Chardham Yatra 2023 : આ રીતે ઘરે બેઠા કરો ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન
Chardham Yatra 2023 : ચારધામ યાત્રા ઉત્તરાખંડમાં 22મી એપ્રીલથી શરૂ થશે. આ સાથે જ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં કેદારનાથ અને બદ્રીનાથ મંદિરો માટે નોંધણી કરવામાં આવશે.
Chardham Yatra 2023 : આગામી 22 એપ્રીલથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરૂઆત થઇ જશે. જે કારણે ઉત્તરાખંડ સરકાર હરકતમાં આવી છે. ગંગોત્રી અને યમનોત્રીના કપાટ 22 એપ્રીલ, કેદારનાથના 25 એપ્રીલ અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રીલના રોજ ભક્તો માટે ખોલવામાં આવશે.

ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત
આ સાથે જ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. 21 ફેબ્રુઆરીના રોજ સવારે 7 કલાકથી ઓનલાઈન અનેઓન-કોલ માધ્યમો દ્વારા રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જો તમારે પણ યાત્રા પર જવું હોય તો ઉતાવળે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવીજોઇએ.
તમે તમારી જાતનું ચાર રીતે રજિસ્ટર કરાવી શકો છો. પ્રથમ તબક્કામાં કેદારનાથ અને બદ્રીનાથ મંદિરો માટે નોંધણી કરવામાં આવશે. બંનેધામ માટે દરરોજ 55 થી 60 ટકા રજિસ્ટ્રેશન થશે. પ્રથમ તબક્કામાં કેદારનાથ અને બદ્રીનાથ માટે દરરોજ અનુક્રમે 9000 અને 10,000રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

પોલીસ ભક્તો સાથે તેમની જ ભાષામાં વાત કરશે
ચાર ધામ યાત્રા ડ્યુટી પર તૈનાત પ્રવાસન પોલીસને આ વખતે પણ વિવિધ રાજ્યોની ભાષાઓમાં તાલીમ આપવામાં આવશે, જેથી દક્ષિણભારતના વિસ્તારમાંથી આવતા યાત્રિકોને ભાષાકીય ધોરણે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
ટુરિઝમ પોલીસમાં માત્ર નિયમિત પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. આ પહેલા તેમને રિઝર્વ પોલીસ લાઈનમાં ટ્રેનિંગઆપવામાં આવશે. તેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
દર વર્ષે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ વગેરે રાજ્યોમાંથી ભક્તો અહીં ચાર ધામ યાત્રા માટે આવે છે, પરંતુ તેમાંથી મોટાભાગના હિન્દી અનેઅંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા નથી. આ સાથે જ અહીંના પોલીસકર્મીઓને તેમની પ્રાદેશિક ભાષાનું જ્ઞાન નથી. આવી સ્થિતિમાંપોલીસકર્મીઓ પણ વાતચીત દરમિયાન તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકતા નથી.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે ચાર ધામ યાત્રામાં તૈનાત પોલીસકર્મીઓને કેટલીક પ્રાદેશિક ભાષાઓ શીખવવાની યોજનાબનાવી છે.
વર્ષ 2022માં યાત્રા દરમિયાન 70 જવાનોને ટુરીઝમ પોલીસ તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા. આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યાવધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને 100થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવાની તૈયારી ચાલી રહી છે.

આ માધ્યમો દ્વારા રજિસ્ટ્રેશન
- વેબસાઇટ : registrationandtouristcare.uk.gov.in
- Whatsapp નંબર 91-8394833833 (ટાઈપ કરો Yatra)
- ટોલ ફ્રી નંબર - 0135-1364
- એપ - touristcareuttrakhand

ટુરિઝમ પોલીસનું અલગ માળખું હશે
ગોવા અને કેરળના પગલે ચાલીને ઉત્તરાખંડમાં પણ ટુરિઝમ પોલીસનું અલગ માળખું બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આમાટે એક અલગ SOP તૈયાર કરવામાં આવશે.
ટુરિઝમ પોલીસમાં એસપીથી લઈને કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવશે અને તેમને સમયાંતરે ટ્રેનિંગ પણ આપવામાં આવશે. તાજેતરમા દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ટુરિઝમ પોલીસની નેશનલ કોન્ફરન્સ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચાર ધામ યાત્રામાં તૈનાત પ્રવાસી પોલીસને કેટલાક રાજ્યોની પ્રાદેશિક ભાષાઓનું જ્ઞાન આપવામાં આવશે. આવા પોલીસકર્મીઓને યાત્રામાંતૈનાત કરવામાં આવશે, જેઓ ચાર ધામ તેમજ પ્રવાસન સ્થળો વિશે જાણકારી ધરાવતા હોય અને પ્રવાસી પોલીસ તરીકે કામ કરવામાં રસધરાવતા હોય. ટુરિઝમ પોલીસનું અલગ માળખું બનાવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
