પાકી માટીમાંથી બનેલા મંદિરોનું શહેર વિષ્ણુપુર
17મી અને 18મી સદીમાં બનેલા મખરલા અને પાકી માટીની ઇંટોના મંદિર વિષ્ણુપુર પ્રવાસન સ્થળનું આકર્ષણનું કેન્દ્ર છે. પાકી માટીનો પ્રભાવ અહીં જ ખતમ નથી થતો, પરંતુ શહેરમાં તેમાંથી બનેલા વાસણો, દાગીના અને ઘરો માટેના સજાવટી સામાન પણ મળે છે. વિષ્ણુપુરના લોકપ્રીય મંદિરોમાં દલમંડલ કમાન, નૂતન મહલ અને શ્રીનિવાસ આચાર્યનું જન્મ સ્થળ પ્રમુખ છે.
અહીં કરવામાં આવતી દૂર્ગા અને કાલી પૂજા જોવાલાયક હોય છે અને શહેરને વિભિન્ન રંગોથી સજાવવામાં આવે છે. ફટાકડાં અને પકવાન મહોત્સવ તેમાં ચાર ચાંદ લગાવી દે છે. દર વર્ષે ઑગસ્ટ મહીનાની આસપાસ વિષ્ણુપુરમાં સર્પ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. શહેરની જાણીતી બાલુછડી સાડી તહેવારો દરમિયાન અવિશ્વસનીય સસ્તા ભાવમાં વેચાય છે અને દરેક તેને લેવા માગતું હોય છે. આ સાડીઓને ચકાસવામાં આવે તો તેમાં મહાભારતની કહાણી દર્શાવવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ વિષ્ણુપુરને.

કેશ્ટો રાયનું જોરેબાંગ્લા મંદિર
વિષ્ણુપુરમાં આવેલા કેશ્ટો રાય સ્થિત જોરેબાંગ્લા મંદિરની બેવડી સંરચના.

રમય અને રુપાંકન
કેશ્ટો રાયના જોરેબાંગ્લા મંદિરમાં રમય અને રુપાંકન

મંદિરનું બહારનુ દ્રશ્ય
વિષ્ણુપુરમાં આવેલા કેશ્ટો રાય સ્થિત જોરેબાંગ્લા મંદિરનું બહારનું દ્રશ્ય

રસમંચા
વિષ્ણુપુરમાં આવેલું રસમંચા

શ્યામ રાય મંદિર
વિષ્ણુપુરમા આવેલું શ્યામ રાય મંદિર

સુંદર નજારો
વિષ્ણુપુરમાં આવેલા રસમંચાનો સુંદર નજારો

શ્યામ રાય મંદિર
વિષ્ણુપુરના શ્યામ રાય મંદિરમાં માટીનું કામ

અલંકૃત સ્તંભ
વિષ્ણુપુરમાં આવેલા શ્યામ રાય મંદિરમાં અલંકૃત સ્તંભ

મંદિરનું સંપૂર્ણ દ્રશ્ય
વિષ્ણુપુરમાં આવેલા શ્યામ રાય મંદિરનું સંપૂર્ણ દ્રશ્ય












Click it and Unblock the Notifications
