની સુંદરતામાં આ સુંદર પક્ષીઓએ કર્યો વધારો

તસવીરકારો થયા આકર્ષિત

તસવીરકારો થયા આકર્ષિત

વઢવાણાના આ સોહામણા દ્રશ્યે અનેક તસવીરકારોને પોતાના તરફ આકર્ષિત કર્યા છે.

અનુકુળ આબોહવા

અનુકુળ આબોહવા

અહીંની હરિયાળી અને આબોહવા અનુકુળ હોવાના કારણે મોટી માત્રામાં વિદેશી પક્ષીઓ અહીં આવે છે.

ખુલ્લા આસમાનમાં કલરવ

ખુલ્લા આસમાનમાં કલરવ

વિદેશી પંખીઓના કલરવથી ખુલ્લુ આસમાન ગુંજી ઉઠે છે.

મનમાં વસી જાય છે આ દ્રશ્ય

મનમાં વસી જાય છે આ દ્રશ્ય

અહીં મુક્તમને વિહરતા પક્ષીઓ અને સ્થળની શાંતિ મનમાં વસી જાય તેવી છે.

રવિવારે પ્રવાસીઓનો જમાવડો

રવિવારે પ્રવાસીઓનો જમાવડો

આમ તો સામાન્ય રીતે શિયાળામાં આ દ્રશ્ય નિહાળવા માટે સતત પ્રવાસીઓનો ઘસારો રહે છે, પરંતુ રવિવારે પ્રવાસીઓની ખાસ ચહલ પહલ જોવા મળે છે.

English summary
bird come to visit this beautiful place every winter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X