For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનું ચાનું સ્વર્ગ કહેવાય છે દાર્જલિંગ

|
Google Oneindia Gujarati News

ભારતીય ફિલ્મોમાં તો તમે દાર્જલિંગને અનેકવાર જોયું હશે. હોલીવુડની એક ફિલ્મમાં પણ વિશ્વ પ્રસિદ્ધ દાર્જલિંગ હિમાલિયન રેલવેને દર્શાવવામાં આવી છે. આ

એક નાની રેલવે સેવા છે, જે પર્વતોમાંથી પસાર થાય છે. આ સફરમાં તમે વિહંગમ પ્રાકૃતક દ્રશ્યોનો લુત્ફ ઉઠાવી શકો છો. દાર્જલિંગ પશ્ચિમ બંગાળમાં સ્થિત એક હિલ સ્ટેશન છે અને તમે ત્યાં બરફથી ઢંકાયેલી ટેકરીઓ જોઇ શકો છો.

લઘુ હિમાલય એટલે મહાભારત પર્વત શ્રેણીમાં વસેલું દાર્જલિંગ ખરા અર્થમાં સ્વર્ગ સમુ છે. દાર્જલિંગ શહેર બ્રિટિશ શાસનકાળથી જ પ્રવાસન સ્થળના રૂપમાં જાણીતુ છે. સાથે જ અહીં વિશાળ ચાના બગીચા અને ગુણવત્તાપૂર્ણ ચાની લોકપ્રિયતા આખા વિશ્વમાં છે. ખરા અર્થમાં દાર્જલિંગથી વિભિન્ન પ્રકારની ચા અને વિભિન્ન ગુણવત્તાવાળી ચા મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે.

આજે ભલે દાર્જલિંગ એક શાંત અને સુંદર શહેર હોય, પરંતુ તેનો ઇતિહાસ ઘણો ઉતાર-ચઢાવવાળો રહ્યો છે. આ શહેર પર નિયંત્રણ કરવા માટે અનેક યુદ્ધ થયા છે. આજની વાત કરવામાં આવે તો ગોરખાલેંડની માંગ કરનારાઓ સમયાંતરે નાની-મોટી હિંસા કરી નાખે છે. જો તમે દાર્જલિંગ જઇ રહ્યા છો તો બરફથી ઢંકાયેલી વિશાળ ટેકરીઓની પૃષ્ઠભૂમિમાં બનેલા દાર્જલિંગ યુદ્ધ સ્મારકને જોવાનું ના ભૂલતા. આ સ્થળ ખાસકરીને ફોટોગ્રાફર્સને ઘણું પસંદ પડે છે.

દાર્જલિંગમાં તમે અલ્પાઇન અને સાલ વ ઓકના વૃક્ષોથી ભરપૂર સમશીતોષ્ણ જંગલોને જોઇ શકાય છે. હવામાનમાં પરિવર્તન પછી પણ દાર્જલિંગના જંગલ હર્યા ભર્યા છે, જેમાં પ્રવાસનને નવી ઉંચાઇ મળે છે. શહેરમાં કેટલાક પ્રાકૃતિક પાર્ક પણ છે. જેમાં તમે પડમાજા નાયડૂ હિમાલયિયન જૂલોજિકલ પાર્ક અને લોયડ બોટનિકલ ગાર્ડન પ્રમુખ છે. સાંજના સમયે તમે આ સ્થળો પર મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમી અને ફોટોગ્રાફર જોવા મળી જશે. દાર્જલિંગમાં અનેક પ્રકારના આર્કિડ માટે પણ જાણીતું છે. ચાલો તસવીરો થકી જાણીએ દાર્જલિંગને.

હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટીટ્યૂટ અને સંગ્રહાલય

હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટીટ્યૂટ અને સંગ્રહાલય

દાર્જલિંગમાં આવેલા હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટીટ્યૂટ અને સંગ્રહાલયનું પરિસર

 સુંદર કેબલ કાર

સુંદર કેબલ કાર

દાર્જલિંગમાં આવેલા બતાસિયા લૂપ અને યુદ્ધ સ્મારક પાસે સુંદર કેબલ કાર

બતાસિયા લૂપની એસ સમી સાંજ

બતાસિયા લૂપની એસ સમી સાંજ

દાર્જલિંગમાં આવેલા બતાસિય લૂપ અને યુદ્ધ સ્મારકની સમી સાંજ

બરફમાં ઢંકાયેલા પર્વતો

બરફમાં ઢંકાયેલા પર્વતો

બતાસિયા લૂપ ને યુદ્ધ સ્મારક પાસે બરફમાં ઢંકાયેલા પર્વતો

ટોય ટ્રેન

ટોય ટ્રેન

દાર્જલિંગ હિમાલયન રેલવેની ટોય ટ્રેન

સ્ટ્રીમ ટ્રેન

સ્ટ્રીમ ટ્રેન

દાર્જલિંગ હિમાલયન રેલવેની સ્ટ્રીમ ટ્રેનનું સુંદર દ્રશ્ય

 રેલવેમાંથી વાદીઓનો સુંદર નજારો

રેલવેમાંથી વાદીઓનો સુંદર નજારો

દાર્જલિંગ હિમાલયન રેલવેમાંતી વાદીઓની સુંદર નજારો

લોયડની બોટનિકલ ગાર્ડન

લોયડની બોટનિકલ ગાર્ડન

દાર્જલિંગમાં આવેલું લોયડનું બોટનિકલ ગાર્ડન

હૈપ્પી વૈલી ચાના બગીચા

હૈપ્પી વૈલી ચાના બગીચા

દાર્જલિંગમાં આવેલા હૈપ્પી વૈલ ચાના બગીચા

હર્યા ભર્યા ચાના બગીચા

હર્યા ભર્યા ચાના બગીચા

દાર્જલિંગમાં સ્થિત હૈપ્પી વૈલી ચાના બગીચામાં આવેલા હર્યા ભર્યા ચાના બગીચા

English summary
Darjeeling has already been immortalized in Indian movies and ones from Hollywood with the world famous Darjeeling Himalayan Railway, a mini railway service that takes passengers around hills and ranges with natural beauty at its best.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X