For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો આ પર્વના થશો ભાગીદાર તો ધોવાઇ જશે 10 પાપો

|
Google Oneindia Gujarati News

પોતાની વિવિધતા અને વિશેષતાઓ ઉપરાંત આજે ભારત અહી મનાવવામાં આવતા રંગબેરંગી તહેવારો માટે પણ વિશ્વ ભરમાં જાણીતું છે. 33 કરોડ દેવી દેવતાઓ અને અનેક ધર્મોના કારણે તમને ભારતમાં ક્યાંકને ક્યાંક કોઇ તહેવાર અથવા પર્વ જોવા મળશે. ભારતમાં પર્વ અને તહેવાર એટલી સુંદરતાથી મનાવવામાં આવે છેકે કોઇપણ બહારનો પ્રવાસી મોહી જાય છે. ભારતના આ જ સુંદર અને અનોખા પર્વોમાં સામેલ છે, ગંગા દશેરા.

ગંગા દશેરા હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. નોંધનીય છેકે, જ્યેષ્ઠ શુક્લા દશમીને દશેરા કહેવામાં આવે છે. જેમાં સ્નાન, દાન, રુપાત્મક વ્રત થાય છે. જો હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથ સ્કન્દપુરાણની વાત માનીએ તો જાણવા મળે છેકે, જ્યેષ્ઠ શુક્લા દશમી પર સ્નાન અને દાનનું એક ખાસ મહત્વ છે. કહેવામાં આવે છેકે જે વ્યક્તિ ગંગા દશેરાના દિવસે કોઇપણ નદીમાં સ્નાન કરે છે તો તેને પોતાના તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે.

શાસ્ત્રોમાં એ પણ છેકે આ જ સમયે સ્વર્ગથી ગંગાએ ધરતી પર પ્રવેશ કર્યો હતો, આ પ્રવના ઉપલક્ષમાં એ પણ કહેવામાં આવે છેકે જો આ પર્વ દરમિયાન તમે ગંગામાં સ્નાન કરો છો તો ગંગા તમારા દસ પાપોને દૂર કરી દે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કેવી રીતે મનાવવામાં આવે છે, ગંગા દશેરાને.

વારાણસીમાં ગંગા દશેરા

વારાણસીમાં ગંગા દશેરા

ગંગા દશેરા દરમિયાન વારાણસીમાં ગંગામાં ડુબકી લગાવતી પરીણિત મહિલાઓ. નોંધનીય છેકે ગંગા દશેરા હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે.

ઇલ્હાબાદમાં ગંગા દશેરા

ઇલ્હાબાદમાં ગંગા દશેરા

ઇલ્હાબાદમાં ગંગા દશેરા દરમિયાન પવિત્ર ગંગામાં ડુબકી લગાવતા ભક્તો.

ઇલ્હાબાદમાં ગંગા દશેરા

ઇલ્હાબાદમાં ગંગા દશેરા

ગંગા દશેરા દરમિયાન ઇલ્હાબાદમાં સ્નાન બાદ સૂર્ય દેવતાને જલ અર્પિત કરી રહેલી મહિલાઓ.

ગંગા દશેરા

ગંગા દશેરા

ગંગા દશેરા દરમિયાન લેવામા આવેલી એક સુંદર તસવીર. ઉત્તર ભારતમાં આ એક પ્રમુખ તહેવાર છે.

વારાણસીમાં ગંગા દશેરા

વારાણસીમાં ગંગા દશેરા

ગંગા દશેરા દરમિયાન વારાણસીમાં ગંગા આરતીની સુંદર તસવીર.

વારાણસીમાં ગંગા દશેરા

વારાણસીમાં ગંગા દશેરા

ઉત્તર ભારતમાં અનેક સ્થળો પર આ પર્વ દરમિયાન મા ગંગાની પ્રતિમાઓ પણ બનાવવામાં આવે છે.

ગંગા દશેરા

ગંગા દશેરા

પ્રતિમાંને ગંગા નદીમાં વિસર્જિત કરવા લઇ જતા લોકો.

ગંગા દશેરા

ગંગા દશેરા

આખા ઉત્તર ભારતમાં આ પ્રવને નિષ્ઠા સાથે મનાવવામાં આવે છે. કહેવામાં આવે છેકે આ દરમિયાન મા ગંગા સ્વર્ગથી ધરતી પર આવ્યા હતા.

ગંગા દશેરા

ગંગા દશેરા

હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથ સ્કન્દપુરાણની વાત માનીએ તો જાણવા મળે છેકે, જ્યેષ્ઠ શુક્લા દશમી પર સ્નાન અને દાનનું એક ખાસ મહત્વ છે.

ગંગા દશેરા

ગંગા દશેરા

કહેવામાં આવે છેકે જે વ્યક્તિ ગંગા દશેરાના દિવસે કોઇપણ નદીમાં સ્નાન કરે છે તો તેને પોતાના તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે.

English summary
The celebration of Ganga Dussehra is a grand affair. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X