• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દરિયા કિનારે આવેલા કોયલા ડુંગર પર બિરાજમાન છે હરસિદ્ધ માતા

|

મિત્રો અમે આપને અમારા ઘણા લેખો દ્વારા ગુજરાતના દરિયા કિનારાઓથી અવગત કરાવ્યા છે, તેની સાથે સાથે દરિયા કિનારા પર આવેલા કેટલાંક મંદિરોથી પણ અવગત કરાવ્યા છે. આજે અમે આપને લઇ જઇ રહ્યા છીએ જામનગર જિલ્લાની સરહદે દરિયા કિનારે આવેલા હરસિદ્ધ માતાજીના પ્રાચીન મંદિરે. આ મંદિર પોરબંદરથી 22 કિ.મી. અને દ્વારકાથી લગભગ 40 કિ.મીના અંતરે આવેલું છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે, જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે.

આ મંદિર વિશેની લોકવાયકા એવી છે કે મૂળ મંદિર જે ડુંગર પર છે તેમાં સ્થાપિત દેવીની દ્રષ્ટિ સમુદ્ર પર જ્યાં પડતી તે જગ્યાએથી પસાર થતાં જહાજો ડૂબી જતાં હતાં. આથી ગુજરાતના દાનવીર શેઠ જગડુશાએ પોતાના કુટુંબનું બલિદાન આપીને પણ માતાજીનું સ્થાન ડુંગરની તળેટીમાં પ્રસ્થાપિત કરાવ્યું.

મંદિર અંગેની બીજી લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયાં. આમ માતાજીના વાસ દિવસ દરમ્યાન ઉજજૈનના હરસિદ્ધ મંદિરમાં અને રાત્રી દરમ્યાન અત્રેના મંદિરમાં હોય છે. માતાજી અહી પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યાર બાદ જ આરતી કરવામાં આવે છે. અને ત્યારબાદ જ દર્શન થાય છે.

બંન્ને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમ જ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે. હરસિદ્ધ મંદિરની બારશાખને સુંદર અને સુશોભિત કરેલી છે. મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલુ છે. મંદિરની પાછળ એક કિલોમીટર દુર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે.

કોયલા ડુંગરવાળા હરસિદ્ધિ માતાના મંદિર વિશે વધું જુઓ અને જાણો તસવીરોમાં...

શ્રીકૃષ્ણએ બંધાવ્યું હતું મંદિર

શ્રીકૃષ્ણએ બંધાવ્યું હતું મંદિર

તો ત્રીજ એક માન્યાત એવી પણ છે કે શ્રીકૃષ્ણના હાથે કંસનો વધ થયો જે જરાસંઘનો જમાઇ હતો તેથી જરાસંઘે પૃથ્વીને યાદવો વિનાની કરવાનું ઠાની લીધું. ત્યારે યાદવોને અસુરોના ત્રાસમાંથી બચાવવા માટે શ્રી કૃષ્ણ ભગવાને શ્રી શક્તિની સ્તુતિ કરી હતી. જેથી શક્તિ દેવી પ્રસન્ન થયા અને અસુરોનો નાશ કર્યો.

કૃષ્ણ ભગવાને કોયલા ડુંગર પર ભવ્ય મંદિર બંધાવ્યું

કૃષ્ણ ભગવાને કોયલા ડુંગર પર ભવ્ય મંદિર બંધાવ્યું

ત્યારબાદ કૃષ્ણ ભગવાને માતાજીની યાદમાં કોયલા ડુંગર પર ભવ્ય મંદિર બંધાવ્યું અને જગદંબાની મૂર્તિની વિધિ પૂર્વક પ્રતિષ્ઠા કરી. જરાસંઘનો નાશ થવાથી દરેકને હર્ષ થયો જેથી હર્ષ આપનારી દેવી તરીકે તે જગદંબાનું નામ 'શ્રી હર્ષ માતા' રાખવામાં આવ્યું.

કોયલા ડુંગર પરથી મંદિરનો નજારો

કોયલા ડુંગર પરથી મંદિરનો નજારો

બંન્ને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમ જ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે. હરસિદ્ધ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે.તેની દીવાલો તદ્દન સાદી છે. તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે.

બારમાં શૈકામાં બનેલું મંદિર

બારમાં શૈકામાં બનેલું મંદિર

જે ટોચે પહોંચા પહોંચતા સાંકડા બનતા જાય છે તે તેની ખાસીયત છે. મંદિરના શિખર ઉપરની અણિયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી,આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે. અત્યારે જે મંદિર છે તે લગભગ બારમાં શૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

ડુંગર પર શિવ લિંગ

ડુંગર પર શિવ લિંગ

હરસિદ્ધ મંદિરની બારશાખને સુંદર અને સુશોભિત કરેલી છે. બારશાખમાં દેવદે વીઓની તકતી શિલ્પમાં ધ્યાન ખેંચે છે. દ્વારસાખ ઉંપર પણ તક્તીઓ ધ્યાન ખેંચે તેવી છે.

ડુંગર પર આવેલા એક વૃક્ષનું દ્રશ્ય

ડુંગર પર આવેલા એક વૃક્ષનું દ્રશ્ય

અત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પનો નીચેનો કેટલોક ભાગ તૂટેલો જણાય છે મંડપમાં ચાર ખૂણામાં ચાર અને બાકીના આઠ થાંભલા ઉપર મંડપ રચાયો હોય તેવું જણાય છે. તેથી તો આ મંદિર પુરાતત્વવિદોને પણ આકર્ષિત કરે તેવું છે.

 ત્રિવેદી કુટુંબના કુળદેવી મનાય છે

ત્રિવેદી કુટુંબના કુળદેવી મનાય છે

હરસિદ્ધ માતા ત્રિવેદી કુટુંબના કુળદેવી મનાય છે. તેમનામાં શ્રદ્ધા ધરવતા અનેક લોકો તેમની માનતા માને છે. અને બાધા ઉતરાવવા માટે આ સ્થળે આવે છે.

વિશાળ દરિયો

વિશાળ દરિયો

તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલુ છે.

ભક્તો આ વૃક્ષ પર ચૂંદડી બાંધે છે

ભક્તો આ વૃક્ષ પર ચૂંદડી બાંધે છે

ભક્તો આ વૃક્ષ પર ચૂંદડી બાંધે છે

અહિનો દરિયા કિનારો ખૂબ જ નયનરમ્ય છે

અહિનો દરિયા કિનારો ખૂબ જ નયનરમ્ય છે

અહિનો દરિયા કિનારો ખૂબ જ નયનરમ્ય છે.

પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે

પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે

મંદિરની પાછળ એક કિલોમીટર દુર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે. આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે. મંદિર આવો ત્યારે ત્યાં રહેવા માટે ધર્મશાળાઓ અને રૂમોની સગવડ મળી રહે છે.

પાક. અધિકૃત કાશ્મીરમાં આવેલું છે આ પ્રખ્યાત શારદા મંદિર

પાક. અધિકૃત કાશ્મીરમાં આવેલું છે આ પ્રખ્યાત શારદા મંદિર

તસવીરો જોવા માટે ક્લિક કરો...

English summary
Famous temple of Gujarat: Harsiddhi temple, Porbander.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more