• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્લાસિક કાર્સનું ઘર કહેવાતું હતું ગુજરાતનું ગોંડલ

|

ગોંડલ આઝાદી પહેલા કાઠિયાવાડના આઠ રાજસી રાજ્યોમાનું એક ગણાતું હતું. અહીના રાજાઓની કાર્સ પ્રત્યે ઘણી દિવાનગી હતી અને તેથી જ એ સમયે પણ ગુજરાતના ગોંડલમાં રસ્તાઓની સ્થિતિ સારી હતી. રાજકોટથી દક્ષિણે આગળ વધો અને તમને વીતેલા યુગની વિન્ટેજ ફોર્ડ અને બ્યુક ટેક્સીઓ હજી પણ સૌરાષ્ટ્રની સડકો પર આવ-જા કરતી દેખાશે. રાજકોટથી માત્ર 35 કિ.મી. દૂર આવેલા એક સમયના રજવાડા, ગોંડલ પર કાર ઉત્સાહી રાજવી પરિવારનું શાસન હતું, તેમના આ રાજવી શોખને પરિણામે ઑટોમોબાઈલોનો એક સરસ સંગ્રહ ઊભો થયો, જે હવે રાજમહેલના સંકુલમાં આવેલા સંગ્રહાલયનો ભાગ છે.

આ રાજવી ઉત્કટતા એટલી તો તીવ્ર હતી કે સ્વતંત્રતા-પૂર્વેના ગુજરાતમાં ગોંડલ શ્રેષ્ઠ રીતે આયોજિત અને સારી રીતે ડિઝાઈન થયેલી માર્ગવ્યવસ્થા ધરાવતું હતું. પોતાના પાડોશીઓની જેમ ગોંડલ પણ કેટલાક ખૂબ જ સુંદર રાજમહેલો અને રહેવાનાં સ્થળો ધરાવે છે; જેમાંનાં 1875માં ભગવતસિંહજીએ બંધાવેલા રિવરસાઈડ (નદીકિનારા પરના) રાજમહેલ જેવાં કેટલાંક સ્થળોને હવે હેરિટેજ હૉટલમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં છે. આ રાજમહેલની આસપાસનાં મેદાનો એક ખાનગી આરક્ષિત જંગલ રચે છે, જેમાંના કૂદતાં-દોડતાં હરણાં અને અનેકવિધ પ્રકારનાં પક્ષીઓ તેના શાંત સૌંદર્યમાં ઉમેરો કરે છે.

સત્તરમી સદીનું બાંધકામ ધરાવતો જૂનો દરબારગઢ મુલાકાત લેવા યોગ્ય છે, એવું કહેવાય છે કે તેને બાંધવામાં નવ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, એટલે તેને 'નવલખા મહેલ'નું ઉપનામ પણ મળ્યું છે. પથ્થરમાં અત્યંત ઝીણી કોતરણી અને ઉત્કીર્ણ કામ ધરાવતી કમાનોની શૃંખલા પર આ મહેલ બાંધવામાં આવ્યો છે અને તેમાં એક સુંદર સર્પાકાર સીડી છેક ટોચ સુધી લઈ જાય છે. દરબારગઢનો અંદરનો ભાગ મુલાકાતીઓ માટે ખુલ્લો છે અને ત્યાં ફરતા જૂના જમાનાના મહારાજાઓની એશઆરામભરી જીવનશૈલીનો અનુભવ થયા વિના રહેતો નથી.

માંડવી ચોક ગોંડલની આ મધ્યસ્થ બજાર એટલે લાક્ષણિક રંગોની ભેળસેળ, વાહનો અને લારી-ગલ્લાવાળાઓ, વેચનારા અને ભીખારીઓની કાગારોળ તથા કાપડ વેપારની વિવિધ વિલક્ષણ પ્રિન્ટની ગાંસડીઓની દોડધામની બરાબર વચ્ચોવચ આહારની વાનીઓની સુગંધ લઈ આવતી હવાની લહેરો. ગોંડલનો અનુભવ લેવો હોય તો તેની અંતિમ ક્રિયાઓ માટેની ચીજવસ્તુઓના બજારમાં શહેરના અને તેના લોકોના આત્માને અંદર લેતાં લેતાં એક આંટો મારવો પડે!

નદીકિનારા પરનો રાજમહેલ

નદીકિનારા પરનો રાજમહેલ

ગોંડલમાં આવેલો નદીકિનારા પરનો રાજમહેલ

નદીકિનારા પરનો રાજમહેલ

નદીકિનારા પરનો રાજમહેલ

ગોંડલમાં આવેલો નદીકિનારા પરનો રાજમહેલ

નવલખા મહેલ

નવલખા મહેલ

ગોંડલમાં આવેલો નવલખા મહેલ

નવલખા મહેલ

નવલખા મહેલ

ગોંડલમાં આવેલો નવલખા મહેલ

ઉદ્યાન મહેલ

ઉદ્યાન મહેલ

ગોંડલમાં આવેલો નદીકિનારા પરનો ઉદ્યાન મહેલ

રાજમહેલ

રાજમહેલ

ગોંડલમાં આવેલો નદીકિનારા પરનો રાજમહેલ / ઉદ્યાન મહેલ

રાજમહેલ

રાજમહેલ

ગોંડલમાં આવેલો નદીકિનારા પરનો રાજમહેલ / ઉદ્યાન મહેલ

નવલખા મહેલ

નવલખા મહેલ

ગોંડલમાં આવેલો નવલખા મહેલ

નવલખા મહેલ

નવલખા મહેલ

ગોંડલમાં આવેલો નવલખા મહેલ

English summary
Gondal was once one of the eight princely states of Kathiawar before Indian Independence. The rulers here had a fascination for cars for which Gondal had the best planned road system in Gujarat at that time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more