For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્તપૂરીના નામથી ઓળખાય છે ગુજરાતની આ નગરી

|
Google Oneindia Gujarati News

દ્વારકા શહેરને સંસ્કૃતમાં દ્વારાવતી કહેવામાં આવે છે. તથા આ ભારતના સાત પ્રાચીન શહેરોમાનું એક છે. આ શહેર ભગવાન શ્રીકૃષ્ણનું ઘર હતું. આપણા ધર્મ ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કેસ, માત્ર આ જ એક એવું સ્થાન છે જે ચાર ધામ(ચાર પ્રમુખ પવિત્ર સ્થળ) તથા સપ્તપુરી(સાત પવિત્ર શહેર)ના નામથી ઓળખાય છે.

પૌરાણિક કથા અનુસાર કૃષ્ણે મથુરાના રાજા અને પોતાના મામા કંસનો વધ કર્યો, કંસ એક દમનકારી શાસક હતા. જેના કારણે યાદવો અને કંસના સસરા જરાસંઘ વચ્ચે કાયમ માટે દુશ્મની થઇ ગઇ. કંસના મૃત્યુનો બદલો લેવા જરાસંઘે યાદવો પર સત્તરવાર હુમલો કર્યો અતઃ આગળના સંઘર્ષથી બચવા માટે ભગવાન કૃષ્ણ યાદવોના સમુદાયને ગુજરાત સ્થિત ગિરનાર પર્વત પર લઇ ગયા.

યુદ્ધ છોડીના ભાગવાના કારણે ભગવાન શ્રીકૃષ્ણને રણછોડ પણ કહેવામાં આવે છે. તેમણે મથુરાને છોડી દીધુ અને ઓખા બંદર પાસે સ્થિત બેટ દ્વારકામાં પોતાના રાજ્યની સ્થાપના કરવા માટે દ્વારકા આવ્યા. અહીં તેમણે પોતાના જીવનનો મહત્વપૂર્ણ સમય વિતાવ્યો. કૃષ્ણના નિધન બાદ એક મોટું પૂર આવ્યું, જેમાં આખું શહેર ડુબી ગયુ. એવી શ્રદ્ધા છે કે, દ્વારકા છ વખત પાણીમાં ડુબી ગઇ છે. અતઃ આજે જે દ્વારકા છે તે આ ક્ષેત્રમાં બનેલું સાતમું શહેર છે.

દ્વારકા શબ્દ ‘દ્વાર' શબ્દમાંથી આવેલો છે. જેનો સંસ્કૃત અર્થ થાય છે દરવાજો તથા આ શબ્દનો મહત્વ બ્રહ્મના દરવાજાથી છે. વૈષ્ણવો માટે આ શહેર ઘણું જ મહત્વનું છે. જગત મંદિરમાં દ્વારકાધીશની મૂર્તિ છે, જે ભગવાન કૃષ્ણનું એક રૂપ છે. શિવના 12 જ્યોતિર્લિંગોમાનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા પાસે સ્થિત છે.

રૂકમણી દેવી મંદિર

રૂકમણી દેવી મંદિર

દ્વારકામાં આવેલા રૂકમણી દેવી મંદિરમાં સુંદર મૂર્તિઓ

દિવ્ય મૂર્તિ

દિવ્ય મૂર્તિ

દ્વારકામાં ભલકા તીર્થ અને દેહોત્સર્ગમાં દિવ્ય મૂર્તિ

શિવ મૂર્તિ

શિવ મૂર્તિ

દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં શિવની મૂર્તિ

ઘુમલી

ઘુમલી

દ્વારકાનું ઘુમલી, મંદિરની દિવાલો પર છબીઓ

તળાવ

તળાવ

દ્વારકામાં ભલકા તીર્થ અને દેહોત્સર્ગનું તળાવ

રૂકમણી મંદિરનું દ્રશ્ય

રૂકમણી મંદિરનું દ્રશ્ય

દ્વારકામાં આવેલા રૂકમણી મંદિરનું દૂરથી લેવામાં આવેલું દ્રશ્ય

ગોમતી ઘાટ મંદિર

ગોમતી ઘાટ મંદિર

દ્વારકામાં ગોમતી ઘાટ મંદિર

બેટ દ્વારકા

બેટ દ્વારકા

દ્વારકાના બેટ દ્વારકામાં બોટ

બેટ દ્વારકા દ્વીપ

બેટ દ્વારકા દ્વીપ

દ્વારકાના બેટ દ્વારકાનું દ્વીપ

દ્વારકાધીશ મંદિર

દ્વારકાધીશ મંદિર

દ્વારકાના દ્વારકાધીશ મંદિરની દૂરથી લેવાયેલી તસવીર

મુખ્ય તીર્થ

મુખ્ય તીર્થ

દ્વારીકાધીશ મંદિરનું મુખ્ય તીર્થ

English summary
Dwarka, a city that was known as Dwarawati in Sanskrit literature is one of the seven most ancient cities of India. This city was the abode of Lord Sri Krishna. It is the only place considered both as one of the “char dham” (four principal holy places), as well as one of the “sapta puris” (seven holy cities) in our religious texts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X