કોટ્ટારક્કરા, જ્યાં થયો કથકલીનો જન્મ
પોતાના મંદિરો અને મહેલો માટે પ્રસિદ્ધ કોટ્ટારક્કરા, કોલ્લામ જિલ્લાનું નાનું અમથું શહેર છે. તેનું નામ મલયાલમના બે શબ્દોને જોડીને બને છે, તે કોટ્ટાર(મહેલ) અને કારા અર્થાત ભૂમિ. જેને જોડવાથી તેનો અર્થ થાય છે, મહેલોની ભૂમિ, જે ઇતિહાસના પૃષ્ઠોને પલટાવતા એકદમ યોગ્ય લાગે છે. પ્રાચીન કાળમાં કોટ્ટારક્કરા એલેયદત્તુ સ્વરૂપના નામથી જાણીતું હતું અને આ ક્ષેત્ર ત્રાવાણકોર શાહી પરિવાર હેઠળ આવતું હતું. ઇતિહાસકારો અનુસાર, 14મી સદીમાં અહી પહેલા રાજ મહેલ બન્યો અને આ ક્ષેત્રના અન્ય 7 મહેલો ખંડેરોની અવસ્થામાં મળી આવ્યા છે.
કથકલીનું જન્મસ્થાન હોવાના કારણે આ પ્રદેશ કેરળના આધુનિક સાંસ્કૃતિક ઇતિહાસમાં એક પ્રમુખ સ્થાન હાસલ કરે છે. પ્રાચીન કથા અનુસાર, કથકલીનો જન્મ કોટ્ટારક્કરા અને કોષિકોડેના રાજાઓ વચ્ચે વધેલી દુશ્મનીના કારણે થયો. કોટ્ટારક્કરા તંપુરાન(રાજા)એ રામનાટ્ટમ નામક નૃત્ય કળાનો આવિષ્કાર કર્યો, જે આગળ જઇને કથકલીના રૂપમાં વિકસિત થયો. તેમમે આ કલાને આમ જનતા વચ્ચે લોકપ્રીય બનાવી. કોટ્ટારક્કરાના આ ગૌરવશાળી ઇતિહાસે અહીના લોકો અને તેમની સંસ્કૃતિને ઘણી જ પ્રભાવિત કરી છે.
કોટ્ટારક્કરામાં જોવા માટે માત્ર મંદિર અને મહેલ જ નહીં પરંતુ ચર્ચ અને વ્યાપારિક કેન્દ્ર પણ છે. કોટ્ટારક્કરાના શ્રી મહાગણપતિ મંદિર અને શ્રી મણિકંઠેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓને ઘણા જ આકર્ષિત કરે છે. આ ઉપરાંત પથનપુંર, કોટ્ટારક્કરા મહેલ અને કિલાહક્કેત્તેરુપુ ઓર્થોડોક્સ વલિયપલ્લી અહીના અન્ય આકર્ષક પ્રવાસન સ્થળ છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કોટ્ટારક્કરાને.

કથકલી
કોટ્ટારક્કરામાં કથકલી

કથકલી પ્રદર્શન
કોટ્ટારક્કરામાં કથકલી પ્રદર્શન

કથકલી વર્ણ
કોટ્ટારક્કરામાં કથકલી વર્ણ

કોટ્ટારક્કરા પેલેસ
કોટ્ટારક્કરામાં આવેલો પેલેસ

શ્રી મહાગણપતિ મંદિર
કોટ્ટારક્કરામાં આવેલું શ્રી મહાગણપતિ મંદિર












Click it and Unblock the Notifications
