For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇગતપુરી, એક અનોખું હિલ સ્ટેશન

|
Google Oneindia Gujarati News

સ્હયાદ્રી પર્વતમાળાથી ઘેરાયેલું આ એક અનોખું હિલ સ્ટેશન છે, ઇગતપુરી. આ નાસિક જિલ્લામાં સ્થિત છે અને મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી સુંદર તથા મનપસંદ હિલ સ્ટેશન છે. ઇગતપુરી પોતાના પ્રાચીન અને સ્થાનિક મંદિરો માટે જાણીતું છે. ઇગતપુરી આવો ત્યારે ઘાટનદેવી મંદિર જરૂર જોવું જોઇએ. ઘાટોની રક્ષક ઘાટનદેવીને સમર્પિત આ મંદિરની નીચે ઘાટી અને સહયાદ્રી પર્વતમાળાનો સુંદર નજારો જોઇ શકાય છે. અહીં આવો ત્યારે વિપસ્ના કેન્દ્ર જરૂર જોવું જોઇએ. આ એક કેન્દ્ર છે જ્યાં ધ્યાન યોગનો પૂરો કોર્સ કરાવવામાં આવે છે અને તમે વર્ષોથી થઇ રહેતા આ યોગનું મહત્વ જાણી શકો છો.

જો તમે ઇતિહાસ અને વાસ્તુકળાના પ્રેમી છો તો તમારે ત્રિંગલવાડી કિલ્લાને જરૂરથી જોવો જોઇએ. સમુદ્રતટથી 3000 ફૂટ ઉપર બનેલા આ શાહી કિલ્લાની ઉપર નીચે વસેલા ઇગતપુરી શહેર અને સહયાદ્રી પર્વતમાળાનું અદભૂત અને મનભાવન નજારો જોઇ શકો છો. શિવાજી મહારાજના જીવનને દર્શાવતા, વાલાવલકર સંગ્રહાલય એક અનોખું સંગ્રહાલય છે, જે તમને જરૂર પસંદ આવશે. અહીં આવો ત્યારે તમે વડા પાવ ના ખાઓ તો સમજો કંઇ જ નથી ખાધું.

1900 ફૂટની ઉંચાઇ પર, નિર્મળ ઝરણાઓ અને ગાઢ જંગલોના કારણે આ સ્થળની સુંદરતા જોવા જેવી છે. શહેરીકરણ નહીં હોવાના કારણે આ સ્થળની હવા ઘણી નિર્મળ છે. અહીં અવાર નવાર આવતા યાત્રી એ વાતથી સહેમત થશે કે અહીં આવવાથી દોડધામ ભરેલી જિંદગીનો થાક દૂર થઇ જાય છે. ત્રિંગલવાડી કિલ્લાની પાસે સ્થિત ત્રિંગલવાડી ઝીલના કિનારે તમે પરિવાર સાથે એક સાંજ વિતાવી શકો છો. પ્રકૃતિ પ્રેમીઓ અહીં અનેક પ્રકારના ઝાડ-પાન અને પક્ષીઓને જોઇ શકે છે. આ સ્થળ ટ્રેકિંગ માટે ઘણું જ સારું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ હિલ સ્ટેશન ઇગતપુરીને.

ઇગતપુરીનું સુંદર દ્રશ્ય

ઇગતપુરીનું સુંદર દ્રશ્ય

મહારાષ્ટ્રના હિલ સ્ટેશન ઇગતપુરીનું સુંદર દ્રશ્ય

લીલુંછમ ઇગતપુરી

લીલુંછમ ઇગતપુરી

આ હિલ સ્ટેશન તેના લીલાછમ વાતાવરણ માટે પણ જાણીતું છે.

 અનોખું હિલ સ્ટેશન

અનોખું હિલ સ્ટેશન

ઇગતપુરીએ મહારાષ્ટ્રનું એક અનોખું હિલ સ્ટેશન છે.

હિલ સ્ટેશન

હિલ સ્ટેશન

મહારાષ્ટ્રમાં આવેલું એક અનોખું ઇગતપુરી હિલ સ્ટેશન.

English summary
Located at an altitude of a dizzying 1,900 feet, this beauty naturally possesses a wonderful terrain, with cascading waterfalls and green deep forests to complete the scenic picture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X