For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં છે ચમત્કારી શક્તિપીઠ, માન્યતા છે કે અહીં પડ્યું હતું સતીનું માથું

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ભલે તનાવપૂર્ણ માહોલ, પરંતુ બંને દેશો વચ્ચે આજે પણ કેટલીક એવી મિસાલ છે, જે સાબિત કરે છે કે બંને દેશો વચ્ચે રાજકીય સંબંધ ભલે કથળેલો હોય

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ભલે તનાવપૂર્ણ માહોલ, પરંતુ બંને દેશો વચ્ચે આજે પણ કેટલીક એવી મિસાલ છે, જે સાબિત કરે છે કે બંને દેશો વચ્ચે રાજકીય સંબંધ ભલે કથળેલો હોય, વાત જ્યારે આસ્થાની આવે તો બંને દેશ એકબીજાનું સન્માન કરે છે.

નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. નવરાત્રિમાં બધે જ 9 દિવસ સુધી માતજીની પૂજા થશે, ત્યારે પાકિસ્તાનમાં પણ જય માતા દીનો નાદ સંભળાય છે. માનવામાં આવે છે કે 51 શક્તિપીઠમાંથી સૌથી મહત્વની શક્તિપીઠ પાકિસ્તાનમાં પણ છે. વાત છે હિંગળાજ ભવાની શક્તિપીઠની જે બલૂચિસ્તાનમાં હિંગોળ નદીના કિનારે આવેલા હિંગળાજ વિસ્તારમાં પણ છે. આ શક્તિપીઠને ધરતી પર માતાજીનું પહેલું સ્થાનક મનાય છે, જે પાકિસ્તાનમાં છે.

આ પણ વાંચો: અહીં કાર્તિકેયે ભગવાન શિવને સમર્પિત કર્યા હતા પોતાના હાડકા

અહીં પડ્યું હતું દેવી સતીનું માથું

અહીં પડ્યું હતું દેવી સતીનું માથું

જ્યારે દેવી સતીએ આત્મદાહ કર્યો ત્યારે ભગવાન શિવ તેમના શબને લઈ બ્રહ્માંડમાં ફરતા હતા અને તાંડવ કરતા હતા. શિવનો મોહબંગ કરવા માટે અને બ્રહ્માંડને પ્રલયથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના દેહના ટુકડા કરી લીધા. જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપઠ બની. માન્યતા છે કે હિંગળાજ શક્તિપીઠમાં દેવી સતીનું માથુ પડ્યું હતું. કહેવાય છે કે દરરોજ રાત્રે અહીં તમામ શક્તિઓ ભેગી થઈને રાસ લે છે અને દિવસે માતા હિંગળાજની અંદર સમાઈ જાય છે.

નાનીની હજ

નાનીની હજ

ફક્ત હિંદુ જ નહીં મુસલમાનોને પણ હિંગળાજ દેવીમાં આસ્થા છે અને મંદિરની સાર સંભાળ પણ રાખે છે. આ મંદિરને નાનીનું મંદિર પણ કહે છે. પ્રાચીન પરંપરા પ્રમઆમે અહીંના સ્થાનિક મુસ્લિમો તેને તીર્થયાત્રાનો ભાગ માને છે, સ્થાનિક મુસ્લિોમાં આ મંદિર નાનીની હજ તરીકે જાણીતું છે.

હિંદુ-મુસ્લિમ મળીને ઉજવે છે નવરાત્રિ

હિંદુ-મુસ્લિમ મળીને ઉજવે છે નવરાત્રિ

નવરાત્રિ દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટે છે. 9 દિવસ સુધી દેશ-વિદેશમાં ભક્તજન અહીં માતાના દુર્લભ દર્શન કરવા પહોંચે છે. નવરાત્રિ દરમિયાન આ મંદિરમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોઈ ફરક નથી રહેતો. મોટા ભાગે બલૂચિસ્તાન-સિંધના લોકો અહીં દર્શન કરવા આવે છે.

51 શક્તિપીઠમાંથી એક છે હિંગળાજ માતાનું મંદિર

51 શક્તિપીઠમાંથી એક છે હિંગળાજ માતાનું મંદિર

હિંગળાજ માતાનું મંદિર, પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલી હિંગળ નદીના કિનારે વસેલું છે. આ મંદિર મકરાન રણની ખેરધાર પહાડીઓની એક સિરીઝના અંતે આવેલો છે. મંદિર એક નાનકડી પ્રાકૃતિક ગુફામાં બનેલું છે. જ્યાં એક માટીની વેદી બનેલી છે. દેવીની કોઈ માનવ નિર્મિત મૂર્તી નથી. પરંતુ નાના આકારના શિલા અને હિંગળાજ માતાના રૂપમાં પૂજાય છે. હિંગળાજ મંદિર જે વિસ્તારમાં છે, જે પાકિસ્તાનના સૌથી મોટા હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં ગણાય છે.

English summary
Hinglaj mata temple in pakistan muslims call it nani haj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X