શું તહેવારોમાં પ્રવાસનું આયોજન કરો છો? આ રાજ્યોમાં જવા માટે ટેસ્ટ અને રસી પ્રમાણપત્ર છે ફરજિયાત
તહેવારોનો મહિનો એટલે ઓગસ્ટ કેમ કે આ મહિનામાં અનેક તહેવાર છે. ગણેશ ચતુર્થીથી રક્ષાબંધન સુધીના મોટાભાગના તહેવારો ઓગસ્ટ મહિના દરમિયાન આવતા હોવાથી સમગ્ર મહિના દરમિયાન ઉત્સવનો માહોલ રહે છે.
નવી દિલ્હી : તહેવારોનો મહિનો એટલે ઓગસ્ટ કેમ કે આ મહિનામાં અનેક તહેવાર છે. ગણેશ ચતુર્થીથી રક્ષાબંધન સુધીના મોટાભાગના તહેવારો ઓગસ્ટ મહિના દરમિયાન આવતા હોવાથી સમગ્ર મહિના દરમિયાન ઉત્સવનો માહોલ રહે છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ મહિનામાં ફરવા જવાનું અથવા સંબંધીઓ અને મિત્રોને મળવાનું વિચારી રહ્યા છો, તો આ અહેવાલ વાંચવો અતિ આવશ્યક છે.
કોરોના વાયરસનો પ્રકોપ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે, તેથી જો તમે ગણેશ ચતુર્થી અથવા રક્ષાબંધન નિમિત્તે રાજ્ય બહાર જવાનું વિચારી રહ્યા છો, તો તમારે જાણવું જરૂરી છે કે, કોરોના મહામારી દરમિયાન ભારતના કેટલાક રાજ્યોમાં મુસાફરીના નિયમોમાં ફેરફાર થયા છે. જેમાં કોરોનાનો નેગેટિવ રિપોર્ટથી લઈને વેક્સિન સર્ટીફિકેટની જરૂર પડશે.

1. જો તમે છત્તીસગઢમાં ફ્લાઇટ દ્વારા જઇ રહ્યા છો, તો તમારે ફ્લાઇટના 96 કલાક પહેલા એટલે કે, 4 દિવસ પહેલા કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. કોરોના રિપોર્ટ નેગેટિવ હોય તો જ તમે છત્તીસગઢમાં પ્રવેશ કરી શકો છો.
2. કર્ણાટક સરકારે તેમના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે, કેરળ અને મહારાષ્ટ્રથી આવતા લોકો માટે કર્ણાટકમાં RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે.
3. હિમાચલ પ્રદેશે કોવિડના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં આવતા તમામ લોકો માટે મુસાફરીના 72 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે.
જો તમારો RT-PCR રિપોર્ટ 72 કલાકથી જૂનો છે, તો તમને હિમાચલ પ્રદેશમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. કોરોના ટેસ્ટ રિપોર્ટ ઉપરાંત વેક્સીન સર્ટીફિકેટ પણ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
4. જો કેરળથી તમિલનાડુ જનારા કોઈપણ મુસાફર ચેન્નાઈ જવા માંગે છે, તો તેમના માટે RT-PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે. આ નિયમ 5 ઓગસ્ટથી લાગુ છે. ભલે તમે પરિવહનના કોઈપણ માધ્યમથી ચેન્નાઈ જાઓ, તમારે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત છે.
5. જો તમે કેરળથી ગોવા જઈ રહ્યા છો, તો કોરોના RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. દેશમાં કોરોનાના 50 ટકા કેસ હાલમાં કેરળમાંથી નોંધાઇ રહ્યા છે.
6. પશ્ચિમ બંગાળ સરકારે જણાવ્યું છે કે, 08 ઓગસ્ટથી પૂણે, મુંબઈ અને ચેન્નાઈથી આવતા તમામ મુસાફરોએ ફ્લાઇટના 72 કલાક પહેલાનો કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
7. આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા જવા માટે કોઈ RT-PCR રિપોર્ટની જરૂર રહેશે નહીં.
8. જો તમે કોરોનાથી રક્ષણ આપતી રસી લીધી હોય, તો તમારે રાજસ્થાન અને નાગાલેન્ડ જવા માટે RT-PCR રિપોર્ટની જરૂર નહીં પડે. અહીં જવા માટે તમારે વેક્સીન સર્ટીફિકેટની જરૂર પડશે.
9. છત્તીસગઢ, મણિપુર, ઓડિશા, ત્રિપુરા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને મેઘાલયની મુસાફરી માટે રસીના બંને ડોઝ લેનારાઓને કોરોના RT-PCR રિપોર્ટની જરૂર રહેશે નહીં.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
