For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ સુંદર શહેરને વર્ષોથી હડપવા માગે છે ચીન

By Super
|
Google Oneindia Gujarati News

vસમુદ્ર તટથી 8 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત એક નાનુ અમથુ બોમડિલા અરૂણાચલ પ્રદેશના સૌથી વધુ મનોરમ પ્રવાસન સ્થળોમાનું એક છે. વિશાળ પૂર્વિય હિમાલય પર્વતમાળાના પ્રાકૃતિક પરિવેશની વચ્ચે વસેલું બોમડિલા અહીં આવનારા પ્રવાસી માટે એક આનંદમયી શાંત શહેર છે. પોતાની પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત બોમડિલા બોદ્ધ મઠો માટે જાણીતું છે. ઘણા સારા ટ્રેકિંગ ટ્રેલ્સ હોવાના કારણે આ શહેર રોમાંચકારીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

ઇતિહાસ અનુસાર મધ્યકાલીન યુગ દરમિયાન બોમડિલા તિબેટ રાજ્ય હતુ. આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે, સ્થાનિક શાસક અને ભુટાનના શાસક પણ એ સમયે આ શહેર પર શાસન કરવામાં સમ્મિલિત હતા. 1873માં બ્રિટિશ શાસન દરમિયાન આ ક્ષેત્ર સીમાની બહાર ઘોષિત કરી દેવામાં આવ્યું હતું. બોમડિલાની આસપાસ આ ક્ષેત્ર પર 1962માં ચીને હુમલો કર્યો, પરંતુ બાદમાં સૈનિકોએ પીછે હટ કરવી પડી હતી. અરૂણાચલ પ્રદેશનો આ ભાગ 1947થી ભારત અને ચીન વચ્ચે એક વિવાદનો વિષય બનેલો છે.

એક પ્રવાસન સ્થળના રૂપમાં બોમડિલા ઘણું જ મહત્વપૂર્ણ થઇ ગયું છે. અરૂણાચલ પ્રદેશના પશ્ચિમી કોમેંગ જિલ્લાનું મુખ્યાલય હોવાના કારણે પ્રકૃતિથી ભરપૂર સુંદરતાને જોવા માટે આ શહેર સૌથી સારું છે. બોમડિલામાંથી પ્રવાસીઓ બરફાચ્છીદ ચોટીઓ સાથે જ હિમાલયના આકર્ષક ક્ષેત્રને જોઇ શકે છે. આ ઉપરાંત આ શહેરમાં કેટલાક બોદ્ધ મઠ અથવા ગોમ્પા છે, જ્યાં યાત્રી ફરવા માટે જઇ શકે છે. બોમડિલામાં પ્રવાસી સ્થાનિક તિબેટ વ્યંજનો જેવો મોમોસ તથા થૂપાની મજા લઇ શકે છે.

સુંદર શહેર બોમડિલામાં ફર્યા બાદ પર્યટક અહીંથી સ્મૃતિ ચિન્હ ખરીદી શકે છે. બોમડિલા પોતાના પારંપરિક હસ્તશિલ્પ માટે પ્રસિદ્ધ છે, જે શહેરના મુખ્ય શિલ્પ કેન્દ્ર અને અન્ય દુકાનોમાંથી ખરીદી શકાય છે. પર્યટકો માટે ઉની કાલીનો અને પરંપરાગત માસ્કની એક મોટી વેરાયટી ઉપલબ્ધ છે. શિલ્પ કેન્દ્ર, તીન બોદ્ધ મઠ જેને, લોઅર ગોમ્પા, મધ્ય ગોમ્પા અને ઉચ્ચ ગોમ્પા કહેવામાં આવે છે, બોમડિલામાં ફરવા માટેના સારા સ્થળ છે.

બોમડિલા આવો ત્યારે તેના ઉત્તરમાં તવાંગ નામનું એક નાનું અમથુ અદભૂત શહેર છે જોઇ શકાય છે, કારણ કે અહીં પહાડી વિસ્તારોનું શાનદાર દ્રશ્ય જોઇ શકાય છે. આ ઉપરાંત બોમડિલામાં સેસા આર્કિડ અભ્યારણ્ય, ઇગલનેસ્ટ વન્યજીવ અભ્યારણ્ય અને કામેંગ હાથી રિઝર્વ પણ છે, અહીં આવો ત્યારે તમે પ્રકૃતિની સુંદરતાનો આનંદ લઇ શકો છો. તો ચાલો તસવીરો થકી જાણીએ અરૂણાચલ પ્રદેશમાં આવેલા આ શહેરને.

ઇગલનેસ્ટ વન્યજીવ અભ્યારણ્ય

ઇગલનેસ્ટ વન્યજીવ અભ્યારણ્ય

બોમડિલામાં આવેલું ઇગલનેસ્ટ વન્યજીવ અભ્યારણ્યમાં વિચરી રહેલો લાલ પાંડા

પફબોલ કવક

પફબોલ કવક

ઇગલનેસ્ટ વન્યજીવ અભ્યારણ્યમાં પફબોલ કવક

અભ્યારણ્યની હરિયાળી

અભ્યારણ્યની હરિયાળી

બોમડિલામાં આવેલા ઇગલનેસ્ટ વન્યજીવ અભ્યારણ્યની હરિયાળી

વિશાળ તિતલી

વિશાળ તિતલી

ઇગલનેસ્ટ વન્યજીવ અભ્યારણ્યમાં આવેલી વિશાળ તિતલી

એક સુંદર પક્ષીનું પેઇન્ટિંગ

એક સુંદર પક્ષીનું પેઇન્ટિંગ

બોમડિલાના ઇગલનેસ્ટ વન્યજીવ અભ્યારણ્યમાં રાખવામાં આવેલું એક સુંદર પેઇન્ટિંગ

બામ્બુ સ્નેક

બામ્બુ સ્નેક

ઇગલનેસ્ટ વન્યજીવ અભ્યારણ્યમાં બામ્બુ સ્નેક

એશિયન ગોલ્ડન કેટ

એશિયન ગોલ્ડન કેટ

ઇગલનેસ્ટ વન્યજીવ અભ્યારણ્યમાં એશિયન ગોલ્ડન કેટ

અભ્યારણ્યનું સુંદર દ્રશ્ય

અભ્યારણ્યનું સુંદર દ્રશ્ય

ઇગલનેસ્ટ વન્યજીવ અભ્યારણ્યનું સુંદર દ્રશ્ય

સેસ્સા આર્કિડ અભ્યારણ્ય

સેસ્સા આર્કિડ અભ્યારણ્ય

બોમડિલામાં આવેલું સેસ્સા આર્કિડ અભ્યારણ્ય

બોમડિલાનો સુંદર નજારો

બોમડિલાનો સુંદર નજારો

આ સુંદર દ્રશ્ય બોમડિલાનું છે.

 ભાલુકપોંગ

ભાલુકપોંગ

બોમડિલાના ભાલુકપોંગમાં રમી રહેલા બાળકો

અકા નૃત્ય

અકા નૃત્ય

ભાલુકપોંગમાં કરવામાં આવતું અકા નૃત્ય

ભાલુકપોંગનું સુંદર દ્રશ્ય

ભાલુકપોંગનું સુંદર દ્રશ્ય

બોમડિલાના ભાલુકપોંગનુ એક સુંદર દ્રશ્ય

English summary
Bomdila, a small town located at the height of 8000 feet above the sea level is one of the most places to be visited at Arunachal Pradesh. Nestled amidst the scenic surroundings, comprising of the towering Eastern Himalayan ranges, Bomdila is a serene town for the visitors to enjoy at.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X