For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહક ચટ્ટાણો ને નર્મદાની ગોદમાં ઉછરી રહ્યું છે આ શહેર

|
Google Oneindia Gujarati News

ભારતનું હૃદય ગણાતું મધ્ય પ્રદેશ પ્રવાસનની દ્રષ્ટિએ કોઇ સ્વર્ગથી ઓછું નથી. અહીં એક ટ્રાવેલર માટે એવું ઘણું બધુ છે, જેને તે જીવનભર પોતાની યાદોમાં સાચવી શકે છે. તમને જણાવી દઇએ કે મધ્ય પ્રદેશ દેશનું બીજું સૌથી મોટી રાજ્ય છે, જે પ્રવાસનની દ્રષ્ટિએ ઘણું જ મહત્વપૂર્ણ છે. તો આજે આ ક્રમમાં અમે તમને જણાવી રહ્યાં છીએ, મધ્ય પ્રદેશના સુંદર શહેરોમાં સામેલ જબલપુર અંગે.

નર્મદા નદીના કિનારે વસેલું જબલપુર મધ્ય પ્રદેશનું એક મહત્વપૂર્ણ શહેર છે. આમ તો આ શહેર અનેક કારણોના લીધે જાણીતું છે, પરંતુ પ્રવાસનની દ્રષ્ટિએ પણ રાજ્યમાં તેનું મહત્વનું સ્થાન છે. અહીંના ભેડાઘાટમાં સંગેમરમરની ચટ્ટાણો મળી આવે છે, જેના કારણે તેને સંગેમરમરનું શહેર કહેવામાં આવે છે. અહીંની સંગેમરમરની ચટ્ટાણોએ જબલપુરને આખા વિશ્વમાં લોકપ્રિયતા અપાવી છે અને આજે શહેર પ્રવાસનના ક્ષેત્રમાં વિશેષ સ્થાન ધરાવે છે.

ભેડાઘાટ પોતે પણ એક લોકપ્રીય પ્રવાસન સ્થળ છે અને સમયની સાથોસાથ આ જબલપુર શહેરની સમકક્ષ ઉભુ રહેવા લાગ્યું છે. જબલપુર એક પ્રકારે કોસ્મોપોલિટન શહેર છે. પોતાની સામરિક અને ઓદ્યોગિક સંપન્નતાથી તે આર્થિક રીતે ઝડપથી વિકસી રહ્યું છે. જબલપુર આવનારા પ્રવાસીઓ પાસે અહીં જોવા માટે ઘણા વિકલ્પો છે. શહેરના તીર્થ સ્થળોમાં ચૌંસઠ યોગિની મંદિર, પિસનહારીની મઢિયા અને ત્રિપૂર સુંદરી મંદિર પ્રમુખ છે.

ડુમના નેચર રિઝર્વ વધુ એક લોકપ્રીય પ્રવાસન સ્થળ છે, જે આખું વર્ષ પશુ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે જબલપુર આવ્યા બાદ કયા કયા સ્થળોની અવશ્ય મુલાકાત લેવી જોઇએ.

ધુંઆધાર વૉટરફોલ

ધુંઆધાર વૉટરફોલ

ધોધમાર જલપ્રપાત જબલપુર જ નહીં પરંતુ આખા મધ્ય પ્રદેશનું એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે. 10 મીટરની ઉંચાઇથી પડતાં આ ધોધની છટા અનુપમ છે. તેની ઉત્પત્તિ નર્મદા નદીથી થાય છે. આ સુરમ્ય પ્રપાત પ્રસિદ્ધ સંગેમરમરના પર્વતોથી નિકળે છે. આ ધોધ જ્યારે મોટી ઘારા સાથે પડે છે, તો પાણી પડવાનો અવાજ દૂર સુધી સંભળાય છે. આ ધોધ પડવાથી એ સ્થળ પર ધુમાડા જેવો માહોલ છવાય જાય છે. તેથી તેને ધુઆંધાર ધોધ પણ કહેવામાં આવે છે.

ભેડાઘાટમાં સંગેમરમરની ચટ્ટાણો

ભેડાઘાટમાં સંગેમરમરની ચટ્ટાણો

જબલપુરના ભેડાઘાટમાં સ્થિત સંગેમરમરની ચટ્ટાણો અન્ય કોઇ પણ પ્રવાસન સ્થળોમાં સર્વાધિક મુલાકાત લેવાતું સ્થળ છે. એવું કહેવું જરા પણ ખોટું નથી કે જબલપુર અને સંગેમરમરી ચટ્ટાણો એકબીજાના પર્યાયવાચી થઇ ગયા છે. સંગેમરમરી ચટ્ટાણ નર્મદા નદીની બન્ને તરફ અંદાજે 100 ફૂટ ઉંચી છે. ભેડાઘાટનું વાતાવરણ ઘણું શાંત રહે છે. જ્યારે સૂરજનો પ્રકાશ સંગેમરમરની ચટ્ટાણ પર પડે છે, તો નદીમાં બનતું તેનું પ્રતિબિંબ અદ્ભૂત હોય છે.

ચૌંસઠ યોગિની મંદિર

ચૌંસઠ યોગિની મંદિર

ચૌંસઠ યોગિની મંદિર જબલપુરની ઐતિહાસિક સંપન્નતામાં વધુ એક અધ્યાય ઉમેરે છે. પ્રસિદ્ધ સંગેમરમર ચટ્ટાણ પાસે સ્થિત આ મંદિરમાં દેવી દુર્ગાની 64 અનુષંગિકોની પ્રતિમા છે. આ મંદિરની વિશેષતા તેની વચ્ચે સ્થાપિત ભગવાન શિવની પ્રતિમા છે. જે દેવીઓની પ્રતિમાઓથી ઘેરાયેલી છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 1000ની આસપાસ કલીચૂરી વંશે કરાવ્યું હતું.

મદન મહલ કિલ્લો

મદન મહલ કિલ્લો

જબલપુરનો મદન મહલ કિલ્લો એ શાસકોના અસ્તિત્વનું સાક્ષી છે, જેમણે અહીં 11મી શતાબ્દીમાં લાંબા સમય માટે શાસન કર્યું હતું. રાજા મદન સિંહ દ્વારા બનાવવામાં આવેલો આ કિલ્લો શહેરથી બે કિ.મી દૂર એક પર્વતીય ચોટી પર સ્થિત છે. આ કિલ્લો રાજાની માતા રાણી દૂર્ગાવતી સાથે જોડાયેલો છે, જે એક બહાદૂર ગોંડ રાણીના રૂપમાં જાણીતા છે.

બરગી ડેમ

બરગી ડેમ

જબલપુરનો બરગી ડેમ નર્મદા નદી પર બનેલા 30 ડેમોમાનો એક મહત્વપૂર્ણ ડેમ છે. આ ડેમનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે, કારણ કે, તે જબલપુર અને આસપાસના ક્ષેત્રોમાં જલ આપૂર્તિનો એક પ્રમુખ સ્ત્રોત છે. બરગી ડાઇવર્ઝન પ્રોજેક્ટ અને રાણી અવંતીબાઇ લોધી સાગર પ્રોજેક્ટ આ ડેમ પર વિકસિત બે મહત્વપૂર્ણ સિંચાઇ પરિયોજના છે.

બૈલેંસિંગ રોક્સ

બૈલેંસિંગ રોક્સ

સાચા અર્થમાં જોવામાં આવે તો જબલપુરનું બેલેંસિંગ રોક્સ ભૂવૈજ્ઞાનિક આશ્ચર્ય સમાન છે. ગોંડ શાસક રાજા મદન મોહન સિંહ દ્વારા બનાવવામાં આવેલા મદન મોહન કિલ્લાના માર્ગે બેલેંસિંગ રોક્સ અંગે કહેવામાં આવે છેકે, તેનું નિર્માણ હજારો વર્ષ પહેલા જ્વાળામુખી ફાટવાના કારણે થયું હતું. પુરાત્વવિદ અને ભૂવૈજ્ઞાનિકો આજ સુધી એ વાતને સમજવામાં નિષ્ફળ રહ્યાં છેકે, કેવી રીતે આ ચટ્ટાણ આટલા વર્ષો સુધી તેના એ જ સ્થાન પર મોજૂદ છે.

ડુમના નેચર રિઝર્વ

ડુમના નેચર રિઝર્વ

ડુમના નેચર રિઝર્વ જલબપુર શહેરથી 10 કિ.મી દૂર છે. પ્રકૃતિ અને વન્ય જીવનોમાં રસ ધરાવનારાઓ માટે આ એક આદર્શ સ્થળ સાબિત થઇ શકે છે. ડુમના એરપોર્ટના માર્ગે આવેલું આ રિઝર્વ 1058 હેક્ટરના ભૂભાગ પર ફેલાયેલું છે. જો તમે જંગલની યાત્રા કરવા નિકળો તો તમને અનેક પ્રકારના જાનવરો જોવા મળી શકે છે.

ભગવાન શિવની પ્રતિમા

ભગવાન શિવની પ્રતિમા

જબલપુરના કચનારમાં સ્થિત ભગવાન શિવની એક 76 ફૂટની ઉંચી પ્રતિમા અહીંના પ્રમુખ આકર્ષણોમાનું એક પ્રમુખ આકર્ષણ છે. તેમને જણાવી દઇએ કે બેઠક મુદ્રામાં આ પ્રતિમાનો સમાવેશ ભારતની સૌથી ઉંચી પ્રતિમામાં થાય છે. તેમાં ભગવાન શિવ ખુલા આકાશ નીચે બેસેલા છે.

હનુમાન તાલ મોટું જૈન મંદિર

હનુમાન તાલ મોટું જૈન મંદિર

હનુમાન તાલ મોટું જૈન મંદિર જબલપુરનું એક ઐતિહાસિક જૈન મંદિર છે. ક્યારેક હનુમાન તાલ જબલપુરનું મુખ્ય બિન્દુ ગણાતું હતું. ઘણા બધા શિખરોવાળું આ મંદિર એક દૂર્ગની જેમ છે, જેનું નિર્માણ 1686માં થયું હતું. તમને જણાવી દઇએ કે, તેને 19મી સદીમાં પુનઃ નિર્મિત કરવામાં આવ્યું હતું. આ મંદિરની અંદર 22 અન્ય મંદિર છે, જેના કારણે આ મંદિરનો સમાવેશ ભારતના સૌથી મોટા જૈન મંદિરમાં થાય છે. જો તમે આ મંદિરને ધ્યાનથી જુઓ તો તમને જાણવા મળશે કે અહીં મોજૂદ પ્રતિમાઓ કલચૂરી શાસનના સમયની છે. જો તમે જબલપુરમાં હોવ તો આ મંદિરની યાત્રા અવશ્ય કરો.

English summary
Jabalpur is a great place for tourists. Take a look at the tourist places in Jabalpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X