For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રજા ગાળનારાઓનું સ્વર્ગ છે ખંડાલા

|
Google Oneindia Gujarati News

એક વ્યસ્ત અઠવાડિયા પછી તણાવ મુક્ત થવા માટે મહારાષ્ટ્ર સ્થિત ખંડાલા સૌથી ઉપયુક્ત હિલ સ્ટેશન છે. સહ્યાદ્રી શ્રેણીના પશ્ચિમ ભાગમાં સ્થિત આ સ્થળ સમુદ્ર તટથી 625 મીટરની ઉંચાઇ પર સ્થિત છે અને ભારતનું એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. ભોર ઘાટના અંતમાં સ્થિત આ સ્થળ લોનાવાલાથી લગભગ ત્રણ કિ.મીના અંતરે છે, જે એક અન્ય હિલ સ્ટેશન છે અને કર્જતથી સાત કિ.મીના અંતરે છે.

આ સ્થળના ઉદભવ અંગે કોઇ વિશ્વસનીય ઐતિહાસિક પ્રમાણ ઉપલબ્ધ નથી. તેમ છતાં એક જાણીતું તથ્ય છે કે બ્રિટિશોના અધિકાર પહેલા મહાન મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી અને પેશવાઓએ ખંડાલા પર રાજ કર્યુ હતુ. અન્ય તમામ હિલ સ્ટેશનોની જેમ ખંડાલા પણ ઉપનિવેશીય યુગનું પ્રમાણ છે. અહીંના ઐતિહાસિક સ્થળે અને સ્મારકોમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સ્પષ્ટ રીતે જોવા મળે છે.

સહ્યાદ્રી પર્વત શ્રેણીના પર્વતો અને ઘાટીઓમાં વસેલા આ નાનકડા સ્થાનમાં આખું વર્ષ આનંદદાયક વાતાવરણ રહે છે. શાનદાર પ્રાકૃતિક પરિદ્રશ્યથી સુશોભિત ખંડાલા પોતાના ઘાસના પર્વતો, ઉજ્જવળ ઘાટીઓ, સુંદર ઝીલો અને સુખદ ધોધોના લોભામણા દ્રશ્યો દ્વારા પ્રવાસીને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ઉપરાંત અમૃતાંજન પોઇન્ટ, ડ્યૂક્સ નોજ, રેવુડ પાર્ક અને ભુશી બાંધ તરફ પણ પ્રવાસી આકર્ષાય છે, તો ચાલો તસવીરો થકી જોઇએ ખંડાલાને.

ડ્યૂકની નાક

ડ્યૂકની નાક

ખંડાલામાં આવેલી ડ્યૂકની નાક

કાર્લા અને ભાજા ગુફા

કાર્લા અને ભાજા ગુફા

ખંડાલામાં આવેલી કાર્લા અને ભાજા ગુફાની એક સુંદર તસવીર

દૂરથી આવી લાગે છે ગુફાઓ

દૂરથી આવી લાગે છે ગુફાઓ

ખંડાલામાં આવેલી કાર્લા અને ભાજાની ગુફાઓ દૂરથી આવી લાગે છે

ગુફાઓનું અંદરનું ચીત્ર

ગુફાઓનું અંદરનું ચીત્ર

ખંડાલામાં આવેલી કાર્લા અને ભાજા ગુફાઓનું અંદરનું દ્રશ્ય

ખંડાલાનો શિવાજી પાર્ક

ખંડાલાનો શિવાજી પાર્ક

ખંડાલામાં આવેલા શિવાજી પાર્કમાં એક મૂર્તિ

પાર્કનો એરિયલ વ્યૂ

પાર્કનો એરિયલ વ્યૂ

ખંડાલામાં આવેલા શિવાજી પાર્કનો એરિયલ વ્યૂ

English summary
A perfect getaway to de-stress after a hectic week, Khandala is one of the key hill stations in Mahrashtra. Located on the western parts of the Sahayadri range, it is set at an elevation of 625 meters above sea level and is one of the most sought after tourist destinations in India. Located on the end of Bhor Ghat, it is merely three kilometres away from Lonavala, another beauty of a hill station and seven kilometres away from Karjat, any trekker’s dream.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X