• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મન મોહી લે તેવું છે છત્તીસગઢનું જગદલપુર

|

જગદલપુર છત્તીસગઢ ભારતીય રાજ્યમાં બસ્તર જિલ્લાનું પ્રશાસનિક મુખ્યાલય છે. જગદલપુર પોતાના હર્યા ભર્યા પર્વતો, ખીણો, ગાઢ જંગલો, નદીઓ, ઝરણા, ગુફાઓ, પ્રાકૃતિક પાર્ક, શાનદાર સ્મારકો, સમૃદ્ધ પ્રાકૃતિક સંસાધનો, વિપુલ ઉત્સવ અને આનંદમય એકાંતથી ભરેલી પોતાની હરિયાળી માટે જાણીતું છે.

અદ્ભૂત પ્રાકૃતિક સૌંદર્ય અને જંગલી જાનવરો માટે આ વિશાળ સંરક્ષિત વનથી સમૃદ્ધ જગદલપુર પોતાની પારંપરિક લોક સંસ્કૃતિ માટે પણ જાણીતું છે, જે આ ક્ષેત્રને વિશેષતા પ્રદાન કરે છે. ધમતરીમાં અનેક પ્રવાસન સ્થળો છે. જેમાં કાંગેર ખાટી રાષ્ટ્રીય ઉદ્યાન, ઇંદ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન, ચિત્રકોટ વોટરફોલ, ચિત્રાધરા ઝરણું અને દલપત સાગર ઝીલ છે. જ્યાં એક મ્યુઝીક ફાઉન્ટેન પણ છે, જે આ દ્વીપને સુંદરતા પ્રદાન કરે છે.

કલા અને શિલ્પ સમય, સમાજ અને સંસ્કૃતિનું એક લિખિત પ્રમાણ છે. આદિવાસી અને લોક કલાકાર અને શિલ્પકાર પોતાના કાર્યોને પોતાની વિચાધારા, વિચારો અને કલ્પનાની અભિવ્યક્તિ કરે છે. વસ્તુઓ અને દૈનિક ઉપયોગની કલાકૃતિઓને બનાવતી વખતે પણ તેમની કલાત્મક કલ્પના અને સૌંદર્યની ભાવના કામ કરતીરહે છે. પોતાના દેવી દેવતાઓને શાંત કરવા માટે કર્મકાંડોમાં કલાત્મક પ્રસાદની તેમની પરંપરા સદીઓથી ચાલી આવે છે, જે કલાને જીવીત અને જીવંત રાખે છે. કલા, વાસ્તરમાં પોતાના અસ્તિત્વનો હિસ્સો છે.

જગદલપુરના આદિવાસી અને લોક કલા અને શિલ્પની દુનિયામાં એક ઝલક પર લોકોને આકર્ષિત કરી લે તેવી છે. આદિવાસી કલાકારો અને શિલ્પકારોએ પોતાના અતિત અને સમૃદ્ધ પરંપરાને જીવીત રાખી છે. જોવામાં આવે તો, જે પ્રકારે તે માટી, લાકડુ, પથ્થર, ધાતુ વિગેરેને વિલક્ષણ આકાર, રૂપ અને આકર્ષક ડિઝાઇનમાં ઢાળે છે, તે ઘણું જ આકર્ષક કરે છે અને મન મોહી લે તેવું હોય છે.

જગદલપુરમાં લૌહ શિલ્પની પરંપરા પેઢીઓથી ચાલી આવી છે અને તેમા કૌશલ અને રચનાત્મકતામાં બેજોડ ઉભેલી છે. ક્ષેત્રના ધાતુ શિલ્પ એક અદ્વીતિય દેહાતી આકર્ષણ છે. લોખંડની મૂર્તિઓમાં ઉત્કૃષ્ટતાની સાથે ક્ષેત્રના શિલ્પકાર પ્રત્યેક પારંપરિક અથવા કાલ્પનિક વિષય પર પ્રયોગ કરે છે. તેમના વિષયમાં સ્થાનિક દેવતા, સશસ્ત્ર આદિવાસી સૈનિક, ઘોડા, સુઅર અને વિભિન્ન પક્ષી સામેલ હોય છે. ઉત્પાદ મુખ્ય રીતે સજાવવા માટે, પૂજા કરવા માટે અને રોજ દરરોજમાં ઉપયોગ થાય તેવી હોય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ જગદલપુરને.

ચિત્રકૂટ ઝરણુ

ચિત્રકૂટ ઝરણુ

જગદલપુરના ચિત્રકૂટ ઝરણાની સાઇડમાંથી લેવામાં આવેલી

જગદલપુરનું ઝરણુ

જગદલપુરનું ઝરણુ

જગદલપુરના ચિત્રકૂટ ઝરણાની દૂરથી લેવામાં આવેલી તસવીર

ઝરણાનું નજીકનું દ્રશ્ય

ઝરણાનું નજીકનું દ્રશ્ય

જગદલપુરના ચિત્રકૂટ ઝરણાની નજીકથી લેવામાં આવેલી તસવીર

તિરથગઢ ઝરણું

તિરથગઢ ઝરણું

જગદલપુરના તિરથગઢ ઝરણાનું એક દ્રશ્ય

 કાંગેરવેલી નેશનલ પાર્ક

કાંગેરવેલી નેશનલ પાર્ક

જગદલપુરમાં આવેલું કાંગેરવેલી નેશનલ પાર્ક

ઇન્દ્રાવતી નેશનલ પાર્ક

ઇન્દ્રાવતી નેશનલ પાર્ક

જગદલપુરમાં આવેલું ઇન્દ્રાવતી નેશનલ પાર્ક

દલપત સાગર લેક

દલપત સાગર લેક

જગદલપુરમાં આવેલું દલપત સાગર લેક

English summary
Jagdalpur is the administrative headquarters of Bastar District in the Indian state of Chhattisgarh. Jagdalpur is well known for its greenery, filled with lush green mountains, deep valleys, dense forests, streams, waterfalls, caves, natural parks, magnificent monuments, rich natural resources, exuberant festivity and blissful solitude.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more