આ શહેર છે મધ્યપ્રદેશનું દિલ
ઇન્દોર, મધ્યપ્રધેશના માલવાના પઠાર પર સ્થિત છે, જ્યાં પર્યટકો ઉત્સાહ સાથે હરવાં-ફરવાં માટે જાય છે. આ માનવ નિર્મિત આકર્ષણ ભૂમિ છે, ઇન્દોરમાં મધ્યપ્રદેશનું દિલ કહેવામાં આવે છે. ઇન્દોર પ્રવાસન તેમને એક સુંદર શહેરની મુલાકાતે લઇ જવાય છે, જ્યાં ચમચમાતી નદીઓ, શાંત ઝરણા અને બુલંદ પઠાર મનોરમ દ્રશ્ય રજૂ કરે છે.
અહીંની અદભૂત પ્રાકૃતિક સૌંદર્યવાળી ભૂમિ, ઇન્દોરની સુંદરતા વાસ્તુકળા અને મહિમાને સુંદર રીતે દર્શાવે છે. આ શહેરમાં બે નદીઓ, ખાણ અને સરસ્વતીના સંગમની વાત કરે છે. ઇન્દોરમાં પ્રાકૃતિક વન્ડર્સ વચ્ચે એક સુંદર સંતુલન છે, જે અતીત અને વર્તમાનનું સુંદર મિશ્રણ છે. પ્રવાસન દ્રષ્ટિકોણથી ઇન્દોરમાં સંરચનાત્મક, સાંસ્કૃતિક અને સામાજિક જીવનમાં જીવતંતા જોવા મળી છે.
ઇન્દોર, મધ્યપ્રેદશનું સૌથી મોટું શહેર છે અને ત્યાંનો ઇતિહાસ ઘણો જ સમૃદ્ધ છે, જ્યાં સુંદરતાથી સંરક્ષિત કરવામાં આવ્યું છે. આ શહેરમાં 18મી સદીમાં બનાવવામાં આવેલું મંદિર છે જે ભગવાન ઇન્દ્રેશ્વરને સમર્પિત છે. ઇન્દોર શહેરનું નામ આ જ મંદિરના દેવતા પરથી રાખવામાં આવ્યું છે. આ શહેરની શોધ રાવ નંદલાલ ચૌધરીએ કરી હતી. આ શહેર અનેક મહાન રાજવંશો અને શાસકોના નિયમોનું સાક્ષી રહ્યું છે, પરંતુ ઇતિહાસના પન્નાઓને ખોલીને વંશના શાસકોએ ઇન્દોરને એક અલગ ઓળખ આપી છે.
ઇન્દોર એક એવુ સ્થાન છે, જ્યાં સ્મારકો અને સ્થળોની સુંદરતા, શહેરને વધું ખાસ બનાવે છે. અહીં અનેક જૂના સ્મારક પણ છે, જે બે સદી જૂના છે. અહીંના રજવાડા આ આધુનિક યુગમાં પણ ભવ્યતા સાથે ઇતિહાસની સાક્ષી આપતા અડીખમ ઉભા છે. આજે પણ ઇન્દોરના સ્મારકમાં ફ્રેન્ચ, મુગલ અને મરાઠા વાસ્તુકળાની અનન્ય સુંદરતા જોવા મળે છે, જે પર્યટકોને મંત્રમુગ્ધ કરી દે છે. જ્યાં સુંદર આકર્ષણે માત્ર અતિત ને જ સાચવીને રાખ્યું નથી પરંતુ ઇન્દોરના ઇતિહાસ અને સુંદરતા આજે પણ અહીં આવનારા પર્યટકો માટે જીવીત રાખ્યો છે, જેથી તેઓ જાણી શકે કે ઇન્દોર શું હતું અને આજે શું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ઇન્દોરને.

ટ્રેઝર આઇલેન્ડ
આ ઇન્દોરમાં આવેલા ટ્રેઝર આઇલેન્ડ મોલ

આઇઆઇએમ ઇન્દોર
ઇન્દોરમા આવેલી આઇઆઇએમનું એક દ્રશ્ય

ખજરાના ગણેશ મંદિર
ઇન્દોરમાં આવેલું ખજરાના ગણેશ મંદિર

અન્નપૂર્ણા મંદિર
ઇન્દોરમાં આવેલું અન્નપૂર્ણા મંદિર

કૃષ્ણાપૂરા છતરી
ઇન્દોરમાં આવેલા કૃષ્ણાપૂરા છતરીનું એક સુંદર દ્રશ્ય

ભગવાન શિવની મૂર્તિ
કૃષ્ણાપુરા છતરીમાં ભગવાન શિવની મૂર્તિ

ગુંબદના આકારનો મંડપ
ઇન્દોરમાં આવેલા કૃષ્ણાપુરા છતરીના ગુંબદના આકારનો મંડપ

છતરી
ઇન્દોરમાં આવેલા કૃષ્ણાપુરા છતરીની છતરી

દીવાલો પર ખોદાયેલી મૂર્તિઓ
કૃષ્ણાપુરા છતરીમાં દીવાલો પર ખોદાયેલી મૂર્તિઓ

રજવાડા મહેલ
ઇન્દોરમાં આવેલો રજવાડા મહેલ

મહેલની સામેનું દ્રશ્ય
ઇન્દોરમાં આવેલા રજવાડા મહેલની સામેનું દ્રશ્ય

પાતાળપાણી
ઇન્દોરમાં આવેલું પ્રાચીન પાતાળપાણી ઝરણું












Click it and Unblock the Notifications
