For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના સૌથી પ્રાચીન શહેર અલ્હાબાદની યાત્રા તસવીરોમાં..

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના સૌથી મોટું શહેર અલ્હાબાદ ઘણે અંશે ખૂબ જ મહત્વપૂર્ણ શહેર છે. આ માત્ર હિન્દુઓનું મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે, પરંતુ આજના ભારતને બનાવવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. પહેલા પ્રયોગના નામથી પ્રસિદ્ધ અલ્હાબાદનું વર્ણન વેદોની સાથે-સાથે રામાયણ અને મહાભારતમાં પણ મળે છે. જો અલ્હાબાદના ઇતિહાસ પર એક નજર કરીએ તો મળે છે કે મુગલ બાદશાહ અકબરે 1575માં આ શહેરનું નામ અલ્હાબાદ રાખ્યું હતું જેને બાદમાં બદલીને અલ્હાબાદ કરી દેવામાં આવ્યું.

અત્રે નોંધનીય છે કે વર્તમાનમાં અલ્હાબાદની ઓળખ હિન્દુઓના પ્રમુખ તીર્થ કેન્દ્રના રૂપે છે જ્યાં દર 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તો આપને વધારે રાહ નહીં જોવડાવતા ચાલો આપને લઇ જઇએ ભારતના પ્રાચીન શહેર અલ્હાબાદની તસવીરી ટૂર પર...

અમારો દાવો છે કે આ સુંદર તસવીરોને જોયા બાદ આપ ટૂંક સમયમાં પોતાની અલ્હાબાદ યાત્રાનું આયોજન કરી દેશો. આવો જોઇએ અલ્હાબાદને કેટલીંક ખાસ તસવીરોમાં...

અલ્ફ્રેડ પાર્ક

અલ્ફ્રેડ પાર્ક

133 એકરમાં ફેલાય અલ્ફ્રેડ પાર્ક અલ્હાબાદનું એક સૌથી મોટું પાર્ક છે. આ પાર્કને અંગ્રેજી શાસનકાળમાં રાજકુમાર અલ્ફ્રેડની ભારત યાત્રાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું.
ફોટો કર્ટસી - Maini vaibhav

અલ્હાબાદ કિલ્લો

અલ્હાબાદ કિલ્લો

પોતાના સમયમાં સૌથી ઉત્કૃષ્ટ સમજાતો અલ્હાબાદ કિલ્લાનું નિર્માણ 1583માં કરવામાં આવ્યું હતું.
ફોટો કર્ટસી - Aman Deshmukh

અક્ષય વટ

અક્ષય વટ

અલ્હાબાદ કિલ્લામાં પતાલપુરી મંદિરની પાસે સ્થિત અક્ષય વટને 'અમર બરગદ વૃક્ષ'(અમર વડનું ઝાડ) ના નામથી પણ ઓળખવામાં આવે છે.
ફોટો કર્ટસી - Eric Guinther

અલ્હાબાદ સંગ્રહાલય

અલ્હાબાદ સંગ્રહાલય

અલ્હાબાદ સંગ્રહાલયનું નિર્માણ 1931માં કરવામાં આવ્યું હતું અને સંસ્કૃતિ મંત્રાલય આના માટે ફંડ એકત્રિત કરાવે છે.
ફોટો કર્ટસી - Dananuj

અલ્હાબાદ વિશ્વવિદ્યાલય

અલ્હાબાદ વિશ્વવિદ્યાલય

નોંધનીય છે કે અલ્હાબાદ વિશ્વવિદ્યાલય ભારતના જુના અંગ્રેજી ભાષાના વિશ્વવિદ્યાલયોમાંથી એક છે.
ફોટો કર્ટસી - Adam Jones

ઑલ સેંટ કૈથિડરલ

ઑલ સેંટ કૈથિડરલ

ઉત્કૃષ્ટ ગૌથિક શૈલીમાં બનેલ ઓલ સેંટ કૈથિડરલને 19મી સદીમાં અંગ્રેજોએ બનાવડાવ્યું હતું.
ફોટો કર્ટસી - Ojas Tripathi

આનંદ ભવન

આનંદ ભવન

નેહરુ-ગાંધી પરિવારના વારસાગત મકાનની એક રસપ્રદ તસવીર.
ફોટો કર્ટસી - Adam Jones

ખુસરો બાગ

ખુસરો બાગ

ખુસરો બાગ, કહેવામાં આવે છે કે આ સ્થાન મુગલ બાદશાહ જહાગીરના પરિવારના ત્રણ લોકોનો મકબરો છે.
ફોટો કર્ટસી - Ankur15989

પાતાલપુરી મંદિર

પાતાલપુરી મંદિર

આપને જણાવી દઇએ કે અલ્હાબાદ સ્થિત પાતાલપુરીની ગણના ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાં થાય છે.
ફોટો કર્ટસી - Adam Jones

ત્રિવેણી સંગમ

ત્રિવેણી સંગમ

એ સ્થાન જ્યાં થાય છે ત્રણ પવિત્ર નદિયો ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમ.
ફોટો કર્ટસી - Arunawasthi

અનોખો ઇતિહાસ ધરાવતા પંજાબને નિહાળો એક્સક્લુઝિવ તસવીરોમાં...

અનોખો ઇતિહાસ ધરાવતા પંજાબને નિહાળો એક્સક્લુઝિવ તસવીરોમાં...

પંજાબને નિહાળો એક્સક્લુઝિવ તસવીરોમાં...પંજાબને નિહાળો એક્સક્લુઝિવ તસવીરોમાં...

English summary
Allahabad has some of the best tourist places for a visitor. Check out the Allahabad tourist places in these pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X