
'મોતીનો હાર' છે ગ્વાલિયરનો આ કિલ્લો
ગ્વાલિયર શહેર આગરાના દક્ષિણમાં 122 કિલોમીટર દૂર સ્થિત છે જે મધ્ય પ્રદેશની પ્રવાસન રાજધાની છે. આ મધ્ય પ્રદેશ રાજ્યનું ચોથું સૌથી મોટું શહેર છે. આ એક ઐતિહાસિક શહેર છે, જે પોતાના મંદિર, પ્રાચિન મહેલો અને કરમાતી સ્મારકો માટે પ્રસિદ્ધ છે, જે કોઇપણ યાત્રીને પૌરાણિક જમાનાની સફર કરાવી દે છે. ગ્વાલિયરના હિન્દ કિલાને મોતીનો હાર કહેવામાં આવે છે. આ સ્થાન ગ્વાલિયર કિલ્લા માટે પ્રસિદ્ધ છે, જે અનેક ઉત્તર ભારતીય રાજવંશોનું પ્રશાસનિક કેન્દ્ર હતું.
ગ્વાલિયર એ સ્થાન છે, જ્યાં ઇતિહાસ આધુનિકતાથી મળે છે. આ પોતાના ઐતિહાસિક સ્મારકો, કિલ્લાઓ અને સંગ્રાહલયો દ્વારા તમને તેના ઇતિહાસમાં લઇ જાય છે તથા સાથોસાથ એક પ્રગતિશીલ ઔધ્યોગિક શહેર પણ છે. આધુનિક ભારતના ઇતિહાસમાં ગ્વાલિયરને અદ્વિતીય સ્થાન પ્રાપ્ત છે.
કહેવામા આવે છે કે ગ્વાલિયરની સ્થાપના રાજા સૂરજ સેને 8મી શતાબ્દીમાં કરી હતી. તેમણે આ શહેરનું નામ ‘ગ્વાલિપા' નામના સાધૂના નામ પરથી રાખ્યું હતું, જેમણે રાજાના કુષ્ઠ રોગની સારવાર કરી હતી. ગ્વાલિયરનો ઇતિહાસ છઠ્ઠી શતાબ્દીમાં લખવામાં આવ્યો છે. છઠ્ઠી શતાબ્દીમાં હૂણ વંશનું શાસન હતું. બાદમાં તે કન્નેજના ગુજ્જર પરિહારોના હાથમાં જતું રહ્યું, જેમણે ઇશા પશ્ચાત 923 સુધી અહીં શાસન કર્યું અને ત્યારબાદ તે કછવાહા રાજપૂતોના હાથમાં જતું રહ્યું, જેમણે 10મી શતાબ્દી સુધી અહીં શાસન કર્યું. વર્ષ 1196માં દિલ્હી સલ્તનતના કુતુબુદ્દીન એબકે આ શહેરને જીતી લીધું તથા ત્યારબાદ શમસુદ્દીન અલ્તમશે 1232 સુધી અહીં શાસન કર્યું.
મુગલોએ પણ ગ્વાલિયર પર શાસન કર્યું. વર્ષ 1553માં વિક્રમાદિત્યએ ગ્વાલિયર પર વિજય પ્રાપ્ત કર્યો, જેમણે બાદમાં 1556માં અકબરની સેનાને હરાવીને ઉત્તર ભારતના અધિકાંશ ભાગ પર વિજય પ્રાપ્ત કર્યો. 18મી અને 19મી સદીમાં એક મરાઠા શાસક સિંધિયાએ બ્રિટિશ લોકો સાથે મળીને ગ્વાલિયર પર શાસન કર્યું. 1780 સુધી બ્રિટિશ લોકોએ ગ્વાલિયરને પૂર્ણ રીતે પોતાના તાબા હેઠળ લઇ લીધું. આ એ જ સ્થાન છે, જ્યાં 1857ની પહેલી ક્રાન્તિ થઇ, જેમાં મરાઠા વંશની ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ બ્રિટિશો વિરુદ્ધ લડતાં-લડતાં પોતાના પ્રાણ ગુમાવી દીધા હતા.
ગ્વાલિયરમાં પ્રવાસનનના અનેક આકર્ષણ છે. ગ્વાલિયર ફોર્ટ, ફૂલ બાગ, સૂરજ કૂંડ, હાથી પુલ, માન મંદિર મહેલ, જય વિલાસ મહેલ વિગેરે કોઇપણ પ્રવાસીને સંમોહિત કરે છે. આ ઉપરાંત આ સ્થાન મહાન ભારતીય ગાયક તાનસેનનું જન્મ સ્થાન પણ છે. ગ્વાલિયરમાં પ્રતિવર્ષ તાનસેન સંગીત સમારોહ મનાવવામાં આવે છે. હિન્દુસ્તાની સંગીતના ખ્યાલ ઘરાણાની શૈલીનું નામ આ શહેરના નામ પર જ પડ્યું છે. ગ્વાલિયર શીખ અને જૈન તીર્થ સ્થાનો માટે પણ પ્રસિદ્ધ છે. ગ્વાલિયર સુધી હવાઇ માર્ગ, રેલવે અથવા જમીન માર્ગ થકી પહોંચી શકાય છે. ગ્વાલિયરની મુલાકાત ઠંડીની ઋતુમાં કરવી ઉત્તમ ગણાય છે.

સાસું-વહુ મંદિર
આ સાસું -વહુ મંદિર છે અને અહીં વાસ્તુંનો ચમત્કાર જોવા મળે છે.

ગ્વાલિયરનું સાસું-વહુ મંદિર
મંદિરનો સામનો દેખાવ

ગ્વાલિયરનો કિલ્લો
આ દ્રશ્ય ગ્વાલિયરના કિલ્લાનો છે

સુંદર કિલ્લો
આ ગ્વાલિયરનો સુંદર કિલ્લો છે

એક સુરમ્ય દ્રશ્ય
ગ્વાલિયરના કિલ્લાનું એક સુરમ્ય દ્રશ્ય

કિલ્લાનું એક દ્રશ્ય
ગ્વાલિયરના કિલ્લાનું એક દ્રશ્ય

ગ્વાલિયરમાં આવેલો કિલ્લો
આ તસવીર ગ્વાલિયરમાં આવેલા કિલ્લાની છે

ગ્વાલિયરમાં આવેલો કિલ્લો
આ તસવીર ગ્વાલિયરમાં આવેલા કિલ્લાની છે

સાસું-વહુ મંદિર ગ્વાલિયરમાં
સાસું-વહુ મંદિરની બીજી બાજુ

પવિત્ર મંદિર
ગ્વાલિયરનું પવિત્ર સાસું-વહુ મંદિર

પ્રાચિન મંદિર
ગ્વાલિયરનું પ્રાચિન સાસું-વહુ મંદિર

ગ્વાલિયરનો કિલ્લો
ગ્વાલિયરના કિલ્લાની એક દિવાલ

મોહમ્મદનો મકબરો
ગૌસ મોહમ્મદનો મકબરો-સમાધિ

રોયલ પેલેસ
ગ્વાલિયરના જય વિલાસ મહેલ-રોયલ પેલેસ

મન મંદિર પેલેસ
આ એક ઐતિહાસિક મહેલ છે

જળાશય
ટિગ્રા બાંધ

સૂર્ય મંદિર
આ સુંદર દ્રશ્ય સૂર્ય મંદિરનું છે

સુંદર ઉદ્યાન
જય વિલાસ મહેલનું સુંદર ઉદ્યાન

દરબાર
જય વિલાસ મહલનું દરબાર

સાર્વજનિક શ્રોતાગણ કક્ષ
મન મંદિર પેલેસનું સાર્વજનિક શ્રોતાગણ કક્ષ

મન મંદિર પેલેસ
ગ્વાલિયરના મન મંદિર પેલેસની અંદરનું દ્રશ્ય

સુંદર કોતરણી
મન મંદિર પેલેસની સુંદર કોતરણી

પેલેસ અને ટાવર્સ
મન મિંદર પેલેસ અને ટાવર્સ

પ્રેમનું પ્રતિક
પ્રેમનું પ્રતિક ગુજારી મહેલ

હાથી પૂલ
હાથી પૂલનો પ્રવેશદ્વાર

મૂર્તિઓ
ગ્વાલિયર કિલ્લાની મૂર્તિઓ

ગ્વાલિયરનો કિલ્લો દૂરથી
ગ્વાલિયરના કિલ્લાનું દૂરથી લેવામાં આવેલું દ્રશ્ય

કોતરણી
ગ્વાલિયરના કિલ્લાની કોતરણી

વિશાળ પ્રતિમા
ગ્વાલિયર કિલ્લાની વિશાળ પ્રતિમા

ગ્વાલિયર કિલ્લાનો દ્વાર
આ તસવીર ગ્વાલિયર કિલ્લાના દ્વારની છે

કિલ્લામાં આવેલી મૂર્તિઓ
ગ્વાલિયરના કિલ્લામાં આવેલી મૂર્તિઓ

ગ્વાલિયર ફોર્ટ
તસવીરમાં જૂઓ ગ્વાલિયર ફોર્ટ

કિલ્લાનો વિસ્તાર
ગ્વાલિયર કિલ્લાનો વિસ્તાર

કિલ્લાની દિવાલ
ગ્વાલિયર કિલ્લાની દિવાલ